શાહજહાં/ચોથો પ્રવેશ1: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક બીજો'''}} સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. [પિયારા ટેલતી ટેલતી ગાય છે.] સુખને કારણ બાંધી મઢૂલી: બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! અમૃત-સાગરે સ્નાન કરં...")
 
No edit summary
 
Line 3: Line 3:

સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.
{{Space}}સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.
[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]
 
{{Right|[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]}}
<poem>
<center>
સુખને કારણ બાંધી મઢૂલી:
સુખને કારણ બાંધી મઢૂલી:
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!  
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!  
Line 11: Line 14:
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા:
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા:
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે!
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે!
[સૂજા આવે છે.]
</poem>
સૂજા : તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો.
</center>
[પિયારાનું ગીત ચાલુ રહે છે.]
{{Right|[સૂજા આવે છે.]}}
{{Ps
|સૂજા :
|તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો.
}}
{{Right|[પિયારાનું ગીત ચાલુ રહે છે.]}}
<poem>
<center>
નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં  
નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં  
ઊંડેરાં નીરમાં બૂડી રે.
ઊંડેરાં નીરમાં બૂડી રે.
સૂજા : પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો.
</poem>
[પિયારાનું ગીત ચાલુ રહે છે]
</center>
{{Ps
|સૂજા :
|પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો.
}}
{{Right|[પિયારાનું ગીત ચાલુ રહે છે]}}
<poem>
<center>
ધનની આશા જનમી આંતરે  
ધનની આશા જનમી આંતરે  
નિરધન ત્યાં તો બની છું રે.
નિરધન ત્યાં તો બની છું રે.
સૂજા : વાત તો સાંભળ — આહ!
</poem>
[પિયારા ગાય છે.]
</center>
{{Ps
|સૂજા :
|વાત તો સાંભળ — આહ!
}}
{{Right|[પિયારા ગાય છે.]}}
<poem>
<center>
જલની પ્યાસે જોયું ગગનમાં:
જલની પ્યાસે જોયું ગગનમાં:
વાદળથી વજ્ર વરસ્યાં રે
વાદળથી વજ્ર વરસ્યાં રે
સૂજા : નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો!
</poem>
[પિયારાનું ગીત ચાલે છે.]
</center>
{{Ps
|સૂજા :
|નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો!
}}
{{Right|[પિયારાનું ગીત ચાલે છે.]}}
<poem>
<center>
કાનાની પ્રીતથી તો મૉત ભલેરું,  
કાનાની પ્રીતથી તો મૉત ભલેરું,  
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે.
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે.
સૂજા : ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે?
</poem>
પિયારા : આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ!
</center>
સૂજા : હું ગીત નથી સમજતો શી રીતે?
{{Ps
પિયારા : આ હા હા હા, કેવું ભજન!
|સૂજા :
સૂજા : વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય!
|ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે?
પિયારા : ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર.
}}
સૂજા : હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું.
{{Ps
પિયારા : એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું.
|પિયારા :
સૂજા : મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે.
|આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ!
પિયારા : મને પણ ખાતરી છે.
}}
સૂજા : ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો.
{{Ps
પિયારા : હોય જ ને!
|સૂજા :
સૂજા : તું કબૂલ કરે છે?
|હું ગીત નથી સમજતો શી રીતે?
પિયારા : કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ.
}}
સૂજા : બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે?
{{Ps
પિયારા : હા.
|પિયારા :
સૂજા : કોની પાસેથી સાંભળ્યું?
|આ હા હા હા, કેવું ભજન!
પિયારા : તમારી પાસેથી.
}}
સૂજા : ક્યારે?
{{Ps
પિયારા : અબઘડી.
|સૂજા :
સૂજા : દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે.
|વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય!
પિયારા : બહુ સારું!
}}
સૂજા : હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો.
{{Ps
પિયારા : ઊતરેય તે!
|પિયારા :
સૂજા : અને એ તો ખૂનખાર લડાઈ થવાની.
|ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર.
પિયારા : ખૂનખાર — ખરાખરીની ખૂનખાર.
}}
સૂજા : મારે અત્યારથી જ સજ્જ થવું પડશે.
{{Ps
પિયારા : થાવું તો પડે જ ને!
|સૂજા :
સૂજા : પરંતુ —
|હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું.
પિયારા : મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ...
}}
સૂજા : તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી.
{{Ps
પિયારા : સાચું કહો તો હું પણ સમજી શકતી નથી.
|પિયારા :
સૂજા : જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે.
|એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું.
પિયારા : તદ્દન!
}}
સૂજા : લડાઈની વાતમાં તું શું સમજે!
{{Ps
પિયારા : હા જ તો, હું શું સમજું?
|સૂજા :
સૂજા : પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે.
|મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે.
પિયારા : કઈ જાતની?
}}
સૂજા : મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે.
{{Ps
પિયારા : એ તો શી રીતે કરે?
|પિયારા :
સૂજા : કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય?
|મને પણ ખાતરી છે.
પિયારા : એ તે કાંઈ ફોક થાય!
}}
સૂજા : પણ હવે એ શાદી કરવા માગતો જ નથી.
{{Ps
પિયારા : ન જ માગે તો!
|સૂજા :
સૂજા : લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું.
|ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો.
પિયારા : શી રીતે પરણે?
}}
સૂજા : પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે.
{{Ps
પિયારા : તે તો પામે જ ને! કેમ ન પામે?
|પિયારા :
સૂજા : મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી.
|હોય જ ને!
પિયારા : મનેય પડતી નથી.
}}
સૂજા : હવે શું થાય!
{{Ps
પિયારા : હવે શું થાય!
|સૂજા :
સૂજા : તારી પાસે તો સલાહ માગવી જ નકામી!
|તું કબૂલ કરે છે?
પિયારા : ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ!
}}
સૂજા : હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે?
{{Ps
પિયારા : પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું.
|પિયારા :
સૂજા : બોલ. હું સાંભળીશ.
|કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ.
પિયારા : તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી.
}}
સૂજા : કેમ?
{{Ps
પિયારા : સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું.
|સૂજા :
સૂજા : વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ.
|બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે?
[જાય છે.]
}}
પિયારા : તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે.
{{Ps
|પિયારા :
|હા.
}}
{{Ps
|સૂજા :
|કોની પાસેથી સાંભળ્યું?
}}
{{Ps
|પિયારા :
|તમારી પાસેથી.
}}
{{Ps
|સૂજા :
|ક્યારે?
}}
{{Ps
|પિયારા :
|અબઘડી.
}}
{{Ps
|સૂજા :
|દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે.
}}
{{Ps
|પિયારા :
|બહુ સારું!
}}
{{Ps
|સૂજા :
|હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો.
}}
{{Ps
|પિયારા :
|ઊતરેય તે!
}}
{{Ps
|સૂજા :
|અને એ તો ખૂનખાર લડાઈ થવાની.
}}
{{Ps
|પિયારા :
|ખૂનખાર — ખરાખરીની ખૂનખાર.
}}
{{Ps
|સૂજા :
|મારે અત્યારથી જ સજ્જ થવું પડશે.
}}
{{Ps
|પિયારા :
|થાવું તો પડે જ ને!
}}
{{Ps
|સૂજા :
|પરંતુ —
}}
{{Ps
|પિયારા :
|મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ...
}}
{{Ps
|સૂજા :
|તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી.
}}
{{Ps
|પિયારા :
|સાચું કહો તો હું પણ સમજી શકતી નથી.
}}
{{Ps
|સૂજા :
|જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે.
}}
{{Ps
|પિયારા :
|તદ્દન!
}}
{{Ps
|સૂજા :
|લડાઈની વાતમાં તું શું સમજે!
}}
{{Ps
|પિયારા :
|હા જ તો, હું શું સમજું?
}}
{{Ps
|સૂજા :
|પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે.
}}
{{Ps
|પિયારા :
|કઈ જાતની?
}}
{{Ps
|સૂજા :
|મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે.
}}
{{Ps
|પિયારા :
|એ તો શી રીતે કરે?
}}
{{Ps
|સૂજા :
|કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય?
}}
{{Ps
|પિયારા :
|એ તે કાંઈ ફોક થાય!
}}
{{Ps
|સૂજા :
|પણ હવે એ શાદી કરવા માગતો જ નથી.
}}
{{Ps
|પિયારા :
|ન જ માગે તો!
}}
{{Ps
|સૂજા :
|લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું.
}}
{{Ps
|પિયારા :
|શી રીતે પરણે?
}}
{{Ps
|સૂજા :
|પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે.
}}
{{Ps
|પિયારા :
|તે તો પામે જ ને! કેમ ન પામે?
}}
{{Ps
|સૂજા :
|મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી.
}}
{{Ps
|પિયારા :
|મનેય પડતી નથી.
}}
{{Ps
|સૂજા :
|હવે શું થાય!
}}
{{Ps
|પિયારા :
|હવે શું થાય!
}}
{{Ps
|સૂજા :
|તારી પાસે તો સલાહ માગવી જ નકામી!
}}
{{Ps
|પિયારા :
|ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ!
}}
{{Ps
|સૂજા :
|હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે?
}}
{{Ps
|પિયારા :
|પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું.
}}
{{Ps
|સૂજા :
|બોલ. હું સાંભળીશ.
}}
{{Ps
|પિયારા :
|તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી.
}}
{{Ps
|સૂજા :
|કેમ?
}}
{{Ps
|પિયારા :
|સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું.
}}
{{Ps
|સૂજા :
|વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ.
}}
{{Right|[જાય છે.]}}
{{Ps
|પિયારા :
|તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે.
}}

Latest revision as of 10:39, 17 October 2022

ચોથો પ્રવેશ

અંક બીજો

         સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.

[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]

સુખને કારણ બાંધી મઢૂલી:
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!
અમૃત-સાગરે સ્નાન કરંતાં,
વખડાં ક્યાંથી ભેળાણાં રે.