સોરઠી બહારવટિયા ભાગ-2/ઇણાજનો નાશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઇણાજનો નાશ|}} {{Poem2Open}} “કાલે અહીંયાં તોપો મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ!” જૂનાગઢનું રાજ હતું : વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો : વેરાવળથી પાંચ...")
 
No edit summary
Line 12: Line 12:
ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શિખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો-ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઈણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં, લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામત સોલંકી, બીજો પૂંજા વાલા આયર, ત્રીજી ફૂલી ડોશી લુવાણી, ચોથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતાં. એને પણ ગામેતીએ પૂછ્યું, “તમે શા માટે પડ્યાં છો?”

“બાપુ!” પોતાની ડગમગતી ડોકને સ્થિર રાખવા મહેનત કરતી ફૂલી ડોશી બોલી, “અમારે ભાગીને શું કરવું છે? મડાંને વીજળીનો ભો કેવો? ટાંટિયા ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઊડીએ તો સદ્ગતિએ જવાય ને! અમે તો આંહીં જ પડ્યાં છીએ, ભલે આવતી તોપું.”

<center>*</center>
“બેટા અબ્દરહેમાન!” અલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું, “આપણા ભાઈ-ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસૂલીએથી ભાણેજોને — એમણાબૂના ત્રણેય દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ ને — તેડાવી લ્યો.”

“પણ અબાજાન! એની સાથે તો અદાવત છે ને?”
“પણ અબાજાન! એની સાથે તો અદાવત છે ને?”
Line 27: Line 27:
“આપને ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારું છેલ્લું ઠેકાણું તો ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથિયાર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

સવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિતરાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતા : અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર; તરસૂલીએથી પોતાની બહેન એમણાબૂ અને બનેવી લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ; સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ, પોતાના પાંચ દીકરા વજીરમામદ, અબ્દરહેમાન; મહમ્મદ, અબ્દલા અને ઇસ્માઇલ; પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર અને હુસેનભાઈ નામનો એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરી :

“મારા ભાઈ-બેટાઓ, મકરાણીઓની ઇજ્જત આજ ઊતરી ગઈ છે. ઘણા ઘણા ઊતરતા ખવાસના બલોચોએ આંહીં કાઠિયાવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ-બલોચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ ‘મકરાણી’ નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.”

Line 45: Line 45:
“ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નિમક ખાધું છે. ઇણાજ પણ અમારા વડવાને નવાબ સાહેબે ચાકરી બદલ દીધું છે. મારે ઈણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઊભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો અને લશ્કરને ખુશીથી આંહીં લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ!”

છેલ્લું કહેણ સાંભળીને ફોજ ફરી વાર આગળ ચાલવા લાગી. માણેકવાડાનો પૉલિટિકલ એજન્ટ સ્કૉટ અને જૂનાગઢના પોલીસ-ઉપરી નાગર અંબારામ સુંદરજી છાયા ધોળી માટીના ઓરિયામાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ઇણાજ ફરતા વીંટી વળો, પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.”

ફોજે આવીને ઈણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરાઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તરવાર બાજુમાં મૂકી લોબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો કુરાનના દોર કરે છે. પાસે નિમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખે કુરાને શરીફ સાંભળે છે, અને એ જ ઓસરીના ઓરડામાં પુરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાજ પઢે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે.

અને એથી ઊલટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઊભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો.

18,450

edits