સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/મોખડોજી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મોખડોજી|}} {{Poem2Open}} ‘<big>લે</big>જે, મોખડા હડમાન, તારું દાણ!’ પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વર...")
 
No edit summary
Line 37: Line 37:
વાણિયો ગયો. અને થોડે મહિને ફોજ ઊતરી. કેવી ફોજ ઊતરી?
વાણિયો ગયો. અને થોડે મહિને ફોજ ઊતરી. કેવી ફોજ ઊતરી?
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
[છંદ ઉધોર]
ઉહા દળ આવિયો સુલતાન, ઝબકી રહી સારી જાન,
મેંગલ ઘટા ફોજાં મેલ, ઉલટા સમુંદર જ્યું ઉખેળ.
બેવટ હયદળ જળબોળ, ખેવટ ધૂંધળો ખગોળ,
આયો દલેસર અણવાર, સોરઠ નમાવા સરદાર.
હૂબક તોપ તાલી હીંક, ઝૂઝે કોણ ઝાલે ઝીંક,
કટકે રાજ નમિયા કેક, અણનમ મોખડો છે એક.
</center>
</poem>
{{Poem2Open}}
સુલતાનની સેનાએ ઘોઘાની આસપાસ ઘેરો ઘાલ્યો. ચોપાસના રસ્તા બંધ કર્યા. મોખડાજીએ સમાચાર પેરંભમાં સાંભળ્યા. એનો કોપ ફાટી નીકળ્યો. યુદ્ધનાં નગારાં ગડગડ્યાં. મૂછોને વળ દઈને એ મારુ (મારવાડનો વંશજ) રાજા બોલી ઊઠ્યો૰ કે “મારી સામે — મારવાડના નાથની સામે — ટકે એવો બળવંત કોણ છે? એક નહિ, પણ એવા સાત પાદશાહોની લાજ હું લોપી નાખું. હું મરદ છું. દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ શાલિવાહનની કીર્તિ ઝાંખી પડે. મારા કુળમાં તો અભેમન્યુ જેવો વીર તરવાર પકડીને લડ્યો હતો, આખરે ચકરાવે ચડ્યો હતો.
{{Poem2Close}}
<poem>
<center>
સૂરા બરદ યહ સંભાળ, તરકસ ભીડિયાં તતકાળ,
વંકો રાણસુત દૈવાણ, પલ્લા ઝટક ઊઠ્યો પાણ.
લશ્કર સુબલ કરી લલકાર, તલસજ તોપખાના ત્યાર,
રાજા ખેધ મંડ્યે રાડ્ય, પે’લે મોરચે ગજ પાડ્ય.
સૂરા વઢણ ચડિયા સોય, હર હર કર્યે ભેળા હોય,
ખેલ ખાગધારા ખેલ, ઠેલે અસુર દળ આઠેલ,
ભાલાં ઝીંક લાગી ભાય, તોપાં જવન લાગી ત્રાય.
</center>
</poem>
26,604

edits