સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/મોખડોજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
</center>
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
'''એવા એવા શૂરવીર પૂર્વજોનાં બિરદો સંભારીને પોતે ભાલો બાંધી સજ્જ થયો. બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યું. તોપખાનું તૈયાર બની ગયું. રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો. જુદ્ધે ચડેલા શૂરવીરો ‘હર હર મહાદેવ’ કરીને એકઠા મળ્યા, તરવાર રમત રમવા લાગી. યવનોનાં દળ હઠવા લાગ્યાં. ભાલાનો ધસારો શત્રુઓથી ન ઝિલાયો.'''
{{Poem2Close}}
<poem>
<center>
સિંધર પાડ હોદા સોત, મીટે શાહ દીઠા મોત,
પાડે ઈરાની પાઠાણ, ખાલી પાલખી ખુરસાણ;
દૈતાં દેત જ્યું મૃતદાન, મેપત મોખડો હનુમાન,
ઢૂંઢે ઢૂંઢ દીધાં ઢાળ, ખળકે રગત વહતી ખાળ.
ગ્રીધણ અમખચરતી ગૂડ, ભરતી ભવાની ભેકુંડ,
સમહર દેખ થંભ્યો સૂર, હરખે ઝૂલ વરવા હૂર.
</center>
</poem>
{{Poem2Open}}
'''હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા. પાદશાહે તો પલકમાં મૉત સામે ઊભેલું જોયું. ઇરાનીઓ ને પઠાણો પડવા લાગ્યા, ખોરાસાની લોકો પાલખીમાંથી જમીનદોસ્ત બન્યા. હનુમાનજી જેવો મોખડોજી જાણે દૈત્યોને આજે મૃતદેહોનાં દાન દઈ રહ્યો છે. શબના મોટા મોટા ગંજ ખડકાયા. રક્તની ખળખળ નીકો ચાલી. ગીધડાં માંસ ખાવા માંડ્યાં; જોગણીઓ ખપ્પર ભરવા લાગી, યુદ્ધ દેખીને દેવો થંભ્યા; અપ્સરાઓ મરેલા વીરોને વરવા આકાશમાં ઝૂલવા મંડી.'''
{{Poem2Close}}
<poem>
<center>
હમલા વીર બાજે હાક, ડમરુ શિવ શક્તિ ડાક,
દેવા દાણવા જેમ દોય, લાગો મામલો વડલોય.
વેઢક વજાડી અણવાર, ત્રીજા પોર લગ તરવાર,
ચોરંગ ઉડ બાટાઝૂટ, તેગાંઝાળ બંગળ ત્રુટ,
સિંધુ રાગ બાગા સૂર, પળચર અમખચર ભ્રખપુર,
ઝૂઝે મોખડો રણજંગ, અશમર ઊડિયો ઉતબંગ.
</center>
</poem>
{{Poem2Open}}
'''વીરોની હાકલો વાગે છે, શંકર ડમરુ વગાડે છે, અને શક્તિઓ ડાકલાં બજાવી રહી છે. જાણે કે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હોય ને! સામસામી તરવારો અથડાય છે, અને ભાલાં તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે. સિંધુડા રાગ વાગ્યા, માંસભક્ષી પક્ષીઓ મુડદાંના ભક્ષથી તૃપ્ત બની ગયાં છે. મોખડો ઝૂઝે છે; તેમાં એનું માથું તરવારના ઘાથી ઊડી પડ્યું.'''
{{Poem2Close}}
<poem>
<center>
રાજા શીશ પડિયો રાન, મારુ ધડ લાગ્યો અસમાન,
શતવ્રત ભીષમરાં સરખોજ, ફારક કરે આધી ફોજ.
શર બિન બાહતો સમશેર, જવના દીધ દંતા જેર,
પેરંભનાથકો થર પગ્ગ, લડિયો સાત કોશાં લગ્ગ.
લશ્કર સરવ મરતે લાગ, તરકે નાખ્ય ગળિયલ ત્રાગ,
ધડ તાં ધરણ ઢળિયો ધીંગ, સેજકહરો ભડ તરસીંગ.
માથો પડો ઘોઘા માંય, ધડ ગ્યો ખદડપર લગ ધાય,
સુતો પિંડ મેલ્યે સૂર, નરજણ નૂર ભળિયો નૂર.
નિરમળ ચાડ્ય પરિયાં નીર, ધન ધન સરઠકે રણધીર,
તું નરલોક ધન અવતાર, ધન ધન સૂર-લોક સુધાર.
</center>
</poem>
{{Poem2Open}}
'''રાજાનું એ માથું રણમાં પડ્યું, પણ ધડ ઝૂઝવા લાગ્યું. માથા વિના સમશેર ચલાવીને એણે યવનોના દાંત જેરી નાખ્યા. સાત કોસ સુધી સ્થિર પગે એ યુદ્ધમાં મંડાયો. દુશ્મનનું લશ્કર હણાવા લાગ્યું. એટલે દુશ્મનોએ ગળીનો દોરો  મંત્રીને નાખ્યો. ધડ પડ્યું. માથું મૂકીને ધડ છેક ખદડપર ગામ સુધી પહોંચ્યું. પિંડ છોડીને શૂરવીર પોઢી ગયો. તેજમાં તેજ મળી ગયું. ધન્ય છે તને, સોરઠના રણધીર! તેં તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચડાવ્યું.'''
{{Poem2Close}}
26,604

edits

Navigation menu