કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૭. ટહુકાનું તોરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
:::       ઊગતી પરોઢને બારણે —
:::       ઊગતી પરોઢને બારણે —
::::::         આ તેજની સવારી કોને કારણે?
::::::         આ તેજની સવારી કોને કારણે?


Line 13: Line 13:
::::         આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
::::         આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
::::       એક તારાથી પંખીને પારણે —
::::       એક તારાથી પંખીને પારણે —
::::::                આ તેજની સવારી કોને કારણે?
::::::                આ તેજની સવારી કોને કારણે?



Revision as of 10:30, 11 November 2022

૪૭. ટહુકાનું તોરણ


પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
       ઊગતી પરોઢને બારણે —
        આ તેજની સવારી કોને કારણે?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
        આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
        આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
       એક તારાથી પંખીને પારણે —
               આ તેજની સવારી કોને કારણે?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
        ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
        અંગ અંગ ખેલતી ખુશાલી,

આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
        ભૂલ્યા-ભુલાયા સંભારણે —
                આ તેજની સવારી કોને કારણે?
(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)