કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૫. એમ પણ નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. એમ પણ નથી|}} <poem> કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી, એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી. મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે? તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી. આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,...")
 
No edit summary
 
Line 25: Line 25:
૧-૪-’૭૫
૧-૪-’૭૫
{{Right|(હવાબારી, પૃ. ૬૫)}}
{{Right|(હવાબારી, પૃ. ૬૫)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૪. સંગ કબીરનો
|next = ૪૬. અજ્ઞાતવાસ
}}

Latest revision as of 12:02, 11 November 2022

૪૫. એમ પણ નથી


કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.

મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.

આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.

તારાથી હોઠ બીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.

તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ!
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.

દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો!
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.

૧-૪-’૭૫ (હવાબારી, પૃ. ૬૫)