કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૮. દિવ્ય સર્જકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૪૮. દિવ્ય સર્જકો}} <poem> મૂળ તો ભીનું ભીનું ખસે {{Space}} પાણી પવન અને મન જેવું {{Space}}{{Space}} એ ધસમસ ના ધસે... મૂળ તોo કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે, {{Space}} માટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૪૮. દિવ્ય સર્જકો}}
{{Heading|૪૮. દિવ્ય સર્જકો}}
<poem>
<poem>
Line 18: Line 19:
{{Space}} {{Space}} ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
{{Space}} {{Space}} ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
{{Space}}{{Space}} મૂળ તો ધીમું ધીમું ખસે....
{{Space}}{{Space}} મૂળ તો ધીમું ધીમું ખસે....
 
<br>
૧૨, ૧૩-૭-૧૨
૧૨, ૧૩-૭-૧૨
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)}}
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૭. મનમાં
|next = ૪૯. શબદ
}}

Latest revision as of 05:46, 13 November 2022

૪૮. દિવ્ય સર્જકો

મૂળ તો ભીનું ભીનું ખસે
          પાણી પવન અને મન જેવું
                   એ ધસમસ ના ધસે... મૂળ તોo

કદી નથી જોવાનાં જેને એને માટે ઝૂરે
પાણી, પોષણ, પ્રેમ જે કહો – પળે પળે એ પૂરે,
          માટીના મૂંઝારા વેઠે, અંધારામાં વસે... મૂળ તોo

કણ કણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે?
કોમળ કહેવું કેમ, ઝૂઝતું ભીતર એ જે રીતે!
          ટોચ સુધી પહોંચાડે જીવન,
                   કયા શ્વાસ એ શ્વસે... મૂળ તોo

રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે
સૌંદર્યોનાં મૂળ રહસ્યો કદી બ્હાર ના આવે!
                    ધરતીના હૈયામાં કેવાં દિવ્ય સર્જકો વસે...
                   મૂળ તો ધીમું ધીમું ખસે....


૧૨, ૧૩-૭-૧૨

(અંતરનું એકાંત, પૃ. ૨૮૮)