કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૫. પ્રાણ હરખાતો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. પ્રાણ હરખાતો નથી| }} <poem> જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી, બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી. એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં, કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી....")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૪. બધા ઓળખે છે
|next = ૩૬. ઉકળતો ચરૂ છે
}}

Latest revision as of 10:42, 14 November 2022

૩૫. પ્રાણ હરખાતો નથી


જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી,
બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી.

એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં,
કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી.

જેટલા હાતમ છે એ પણ આખરે મહોતાજ છે,
એ જ કારણ હાથ મારો ક્યાંય લંબાતો નથી.

છે અમારે મન તો એ નિર્મળ ઝરણ પણ ઝાંઝવાં,
જેમના કાંઠે તરસતો પ્રાણ હરખાતો નથી.

જાઓ દુનિયાની ખબર તો લો કે એને શું થયું!
કેમ તાજો ઘાવ દિલ પર આજ દેખાતો નથી?

સાહ્યબી તો એ જ ઘરની, હો ભલે અદના કુટિર,
દિલનો દરવાજો કદી જ્યાં શૂન્ય ભીડાતો નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૫૬)