કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૫. શૂન્યનો વૈભવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. શૂન્યનો વૈભવ| }} <poem> ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે, જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હશે. ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ, મનને ભરમાવી નથી શકતો કોઈ પગરવ હવે. જ્યાં લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૩૮)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૩૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪. સવાયો છું | |||
|next = ૪૬. અવતારી નથી | |||
}} |
Latest revision as of 10:48, 14 November 2022
૪૫. શૂન્યનો વૈભવ
ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હશે.
ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઈ પગરવ હવે.
જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્રમણા હતી;
ક્યાંય સાગરમાં નથી ઊંડાણનો સંભવ હવે.
પ્રેમની ભૂરકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે,
કેટલો માદક છે તારા રૂપનો આસવ હવે!
ધૂંધવાયા પ્રાણ, ત્યારે તો હવા દીધી નહીં;
પાળીઆ પર શીશ પટકે છે વૃથા વિપ્લવ હવે.
મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો;
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૩૮)