યાત્રા/એક જ્યોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક જ્યોત| }} <poem> {{space}}મેં એક જ્યોત ઝંખી, {{space}} મુજને રામ રામ ગઈ ડંખી. એ નહીં સૂરજમાં, નહી સોમમાં, નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; {{space}}{{space}} એ અજબ અગન રસબંકી. મેં એકo એ રંગરંગની રાત સમી, એ પુલક...")
 
No edit summary
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = બાજો વિજય દદામાં
|next = ???? ?????
|next = સો મેરા હથિયાર
}}
}}

Revision as of 04:51, 23 November 2022

એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રામ રામ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
                   એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
                   એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
          કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭