ગુજરાતી ગઝલસંપદા/નસીમ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| નસીમ |}} <poem> વિશ્વપથમાં વિહાર મારો છે, ઊંડે જીવનગુબા૨, મારો છે.<br> ઉપવન જિન્દગીનું રાખું છું; ફૂલ મારું છે. ખા૨ મારો છે!<br> વાયુના પાલવે નથી ખુશ્બુ; ઉરનો સુરભિપ્રસાર મારો છે.<br> કાંઠ...") |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘બદરી’ કાચવાળા | ||
|next = | |next = મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ | ||
}} | }} |
Latest revision as of 15:37, 11 January 2023
નસીમ
વિશ્વપથમાં વિહાર મારો છે,
ઊંડે જીવનગુબા૨, મારો છે.
ઉપવન જિન્દગીનું રાખું છું;
ફૂલ મારું છે. ખા૨ મારો છે!
વાયુના પાલવે નથી ખુશ્બુ;
ઉરનો સુરભિપ્રસાર મારો છે.
કાંઠો શોધું, નથી હું કઈ મોજું;
વારિધિ બેકિનાર મારો છે.
રંગ નીરખું નિસર્ગના છે કે –
એ નિસર્ગી વિચાર મારો છે!
રૂપ તો દિવ્ય છે બધાં રૂપે,
એક દૃષ્ટિવિકાર મારો છે.
ગીત ઇચ્છાનું કાં બજી ન શકે?
સાજ મારો છે, તાર મારો છે.
દીપકે ફૂલ જ્યાં ન જોઈ શકો;
સ્નેહીઓ, એ મજા૨ મારો છે!
હિમબિન્દુ નથી એ કળીઓ પર;
રાતનો અશ્રુસાર મારો છે!
તું દિયે દોષ કોઈને શાને?
જામ મારો, ખુમાર મારો છે!
ઊર્મિના રંગ શું ‘નસીમ’ કહું?
અન્ય ઊર્મિપ્રકાર મારો છે!