ગુજરાતી ગઝલસંપદા/જટિલરાય વ્યાસ – ‘જટિલ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જટિલરાય વ્યાસ – ‘જટિલ’ |}} <poem> તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!<br> તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર!<br> ઘનશ્યામ! તેં ગર...")
 
No edit summary
 
Line 19: Line 19:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
|next = 4
|next = મધુકર રાંદેરિયા
}}
}}

Latest revision as of 15:38, 11 January 2023


જટિલરાય વ્યાસ – ‘જટિલ’

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!

ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!

મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર!

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર!