ચાંદનીના હંસ/૧૯ સાંભરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાંભરે|}} <poem> :::સારસી ઊડી ગયાનું સાંભરે, :::આભ આ ફફડી ઊઠ્યાનું સાંભરે. :::ઊંઘમાં બીયું ખર્યું ભીનું અને :::ખેતરો ઊગી ગયાનું સાંભરે. :::પોપચાં ચીરી ઝબૂકે વીજળી, :::ને દિશામાં તડ પડ્યાનુ...")
 
No edit summary
 
Line 17: Line 17:
ઑક્ટોબર, ૭૪  
ઑક્ટોબર, ૭૪  
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૮ વાવડ તારા...
|next = ૨૦ મળસ્કે
}}

Latest revision as of 11:10, 16 February 2023


સાંભરે

સારસી ઊડી ગયાનું સાંભરે,
આભ આ ફફડી ઊઠ્યાનું સાંભરે.
ઊંઘમાં બીયું ખર્યું ભીનું અને
ખેતરો ઊગી ગયાનું સાંભરે.
પોપચાં ચીરી ઝબૂકે વીજળી,
ને દિશામાં તડ પડ્યાનું સાંભરે.
તર્જની તાક્યા કરે બીજ-ચંદ્રને,
એક કાચો નખ તૂટ્યાનું સાંભરે.
સામસામે તીર ઊભા આપણે,
ને અરીસો વહી ગયાનું સાંભરે.

ઑક્ટોબર, ૭૪