ચાંદનીના હંસ/૨૦ મળસ્કે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મળસ્કે|}} <poem> :::ઘેન લીલું સામટું ઘેરી વળે, :::આંખ મીંચું ને ક્ષિતિજો વિસ્તરે. :::દેહની રાત્રિ ખીલી વનરાઈ થઈ, :::શ્વાસ ઝીણા આગિયા થઈ સંચરે. :::તેજ – તિમિર – તેજનું જાળું નભે, :::મત્ત ચાંદો...")
 
No edit summary
 
Line 17: Line 17:
ઑક્ટોબર, ૭૪  
ઑક્ટોબર, ૭૪  
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૯ સાંભરે
|next = ૨૧ ધુમ્મસને વીંધી...
}}

Latest revision as of 11:11, 16 February 2023


મળસ્કે

ઘેન લીલું સામટું ઘેરી વળે,
આંખ મીંચું ને ક્ષિતિજો વિસ્તરે.
દેહની રાત્રિ ખીલી વનરાઈ થઈ,
શ્વાસ ઝીણા આગિયા થઈ સંચરે.
તેજ – તિમિર – તેજનું જાળું નભે,
મત્ત ચાંદો રાતભર ગૂંથ્યા કરે.
સોણલે તરબોળ આખી સૃષ્ટિ આ,
સૂર્ય પણ ઝૂલી રહ્યો ઝાકળ જલે.
આરસીએ ઝળહળે દરિયાવની,
હું અહીં ને દૂર પડછાયા તરે.

ઑક્ટોબર, ૭૪