ચાંદનીના હંસ/૫૨ ઉન્માદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉન્માદ|}} <poem> કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ. ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ. બે આંખ તળે સળગતાં મૂળિયાં મસાણ પુલ, ખોદી તો જડ્યાં યોનિમાં સિંદુરિયાં ત્રિશૂલ. એ દૂર દૂર દ...")
 
No edit summary
 
Line 27: Line 27:
૧૦-૧૨-’૭૭
૧૦-૧૨-’૭૭
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૧ ઝંઝા
|next = ૫૩ દેશવટાનું ગીત
}}

Latest revision as of 12:11, 16 February 2023


ઉન્માદ


કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ.
ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ.

બે આંખ તળે સળગતાં મૂળિયાં મસાણ પુલ,
ખોદી તો જડ્યાં યોનિમાં સિંદુરિયાં ત્રિશૂલ.
એ દૂર દૂર દૂર બહુ જ દૂર છે વંઠેલ.
ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ.

પૂંઠે છે શ્વાન પીપળે ને આભમાં ઘોડા.
એ ધધગતા અગ્નિમઢ્યા વંટોળિયા ઘોડા.
ઝાઝા એ ઊડે આભમાં ને ભોંયપે થોડા.
એ આંખડી શા આભલે મારે છે હથોડા.
પ્રકટે છે ઝાળ સ્વર્ણની જ્યાં જ્યાં પડે ડોળા.
ઊછળે છે છોળ છોળ ને એ છોળમાં પ્હોળા.

એ ધધગતા અગ્નિઘડ્યા વંટોળિયા ઘોડા.

જળમાં જઈ ઊંડે ઊંડે ચળકી રહ્યું છે તેલ.
કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ.

૧૦-૧૨-’૭૭