શાંત કોલાહલ/૭ સોહિણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 6: Line 6:
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દ્રષ્ટિ માંડી
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દૃષ્ટિ માંડી
આછી કલાની પણ શી નમણી અપાર !  
આછી કલાની પણ શી નમણી અપાર !  


તું એક ઝીણું ધરી અંચલ મુકત કેશે
તું એક ઝીણું ધરી અંચલ મુક્ત કેશે
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે
કોનું સુણાય પગલું?- ઉભરાય હેજ !
કોનું સુણાય પગલું? - ઉભરાય હેજ !


તારું દુકૂલ ઉડતું સિત કૌમુદીમાં  
તારું દુકૂલ ઊડતું સિત કૌમુદીમાં  
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ :
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ :
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં

Revision as of 03:44, 1 April 2023


૭ સોહિણી

આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દૃષ્ટિ માંડી
આછી કલાની પણ શી નમણી અપાર !

તું એક ઝીણું ધરી અંચલ મુક્ત કેશે
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે
કોનું સુણાય પગલું? - ઉભરાય હેજ !

તારું દુકૂલ ઊડતું સિત કૌમુદીમાં
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ :
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં
ને તું પ્રસન્નમન, સંવૃત, પૂર્ણકામ !

ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે !
ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને !