શાંત કોલાહલ/પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રભાત
(Created page with " <center>'''પ્રભાત'''</center> <poem> સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ: સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની. અહીંની કંઈ શ્યામ ધૂલિ મહીં, વૃંદમાં, ચાસની અવાજ-ક...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની. | સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની. | ||
અહીંની કંઈ શ્યામ | અહીંની કંઈ શ્યામ ધુલિ મહીં, વૃંદમાં, ચાસની | ||
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની | અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની | ||
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ. | કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ. |
Revision as of 01:13, 2 April 2023
સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ
પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ:
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.
અહીંની કંઈ શ્યામ ધુલિ મહીં, વૃંદમાં, ચાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.
તળાવપથ આવજાવ : પનિહારીનાં અંચલ
ઊડે નયનરમ્ય ઇન્દ્રધનુરંગમાં : ઉજ્જવલ
ધરેલ ઘટ, નેપુરે લલિતબાજતી શિંજના.
પ્રકાશ તણું હોય તેમ ધણ ગામનું સીમનાં
વિશાળ બીડગોચરે ધસત, ગોપબંસી તણા
દિગંતભર વાય મુગ્ધકર સૂર નૈસર્ગિક.
અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ :
પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ.