શાંત કોલાહલ/૧૩ શરત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
Line 7: Line 7:
:::એને હોંશથી રે કંઈ પ્હેરું.
:::એને હોંશથી રે કંઈ પ્હેરું.
:::ગોફણના એક ઘાવથી ઉતાર
:::ગોફણના એક ઘાવથી ઉતાર
::::નભનો તેજલ તારો,
::::::નભનો તેજલ તારો,
:::ભાલની મારી બિંદીએ મેલી
:::ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
::::::અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
::::ચડવો મારે એક અવિચલ મેરુ.
::::::ચડવો મારે એક અવિચલ મેરુ.
:::ઊગતા આ પરભાતનો રાતો-
:::ઊગતા આ પરભાતનો રાતો-
::::રંગ ને ઘૂમર ભૂરું,
::::::રંગ ને ઘૂમર ભૂરું,
:::એકબીજાને તાંતણે વણી આણ
:::એકબીજાને તાંતણે વણી આણ
::::પ્હોળે પટ પૂરું :
::::::પ્હોળે પટ પૂરું :
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :

Revision as of 05:38, 16 April 2023

૧૩ શરત

પાતળી કેડી કેરકંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મઝાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.
ગોફણના એક ઘાવથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.
ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ને ઘૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું :
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.