શાંત કોલાહલ/૧૬ રેણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
No edit summary
 
Line 2: Line 2:
<center>'''૧૬ રેણ'''</center>
<center>'''૧૬ રેણ'''</center>


<poem>વાગોળની અસવાર બનીને ઊતરી આવે
{{block center|<poem>વાગોળની અસવાર બનીને ઊતરી આવે
:::હંસની પાંખે આંહિંથી ઊડી જાય :
:::હંસની પાંખે આંહિંથી ઊડી જાય :
જાગતાં જુએ કાંઈ ન
જાગતાં જુએ કાંઈ ન
:::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે
:::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે
:::::અમલ એવો પાય.
:::::::::::::અમલ એવો પાય.


ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ,
ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ,
Line 18: Line 18:
પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર,
પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર,
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર;
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર;
::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.</poem>
::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.</poem>}}


{{HeaderNav2 |previous =૧૫ કુંજમાં ઘડી ગાળીએ  |next =૧૭ એઈ વ્હાલીડા }}
{{HeaderNav2 |previous =૧૫ કુંજમાં ઘડી ગાળીએ  |next =૧૭ એઈ વ્હાલીડા }}

Latest revision as of 09:25, 16 April 2023

૧૬ રેણ

વાગોળની અસવાર બનીને ઊતરી આવે
હંસની પાંખે આંહિંથી ઊડી જાય :
જાગતાં જુએ કાંઈ ન
ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે
અમલ એવો પાય.

ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ,
ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ;
આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય.

ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી,
નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી;
એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય.

પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર,
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર;
પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.