દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૩. જુઈના છોડની ગરબી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૩. જુઈના છોડની ગરબી|}} <poem> “મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા.” – એ રાગ સખી જો આ સુંદર શોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી; જોઈ લોકોનો મત લોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી છે દેખાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫૨. ઉત્તમ એક ગુણ મેળવવો જોઈએ તે વિષે | ||
|next = | |next = ૫૪. ઊંચા તાડની ગરબી | ||
}} | }} |
Latest revision as of 05:01, 23 April 2023
૫૩. જુઈના છોડની ગરબી
“મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા.” – એ રાગ
સખી જો આ સુંદર શોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
જોઈ લોકોનો મત લોભેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી
છે દેખાતી તો છોટીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
ગુણ ગણતાં તો છે મોટી રે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
વડી વસ્તીમાં વખણાઈરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
છે બાળકી જેવી બાઈ રે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
સૌ જન કહે સાદી સારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
કહિયે કોઈ દેવકુમારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
વનિતાને લાગે વ્હાલીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
નથી ઠાઠ જણવતી ઠાલીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
નથી કોઈ કહેતું કોઈ નઠારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
નિરખી હરખે નરનારીરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
એવી પુત્રી જે જન પામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી;
જગમાં તેનો જશ જામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.
દીધી આશિષ દલપતરામેરે, ફુલવાડીમાં જુઈ ફૂલી.