દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૪. કંકોતરી લખતી વખતે ગાવાનું ગીત–પહેલું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૪. કંકોતરી લખતી વખતે ગાવાનું ગીત–પહેલું|}} <poem> સાતસેં સાંઢણિયો શણગારોરે, નીરો તેને નાગરવેલનો ચારો રે; કાગળ કંકોતરીના લખાવો રે, સોનેરી વરખથી તે શોભાવો રે. સ્નેહી સગાંને તેડવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૬૩. પ્રીતિ વિશે | ||
|next = | |next = ૬૫. ગજરાનું ગીત | ||
}} | }} |
Latest revision as of 05:07, 23 April 2023
સાતસેં સાંઢણિયો શણગારોરે, નીરો તેને નાગરવેલનો ચારો રે;
કાગળ કંકોતરીના લખાવો રે, સોનેરી વરખથી તે શોભાવો રે.
સ્નેહી સગાંને તેડવા કાજ રે, એક એક સાંઢણિ મોકલો આજ રે;
પ્હેલી તો સાંઢણિ પાટણ જાય રે, બેન ગંગાબેન તેડાં કરાય રે.
બેની તો પગરણમાં પ્હેલાં જોઈએ રે, બેનીનું કામ ન સરે બીજા કોઈએ રે.
બીજી તો મોકલો મુંબઈ ગામ રે, ફઈબા જમનાબાને તેડાવા કામ રે.
ત્રીજી સાંઢણલી કરી તૈયાર રે, મોકલો મથુરાં નગર મોઝાર રે;
કાકા કમળસેનને તેડી આવે રે, કાકા આવીને કુટુંબ શોભાવે રે.
ચોથી સાંઢણલી ચતુર સુજાણ રે, મોકલો સૂરત શહેર પ્રમાણ રે;
મામા નહારસિંહજી ત્યાં સોહાવે રે, મામો મોસાળ લઈને આવેરે.
પાંચમી સાંઢણલી પચરંગી રે, જાય ઉદેપુરમાં તે ઉમંગી રે;
માસી મોંઘીબેન તેડવા માટે રે, વેગેથી મોકલો વેગળી વાટે રે.
સકુટુંબ સહુને તેડી આવેરે, સહુ આવી માંડવરો શોભાવે રે;
યાદ લખો બેસી આ ઠામ રે, સ્નેહી સગાનું ન ભૂલશો નામ રે.
સ્નેહથી સર્વેને તેડાવો રે, આજ આવ્યો ઉત્તમ અવસર આવો રે;
ગોર ગોરાણી તેડાવો ઠામ રે, દ્વિજવર જોશે દલપતરામ રે.