દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ|ચોપાઈ}} <poem> કરિયે દિવસે એવું કામ, રાતે રહિયે કરી વિરામ; સાલે નહિ અંતરમાં સાલ, પાણી પહેલી ચણિયે પાળ. જોબનમાં રાખીને જોર, કરિયે ઉદ્યમનો અંકોર; હોય ન વૃદ્...")
 
No edit summary
 
Line 41: Line 41:
ગતિ કરિયે તો નાવે ગાળ, પાણી પહેલી ચણિયે પાળ.
ગતિ કરિયે તો નાવે ગાળ, પાણી પહેલી ચણિયે પાળ.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય
|next =  
|next = ૧૦૩. માનો ગુણ
}}
}}

Latest revision as of 07:56, 23 April 2023


૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ

ચોપાઈ


કરિયે દિવસે એવું કામ, રાતે રહિયે કરી વિરામ;
સાલે નહિ અંતરમાં સાલ, પાણી પહેલી ચણિયે પાળ.

જોબનમાં રાખીને જોર, કરિયે ઉદ્યમનો અંકોર;
હોય ન વૃદ્ધપણે બેહાલ, પાણી પહેલી ચણિયે પાળ.

જીવ શરીરનો છત્તાં જોગ, એવો કરિ લઈએ ઉદ્યોગ;
સ્વર્ગ વિષે સુખ મળે વિશાળ, પાણી પહેલી ચણિયે પાળે.

ઉનાળે શિયાળે એમ, તેવો ઉદ્યમ કરિયે તેમ;
વસિયે સુખમાં વર્ષાકાળ, પાણી પહેલી ચણિયે પાળ.

લાગે જ્યારે ઘરમાં લ્હાય, ખોદે કૂવો નહિ ખોદાય;
સદા પ્રથમ કરિયે સંભાળય, પાણી પહેલી ચણિયે પાળ.

ચોમાસે પાસે ને દૂર, પ્રવાહ પાણી ચાલે પૂર;
તે ટાણે ખોદાય ન ખાળ, પાણી પહેલી ચણિયે પાળ.

શિયાળે રજનીને અંત, તાઢ પડે તે તો અત્યંત;
તે જ વખતે ન વણાયે શાલ, પાણી પહેલી ચણિયે પાળ.

ઉનાળે વનમાં આથડે, પછી પુરો તડકો જ્યાં પડે;
ત્યાં ન મળે છત્રીનો તાલ, પાણી પહેલી ચણિયે પાળ.

આમ કર્યાથી થાશે આમ, એમ વિચારી કરિયે કામ;
એકે તરફ ન આવે આળ, પાણી પહેલી ચણિયે પાળ.

અવસર ચૂક્યો આવે નહીં, વેળાનાં ફળ મળવાં કહીં;
ફેર-રતે ફાલે નહિ ફાલ, પાણી પહેલી ચણિયે પાળ.

રગ રગમાં રુંધાણો રોગ, જાય નહિ ઓષડ સંજોગ;
કરિયે આગળથી જ નિકાલ, પાણી પહેલી ચણિયે પાળ.

પછી થશે કેવો પરિણામ, દિલમાં દેખી દલપતરામ;
ગતિ કરિયે તો નાવે ગાળ, પાણી પહેલી ચણિયે પાળ.