યાત્રા/મંગલ સમ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|મંગલ સમ|}} <poem> જ્યારે જ્યારે નિરખું તુજને વસ્ત્ર લીલાં સજેલી, ત્યારે થાતું સ્મરણ હરિયાળી ધરાનું ખિલેલી, પત્રે પત્રે કુસુમ કુસુમે મહેકતી જ્યાં વનશ્રી, અંગે અંગે તવ વિલસતી રમ્..." |
પ્રૂફ રીડિંગ સંપન્ન |
||
| Line 8: | Line 8: | ||
અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી. | અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી. | ||
થાતું : | થાતું : તારો શિશુ થઈ ચડું ગોદ, પાલવ લપાઉં, | ||
હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં; | હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં; | ||
થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે | થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે | ||
અંગે અંગે તવ મુજ સુધા | અંગે અંગે તવ મુજ સુધા પૂષણા સીંચું સ્નેહે; | ||
કિંવા થાતું : | કિંવા થાતું : અગુણ અમિત વ્યોમ જેવો થઈને | ||
ધારું | ધારું ક્રોડે મુજ શિશુ સમી લાલિતા લાડિલીને. | ||
ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ, | ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ, | ||
હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ; | હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ; | ||
આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ, | આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ, | ||
તો હાવાં મંગલ સમ થઈ ચાહું | તો હાવાં મંગલ સમ થઈ ચાહું શ્રેયો અનંત. | ||
{{Right|માર્ચ, ૧૯૪૩}} | {{Right|માર્ચ, ૧૯૪૩}} | ||
</poem> | </poem> | ||
Revision as of 01:32, 10 May 2023
મંગલ સમ
જ્યારે જ્યારે નિરખું તુજને વસ્ત્ર લીલાં સજેલી,
ત્યારે થાતું સ્મરણ હરિયાળી ધરાનું ખિલેલી,
પત્રે પત્રે કુસુમ કુસુમે મહેકતી જ્યાં વનશ્રી,
અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી.
થાતું : તારો શિશુ થઈ ચડું ગોદ, પાલવ લપાઉં,
હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં;
થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે
અંગે અંગે તવ મુજ સુધા પૂષણા સીંચું સ્નેહે;
કિંવા થાતું : અગુણ અમિત વ્યોમ જેવો થઈને
ધારું ક્રોડે મુજ શિશુ સમી લાલિતા લાડિલીને.
ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ,
હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ;
આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ,
તો હાવાં મંગલ સમ થઈ ચાહું શ્રેયો અનંત.