યાત્રા/મેં માન્યું 'તું: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|મેં માન્યું ’તું|}} | {{Heading|મેં માન્યું ’તું|}} | ||
<poem> | {{block center| <poem> | ||
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ, | મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ, | ||
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો | જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો | ||
Line 16: | Line 16: | ||
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી, | એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી, | ||
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે! | પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે! | ||
{{Right|નવેમ્બર, ૧૯૩૮}} | |||
</poem> | {{Right|<small>નવેમ્બર, ૧૯૩૮</small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 02:12, 19 May 2023
મેં માન્યું ’તું
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર.
આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના,
તારી શીળી લઘુક દ્યુતિ આકંઠ એને ભરીને
બેઠી કેવી મુજ દરપની ચૂર્ણ જાણે કરીને
વેરી વ્યોમે, રજતવરણી રાજતી રંગમત્ત.
ના ના એને લઘુક બનવે લેશ લજજા હવે તો,
એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી,
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
નવેમ્બર, ૧૯૩૮