યાત્રા/મધુરાત્રિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 54: Line 54:
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો
રહ્યાં વિખરી થૈ ઉદાર :


રહ્યાં વિખરી થૈ ઉદાર :
{{gap|6em}}તહીં ગર્જના ઘોર કો
{{space}} તહીં ગર્જના ઘોર કો
સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં
સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં
અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?–
અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?–
Line 88: Line 88:
‘બચાવ તું! ડુબાવ તું!’
‘બચાવ તું! ડુબાવ તું!’


{{space}} અહ મિઠાશ એ સાથમાં
{{gap|6em}}અહ મિઠાશ એ સાથમાં
પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ
પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું,
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું,
Line 121: Line 121:
સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી,
સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી,
અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦
અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}
 
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}</small>
</poem>
</poem>



Revision as of 14:15, 19 May 2023

મધુરાત્રિ

ન’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની,
છતાં શરદપૂર્ણિમાથી અદકી તહીં પૂર્ણિમા
ઝગી, ઝળહળી ગઈ, ભભકભેર કો ભાસ્વરા,
અજાણ ઘરના ઊંચા ભુખર એક મેડા પરે.

હતી રજની શાંત તારક તણાં સ્મિતોથી ભરી,
અને ઘરની મેડીએ લઘુક દીપ ખૂણે છુપ્યો
હતો, મસૃણ અંધકાર નયનો છુપી ઠારતો,
કુણો મરુત-મર્મરાટ તરુઝુણ્ડ ચોપાસમાં
ઉઠી તરુવરો તણાં હૃદય સ્પર્શી કંપાવતો;
અને મરુતની ય મર્મરથી મીઠડી ગોઠડી ૧૦
સુમંદ શબદે હતી લસરતી, શું કો નાવડી
નદીજલ વિષે વહી અલસ વેગથી ત્યાં રહી.

હતી સરતી નાવ બે જણની ગોઠડીની, ન’તું
સુકાન, સઢ ના હતા, પવન યે ન ’તો; વારિનું
વહેણ સ્વયમેવ હોડી લઈ જતું ખેંચી, કદી
ઉપાડી ઘડી ત્યાં હલેસું વળી મૂકી દેતાં જ એ.
વહંતી તરણી તણા ઉરની સાથ ધીમે ધીમે
રમંત જલની મીઠી લપછપાટ આછોતરી
બની રહી અનેક ગુંજનની સૌમ્ય કો ભૂમિકા.

વળાંક તટના અનેક અણધાર્યું સૌન્દર્ય કૈં ૨૦
અચાનક છતું કરે સુપન રંગ રેલાવતું :
અડોઅડ ઊભી ઝુકી જળ પરે તટો બે દિશે
રચે હરણફાળ, દોસ્તી મહીં વૃક્ષ-હસ્તો રહે
પસારી, તટ તે, ક્રમે પટ થતાં વિશાળો, સરી
જતા ઉભય અન્યથી – તનુજ એક માબાપનાં

યથા વય વધ્યે સરે સ્વપુરુષાર્થ આરંભવા,
સરે અલગ એટલા અલગ કે ન અન્યોન્યની
રહે સ્મૃતિ કદી ય શેષ નિજ ભાંડુની હસ્તીની.

તહીં ગગનમાં ઘુમંતી બદરી ય કૈં છેલ શી
પસારી નિજ કેશ આછું ઉર ખોલી આકર્ષતી, ૩૦
ઉડે વિહગ પાંખ ખોલી, શર શાં, સીધાં વાદળો
વિષે ભળી જતાં, ટહૂક જત મૂકી પાણી પરે,
હવા પર, હિયા પરે અગમ કોક ઉચ્ચાર શી!
રહે ચમક તેજની પ્રતિતરંગટોચે સ્ફુરી
અનંત સ્મિતથી ખચ્યાં વદન અપ્સરાનાં શું કે!

અનેક નગરો વહ્યાં, તટ અનેકરંગી વહ્યો,
ઉંડાણ, ખડકો, ગુહા જલની કોતરો, ખાઈઓ,
અને કંઈક ખાડીઓ, સરિત નાનકીઓ મળી
અનંત રસરૂપનો બિખરી બ્હાર રેલી ગયાં.

હતું સ્મિત મુખો પરે, સ્ફુરત અંધકારે ય તે, ૪૦
અને સ્વરની કાકુ ઉક્તિ વદને ય કેવી રીતે
હસે લસતી, કલ્પી એ પણ શકાતું સ્હેજે; હતી
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો
રહ્યાં વિખરી થૈ ઉદાર :

તહીં ગર્જના ઘોર કો
સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં
અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?–

હવાં સરિત આ વિચાર તણી શાંત નિદ્રાબ્ધિમાં
જવાની ભળી જાણ્યું’તું, તહીંજ વ્હેણ આ વારિનાં
અરે સ્થગિત કાં થતાં?-સમય ચિંતવાનો ય ત્યાં પ૦
ન’તો, ગડગડાટ ઘોર વધિયો, મોડા ઉંચી
સળંગ જલભીંત બે તટ ભરી પ્રલંબાયલી
અદમ્ય ધસતી ટટાર રિપુસૈન્ય દુર્દાન્ત શી!

અરે જવું ક્યહીં? ક્યહીં ક્યહીં કિનાર? આરો કહીં?
થતી સ્થગિત નાવડી, ધસતું ઘોર ઘોડાપુર
ચડ્યું, વિપળ હા ઝઝૂમ્યું, ગરજ્યું અને ત્રાટક્યું!
અહા કડડભૂસ, હોડી થઈ ઊંધી, એ હોડીનાં
સવાર ઉભયે દટાઈ જલ માંહિ ગરક્યાં ક્ષણ,

અહો જલ! જલો જલો! જલદ પૂરના ઘોડલા!
બિચારી લઘુ નાવડી તણી ન ભાળ દીસે ક્યહીં! ૬૦
ત્યહીં સફરીઓ તણાં શિર થયાં ઊંચાં પાણીની
પરે કમળ બે સમાં, જલલહેર આંદોલને
ઝુલંત, દૃગ જોય, હા જહીં પ્રતપ્ત વેળુભર્યો
હતો પટ તહીં અનંત જલ શાં રહ્યાં રે લસી!

સર્યાં નજિક એ મુખો, જલતરંગ નીચે જ એ
કરો મિલન પામિયા, હૃદય બેયને સ્પર્શતું
અનંત જલધિ તણી ભરતીકેરું પાણી હતું
અગાધ સલુણું, હવે ન તરવાની હોડી હતી!
અશબ્દ રસવ્હેણમાં શિથિલ દેહને બેઉએ
સમર્પી ધોધ અબ્ધિનાં પુરની લ્હેરને ખોળલે: ૭૦
‘બચાવ તું! ડુબાવ તું!’

અહ મિઠાશ એ સાથમાં
પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું,
સુસંકુલ મહાન જીવનનું વાક્ય અંતાવી ને
વિરામવું વિરામમાં વિપુલ પૂર્ણતાના પટે!

હતો પણ વિરામ ના. નવલ કોક આરંભ ત્યાં :
નહીં મિલન, વ્રેહ ના, પણ અધિત્યકા કો નવી
રચાઈ, જ્યહીં જિન્દગી રસ નવીન ધારી રહી.

ચડ્યું ધસમસંત પૂર થઈ શાંત એ ઓસર્યું; ૮૦
અને ઉભય અંતરે નભવિહારી કો બાષ્પનું
નિરામય સુધારેલ જલબિંદુ આવી ઠર્યું,
સ્ફુરી લસી હસી રહ્યાં કમલનાં દલો એ દ્વય.

સુમંદ વદ નોમનો વિધુ ઉગ્યો તહીં પાછલા
પહોર મહીં, રાત્રિનું વદન આછું પાણ્ડું હસ્યું,
અદૃશ્ય નભ–ઓસની મૃદુલ પામરી ઊતરી
હરેક ફુલપાંદડે તૃણ તૃણે છવાઈ રહી.
અને રજનીરાણીનો સભર ગંધ લૈ નીસર્યો
પસન્ન પવમાન કુંજ પ્રતિ કુંજમાં સ્હેલતો
જગે ફરી વળ્યો, ચડ્યો ઘરની મેડીએ ને તહીં ૯૦
ઢળ્યાં શયન શાંત, મુગ્ધ નિજ ગોઠ થંભી જતાં,
અશબ્દ રવ કોઈ અંતર પ્રવાહનો પેખતાં
વિમુગ્ધતર એ ઉરો પરસતો, નવી ઊર્મિનું
રચી સ્ફુરણ બેઉને ગહન માંહિ ખેંચી ગયો.

સ્ફુરી રજનીમાં રહ્યાં અણગણ્યાં જ તારામુખો:
ન ’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની,
છતાં ય શશીના જરાક કટકા થકી બેઉની
બધી શરદપૂર્ણિમાની મધુ રાત્રિઓથી ય આ
સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી,
અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦

ઑક્ટોબર, ૧૯૩૮