યાત્રા/નયન નિમીલિત: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|નયન નિમીલિત|}} | {{Heading|નયન નિમીલિત|}} | ||
<poem> | {{block center| <poem> | ||
નયન નિમીલિત તારાં | નયન નિમીલિત તારાં | ||
{{space}} શાં ખોલે જગ રઢિયાળાં! | {{space}} શાં ખોલે જગ રઢિયાળાં! | ||
Line 25: | Line 25: | ||
નયન જરા ખાલી દે તારાં; | નયન જરા ખાલી દે તારાં; | ||
{{space}} છે વૈશ્વાનર વરસે. | {{space}} છે વૈશ્વાનર વરસે. | ||
<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૪}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 15:52, 20 May 2023
નયન નિમીલિત
નયન નિમીલિત તારાં
શાં ખોલે જગ રઢિયાળાં!
દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
પાંપણ પૂંઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
સ્થિર શિખરે જ ઠર્યું શું?
વખરીનાં શત શર ન વીંધે જે
મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે ના જીત્યાં તે
કરસંપુટ લાધ્યું શું?
એ મનના રથ ખેડણહારા,
અશ્વ મૂક્યા છોડી શું?
કોઈ પવનની પાવડી સંગે
પ્રીત અચલ જોડી શું?
કહે, અધીર અજંપાનાં અમ
તરણાં પળ પળ તલસે,
નયન જરા ખાલી દે તારાં;
છે વૈશ્વાનર વરસે.
ફેબ્રુઆરી, ૧૯૪૪