પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/પ્રાસ્તાવિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with " {{center|<big>'''પ્રાસ્તાવિક'''</big>}} {{Poem2Open}} જેમ નદીના પ્રવાહમાં બે કાષ્ઠ સાથે વહી છૂટાં પડી જાય એમ અલગ અલગ પ્રવાહમાં વહેતાં બે કાષ્ઠ મળી પણ જાય ! પ્રદ્યુમ્નભાઈને એમ જ મળવાનું થયું. વરસો પહેલાં, ‘કુ...")
 
No edit summary
Line 6: Line 6:
ઉદેપુર રેલવે-સ્ટેશને છૂટાં પડ્યા ત્યારે ફરી ક્યારે મળાશે એનો એકેય અણસાર નહોતો. એ પછીનાં વરસોમાં બે વાર મળવાનું થયું, અમદાવાદમાં. એક વાર અલપઝલપ, બીજીવાર નિરાંતે. તેમની અવનવી રસિક વાતો સાંભળતા થતું કે તેમનો એક લાંબો ‘ઇન્ટરવ્યૂ’ રેકોર્ડ કર્યો હોય તો ? પણ એ મેળ પડ્યો પરિચયનાં એકવીસ વરસ પછી ૨૦૦૪ના માર્ચમાં, નંદીગ્રામમાં. ને વરસોથી ધરબાયેલી ઈચ્છા પૂરી થઈ !

ગુજરાતમાં કવિ-ચિત્રકારનો સંયોગ વિરલ. બે અપવાદો – ગુલામ મોહમ્મદ શેખ અને પ્રદ્યુમ્ન તન્ના. પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફર અને ટેક્સટાઈલ ડિઝાઈનર પણ ખરા. લગભગ ત્રણ દાયકાથી ઈટલી સ્થાયી થયા છે, પણ સ્વદેશવાસીઓથી સહેજેય ઓછા ભારતીય નથી ! રખડવાના અઠંગ શોખીન. અત્યારે, પંચોતેર વર્ષની ઉંમરે પણ રખડવાનો આનંદ જતો ન કરે. દેશવિદેશમાં કેટલાય પ્રવાસો કર્યા હશે. આવા આ ભર્યાભર્યા કલાકારના ઘણા આયામો આ મુલાકાતમાં વણી લીધા છે. તેમની બોલચાલની ભાષાની મજા જુદી. વિસારે પડવા આવેલા કેટલાય તળપદા શબ્દો તેમને હોઠે સહજ રમતા આવે. અને ઇંગ્લિશ પણ સરસ. આ મુલાકાત દરમિયાન એમના ઇટાલિયન પત્ની રોઝાલ્બા - ચિત્રકાર, શિક્ષક અને વણાટકામના તજ્જ્ઞ - પણ હાજર હતાં. પ્રદ્યુમ્નભાઈ અહીં પાંખડીએ પાંખડીએ કેવા ખીલ્યા ખૂલ્યા છે તે તો વાચકો જ કહેશે.

{{Poem2Open}}
{{Poem2Close}}

<br>
<br>

Revision as of 02:30, 3 June 2023

પ્રાસ્તાવિક

જેમ નદીના પ્રવાહમાં બે કાષ્ઠ સાથે વહી છૂટાં પડી જાય એમ અલગ અલગ પ્રવાહમાં વહેતાં બે કાષ્ઠ મળી પણ જાય ! પ્રદ્યુમ્નભાઈને એમ જ મળવાનું થયું. વરસો પહેલાં, ‘કુમાર'નાં પાનાંઓ ૫૨ એમનાં ચિત્રો-રેખાંકનો જોયેલાં. કવિતાઓ અને લેખો વાંચેલાં પણ પ્રત્યક્ષ મળવાનું થયું ૧૯૮૩ના આસો મહિનામાં, અણધાર્યું જ, ભાવનગરમાં જયંત મેઘાણીના ઘરે. ગૌર ચહેરો, ગમતીલી હડપચી, લાંબું નાક, સુરેખ ભ્રમર, પાતળા હોઠ અને પાતળિયા કહેવાય તેવી દેહયષ્ટિ. ઈટલી ગયા ન હોત તોપણ ઈટાલિયન લાગે એવા નમણા, સોહામણા મળે ત્યારે પ્રેમથી ભેટે. તરત જ પોતાના કરી લે. ખડખડાટ હસવાનો છોભ નહીં. જયંતભાઈ ને મિત્ર મનોહર દેસાઈ, પ્રદ્યુમ્નભાઈ જોડે રાણકપુર, કુંભલગઢ, ઉદેપુરના પ્રવાસે જવાનું વિચારતા હતા. જયંતભાઈ કહે, ‘આવવું છે ?’ મારી બેકારીના દિવસો. ભીતર ઘણીય પાંખો ફફડાવું. પણ રખડવા માટેની આર્થિક જોગવાઈ નહોતી. મારો અનુત્તર જ ઉત્તર હતો ! સાનમાં સમજી જઈ સહજપણે મને સાથે લીધો ને અમારી મંડળીએ શરદઋતુમાં પ્રદ્યુમ્નભાઈ જોડે મેવાડની યાદગાર યાત્રા કરી. ઉંમરનો ભાર તો રહેવા જ દીધો નહોતો. તળભૂમિની નાનાવિધ જનજાતિઓ અને એમની કલાના પ્રકારો અને પરંપરા સાથેનો એમનો અનુરાગ એ ભ્રમણ દરમિયાન પમાયો. પ્રદ્યુમ્નભાઈ તો મેવાડ એ પહેલાંયે ફરી ચૂક્યા હતા, છતાં એ જ ઉમંગ, એ જ વિસ્મય ! ઉદેપુર રેલવે-સ્ટેશને છૂટાં પડ્યા ત્યારે ફરી ક્યારે મળાશે એનો એકેય અણસાર નહોતો. એ પછીનાં વરસોમાં બે વાર મળવાનું થયું, અમદાવાદમાં. એક વાર અલપઝલપ, બીજીવાર નિરાંતે. તેમની અવનવી રસિક વાતો સાંભળતા થતું કે તેમનો એક લાંબો ‘ઇન્ટરવ્યૂ’ રેકોર્ડ કર્યો હોય તો ? પણ એ મેળ પડ્યો પરિચયનાં એકવીસ વરસ પછી ૨૦૦૪ના માર્ચમાં, નંદીગ્રામમાં. ને વરસોથી ધરબાયેલી ઈચ્છા પૂરી થઈ ! ગુજરાતમાં કવિ-ચિત્રકારનો સંયોગ વિરલ. બે અપવાદો – ગુલામ મોહમ્મદ શેખ અને પ્રદ્યુમ્ન તન્ના. પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફર અને ટેક્સટાઈલ ડિઝાઈનર પણ ખરા. લગભગ ત્રણ દાયકાથી ઈટલી સ્થાયી થયા છે, પણ સ્વદેશવાસીઓથી સહેજેય ઓછા ભારતીય નથી ! રખડવાના અઠંગ શોખીન. અત્યારે, પંચોતેર વર્ષની ઉંમરે પણ રખડવાનો આનંદ જતો ન કરે. દેશવિદેશમાં કેટલાય પ્રવાસો કર્યા હશે. આવા આ ભર્યાભર્યા કલાકારના ઘણા આયામો આ મુલાકાતમાં વણી લીધા છે. તેમની બોલચાલની ભાષાની મજા જુદી. વિસારે પડવા આવેલા કેટલાય તળપદા શબ્દો તેમને હોઠે સહજ રમતા આવે. અને ઇંગ્લિશ પણ સરસ. આ મુલાકાત દરમિયાન એમના ઇટાલિયન પત્ની રોઝાલ્બા - ચિત્રકાર, શિક્ષક અને વણાટકામના તજ્જ્ઞ - પણ હાજર હતાં. પ્રદ્યુમ્નભાઈ અહીં પાંખડીએ પાંખડીએ કેવા ખીલ્યા ખૂલ્યા છે તે તો વાચકો જ કહેશે.