કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૮. વેલી ને વૃક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
({{SetTitle}})
 
Line 1: Line 1:
{{SetTitle}}
<center><big>'''૪૮. વેલી ને વૃક્ષ'''</big><br>
<center><big>'''૪૮. વેલી ને વૃક્ષ'''</big><br>
(શાર્દૂલવિક્રીડિત)</center>
(શાર્દૂલવિક્રીડિત)</center>

Latest revision as of 02:39, 13 June 2023

૪૮. વેલી ને વૃક્ષ
(શાર્દૂલવિક્રીડિત)

સજની તમે રે વેલી ને અમે વૃક્ષ
સરજનહારે સરજિયાં હો જી.
(વૈતાલીય)
સજની સરજાઈ વલ્લી તું,
દ્રુમ હું, હસ્ત પસારી લૈ તને
કરવા ચહું ધન્ય આત્મને
સરજ્યો તાડ પરંતુ સર્જકે!
સજની તમે રે વેલી ને અમે તાડ
સરજનહારે સરજિયાં હો જી!
જકડાઈ રહી જમીનમાં
વિણ આશા વિણ ઉન્નતિ સદા
કુસુમો હિમબિન્દુ સાથ હું
ગરતાં ધૂલિ નિહાળું તાહરાં!
સજની તમારે રોવું ને મારે જોવું
સરજનહારે માંડિયું હો જી.
(મિશ્રોપજાતિ)
મર્યાદવેલી સજની! સ્રજી તને
ભૂમિ અને સાગરની સીમા પરે,
અને અહીં એકલ હું રહ્યો ઊભો
તને અને સાગરને નિહાળતો
સજની તમે રે વેલી ને અમે વૃક્ષ
સરજનહારે સરજિયાં હો જી.
અનહદ સાગર કેરી સમક્ષ
ઝૂરતાં ને ઝૂલતાં ભલે રિયાં હો જી.4

(શેષનાં કાવ્યો, પૃ. ૬૦-૬૧)