વસુધા/પૂલના થાંભલાઓ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂલના થાંભલાઓ|}} <poem> અમે ઉપવને ઉગ્યા, જળભર્યા, કથ્યા કાવ્યમાં, સુકોમળ સુચારૂસ્પર્શ, કદલી તણા સ્થંભ ના; ન વા ભવન–ઓટલે લઘુક માળ બેચારનો શિરે ધરત ભાર પૂતલીમઢ્યા વળી થાંભલા. ન મસ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
ન મસ્જિદ મહીં અનેક મળી એક ધાબું ધરી | ન મસ્જિદ મહીં અનેક મળી એક ધાબું ધરી | ||
શિરે | શિરે મસૃણ ગાદલા સમું ઉભેલ સ્થંભો ઘણા; | ||
ન વા દ્રવિડદેશ–મંદિર વિષે | ન વા દ્રવિડદેશ–મંદિર વિષે પુ દુ મં ડ પો | ||
મહીં નખશિખાન્ત કામ્ય કલદેહ સ્થંભો અમે; | મહીં નખશિખાન્ત કામ્ય કલદેહ સ્થંભો અમે; | ||
અમે ન ગિરિઅંગથી | અમે ન ગિરિઅંગથી ખણીખુતી ગુફાઓ વિષે | ||
ઉભા અસલરૂપ નામ બસ થંભનું ધારતા; ૧૦ | ઉભા અસલરૂપ નામ બસ થંભનું ધારતા; ૧૦ | ||
ન કે શિર પરે જ ભાર ધરી માત્ર | ન કે શિર પરે જ ભાર ધરી માત્ર નિર્ભાર આ | ||
મહા નભ | મહા નભ તણો—તથા વિલય ક્યારના યે થયા | ||
જનો ’મરની | જનો ’મરની કીર્તિનો—અચલ કીર્તિસ્થંભો અમે. | ||
અમે અગણ સ્થંભસૃષ્ટિ મહીં કો અનોખા સદા; | અમે અગણ સ્થંભસૃષ્ટિ મહીં કો અનોખા સદા; | ||
Line 32: | Line 32: | ||
પછીત પર ટેકવી ડગ જલોની નીચે વસ્યા! | પછીત પર ટેકવી ડગ જલોની નીચે વસ્યા! | ||
સુપંક મહીં | સુપંક મહીં યે અકંપ ડગલે ધીરે ઊતરી | ||
અને પછી કઠોર કૈં પડ ધરા તણાં વીંધતા | અને પછી કઠોર કૈં પડ ધરા તણાં વીંધતા | ||
જઈ, મથીમથી મહા તસુતસુ જ જીત્યે જતા | જઈ, મથીમથી મહા તસુતસુ જ જીત્યે જતા | ||
Line 44: | Line 44: | ||
અને રિવટની નસેનસ સિવાઈ જાવું બધે! | અને રિવટની નસેનસ સિવાઈ જાવું બધે! | ||
અમારું વ્રત ઉગ્ર, | અમારું વ્રત ઉગ્ર, એકલતણી નિરાંતો તજી | ||
કરોકર ભિડાવી નિત્ય અવિયોજ્ય યુગ્મો બની, | |||
કતાર મહીં | કતાર મહીં થૈ ખડા, મગજ સંકળાવી બધાં, | ||
તજી અલગતા, | તજી અલગતા, અડોઅડ—સુદૂર તો યે—થવું | ||
અને ધરતીભારને વહત શેષ શો વિસ્તૃત | અને ધરતીભારને વહત શેષ શો વિસ્તૃત | ||
પ્રલંબ શિર | પ્રલંબ શિર ધારવો બૃહદ પૂલ દુર્ભાર કો! ૪૦ | ||
પરાર્ધ ટન | પરાર્ધ ટન બોજ શીશ, પગમાં પરાર્ધાશ્વનાં | ||
પ્રચંડ વહનોની ચૂડ, | પ્રચંડ વહનોની ચૂડ, ઉભયો મહીં સ્થૈર્યને | ||
રહેવું નિત સાચવી, ન ખસવું, નહીં કંપવું, | રહેવું નિત સાચવી, ન ખસવું, નહીં કંપવું, | ||
અખંડ જગની સમસ્ત ગતિઓની કૈં ગંગને | અખંડ જગની સમસ્ત ગતિઓની કૈં ગંગને | ||
Line 59: | Line 59: | ||
અહીં જનપદોની હેઠ અમ નિત્ય ચર્યા છતાં | અહીં જનપદોની હેઠ અમ નિત્ય ચર્યા છતાં | ||
અમે વિજનમાં વસ્યા; અમ પરે ન આંખો પડે | અમે વિજનમાં વસ્યા; અમ પરે ન આંખો પડે | ||
અમો પર પસાર | અમો પર પસાર થૈ જત તણી; અમોને નહિ | ||
મનુષ્યકરસ્પર્શ, ના | મનુષ્યકરસ્પર્શ, ના વિરહિણી અઢેલી ઉભે, | ||
રમે ન શિશુ સાથ, ના | રમે ન શિશુ સાથ, ના દૃગ ઢળે કલાભક્તનાં, ૫૦ | ||
ન | ન તૈલરસમર્દનો, કુસુમગંધનાં અર્ચનો! | ||
અહીં છ ઘમસાણ નિત્ય, જલઓઘ ગાંડા થઈ | અહીં છ ઘમસાણ નિત્ય, જલઓઘ ગાંડા થઈ | ||
ધસી ઉમટતા સુદૂર થકી સૈન્યટોળાં લઈ; | ધસી ઉમટતા સુદૂર થકી સૈન્યટોળાં લઈ; | ||
અહીં મકરદંષ્ટ્ર ને | અહીં મકરદંષ્ટ્ર ને જળચરોની જિહ્વા—ચુમી, | ||
તુટેલ તટમાટી-મર્દન, તણાયલાં વૃક્ષની | તુટેલ તટમાટી-મર્દન, તણાયલાં વૃક્ષની | ||
સુકંટકની અર્ચના જ; અહીં પાળ થાતી વળી | સુકંટકની અર્ચના જ; અહીં પાળ થાતી વળી | ||
મુવેલ પશુઓની, ને વમળની ઘણી વંતરી | મુવેલ પશુઓની, ને વમળની ઘણી વંતરી | ||
અહીં નરતતી, પરંતુ દૃઢપાદ ઊભા અમે | અહીં નરતતી, પરંતુ દૃઢપાદ ઊભા અમે | ||
ગણો શું શિવના ભયાનક ભૂતાવળોને વિષે! | |||
અમારી સહુ સાધના અચલતાની, ઊંડાણની, ૬૦ | અમારી સહુ સાધના અચલતાની, ઊંડાણની, ૬૦ | ||
જગદ્ભરઉઠાવ કેરી; અમ બંધુઓની મૃદુ | |||
સુકોમલ સુરમ્ય જીવનકલા અમારે નહીં | સુકોમલ સુરમ્ય જીવનકલા અમારે નહીં | ||
ખપે; પરમતોષ આ જળ વિષે સદાના ખડા | ખપે; પરમતોષ આ જળ વિષે સદાના ખડા |
Latest revision as of 16:00, 16 June 2023
અમે ઉપવને ઉગ્યા, જળભર્યા, કથ્યા કાવ્યમાં,
સુકોમળ સુચારૂસ્પર્શ, કદલી તણા સ્થંભ ના;
ન વા ભવન–ઓટલે લઘુક માળ બેચારનો
શિરે ધરત ભાર પૂતલીમઢ્યા વળી થાંભલા.
ન મસ્જિદ મહીં અનેક મળી એક ધાબું ધરી
શિરે મસૃણ ગાદલા સમું ઉભેલ સ્થંભો ઘણા;
ન વા દ્રવિડદેશ–મંદિર વિષે પુ દુ મં ડ પો
મહીં નખશિખાન્ત કામ્ય કલદેહ સ્થંભો અમે;
અમે ન ગિરિઅંગથી ખણીખુતી ગુફાઓ વિષે
ઉભા અસલરૂપ નામ બસ થંભનું ધારતા; ૧૦
ન કે શિર પરે જ ભાર ધરી માત્ર નિર્ભાર આ
મહા નભ તણો—તથા વિલય ક્યારના યે થયા
જનો ’મરની કીર્તિનો—અચલ કીર્તિસ્થંભો અમે.
અમે અગણ સ્થંભસૃષ્ટિ મહીં કો અનોખા સદા;
ફુટ્યા જલ ચુસી નથી, જડી લીધેલ કે ખાંભીએ
નથી, ખડકથી ખણેલ નહિ, કે ધરાપૃષ્ઠમાં
જરાક ધરબાઈ આ અચલ શા ઉભેલા અમે.
અમે સરલતા તણા નહિ ઉપાસકો એહવા!
સુચંચલ પ્રવાહમાં અચલતા તણી સાધના
અમારી; અતિ આર્દ્ર કોમલ સ્વરૂપનાં નીરની ૨૦
અકોમલ કઠોરતા સહ જમાવી સંઘટ્ટના
અમે ઉતરતા ઊંડે, તરલ વારિ–ઓઘો તણા
વહી જત છતાં સદા ટકત ઉગ્ર આઘાતની
પછીત પર ટેકવી ડગ જલોની નીચે વસ્યા!
સુપંક મહીં યે અકંપ ડગલે ધીરે ઊતરી
અને પછી કઠોર કૈં પડ ધરા તણાં વીંધતા
જઈ, મથીમથી મહા તસુતસુ જ જીત્યે જતા
અને અતલમાં ખુંતી સ્થિર થતા જ પાતાલમાં.
ચડી ઉતરવાનું નાસરલતાથી સંઘાડ પે,
ન કે તન સજાવવાનું મૃદુતાભર્યા ટાંકણે; ૩૦
પરંતુ ઉદરે ભરી પથર રેત સીસાં કંઈ
રહેવું બની ભીમના અચલ પાય જેવા સદા,
કણેકણ રચાવું, અંગ પ્રતિ અંગ સંધાડવાં
અને રિવટની નસેનસ સિવાઈ જાવું બધે!
અમારું વ્રત ઉગ્ર, એકલતણી નિરાંતો તજી
કરોકર ભિડાવી નિત્ય અવિયોજ્ય યુગ્મો બની,
કતાર મહીં થૈ ખડા, મગજ સંકળાવી બધાં,
તજી અલગતા, અડોઅડ—સુદૂર તો યે—થવું
અને ધરતીભારને વહત શેષ શો વિસ્તૃત
પ્રલંબ શિર ધારવો બૃહદ પૂલ દુર્ભાર કો! ૪૦
પરાર્ધ ટન બોજ શીશ, પગમાં પરાર્ધાશ્વનાં
પ્રચંડ વહનોની ચૂડ, ઉભયો મહીં સ્થૈર્યને
રહેવું નિત સાચવી, ન ખસવું, નહીં કંપવું,
અખંડ જગની સમસ્ત ગતિઓની કૈં ગંગને
રહી જ ઝિલવી જટા મહીં અનેક થૈ શંકર!
અહીં જનપદોની હેઠ અમ નિત્ય ચર્યા છતાં
અમે વિજનમાં વસ્યા; અમ પરે ન આંખો પડે
અમો પર પસાર થૈ જત તણી; અમોને નહિ
મનુષ્યકરસ્પર્શ, ના વિરહિણી અઢેલી ઉભે,
રમે ન શિશુ સાથ, ના દૃગ ઢળે કલાભક્તનાં, ૫૦
ન તૈલરસમર્દનો, કુસુમગંધનાં અર્ચનો!
અહીં છ ઘમસાણ નિત્ય, જલઓઘ ગાંડા થઈ
ધસી ઉમટતા સુદૂર થકી સૈન્યટોળાં લઈ;
અહીં મકરદંષ્ટ્ર ને જળચરોની જિહ્વા—ચુમી,
તુટેલ તટમાટી-મર્દન, તણાયલાં વૃક્ષની
સુકંટકની અર્ચના જ; અહીં પાળ થાતી વળી
મુવેલ પશુઓની, ને વમળની ઘણી વંતરી
અહીં નરતતી, પરંતુ દૃઢપાદ ઊભા અમે
ગણો શું શિવના ભયાનક ભૂતાવળોને વિષે!
અમારી સહુ સાધના અચલતાની, ઊંડાણની, ૬૦
જગદ્ભરઉઠાવ કેરી; અમ બંધુઓની મૃદુ
સુકોમલ સુરમ્ય જીવનકલા અમારે નહીં
ખપે; પરમતોષ આ જળ વિષે સદાના ખડા
તપશ્ચરણમાં બધી સફલતા અમારે અહીં
અનસ્ત અફળાટમાં, સરલ, સૌ ખુણાખાંચથી
વિમુક્ત અમ અંગ, ભંગ નહિ કામિનીકાય શા,
અમે પરમ દાઢર્યપૂર્ણ, જગ કેરી તોતીંગતા
ઉતારી અમમાં, ખડા પરમ વિશ્વચાંચલ્યનાં
તલો અતલમાં, અનંત પુરુષાર્થી તે ઇન્દ્રનાં
ભરાવી નખ બાઝિયાં અતુલ વજ્રનાં આંગળાં! ૭૦