ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/બાપુનો કૂતરો: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 4: Line 4:
વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત આકડિયા ગામમાં આવતી હતી. એ પચ્ચીસ હજારના જાગીરદારની વાટ જોવાતી હતી, જોવરાવવામાં આવતી હતી.
વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત આકડિયા ગામમાં આવતી હતી. એ પચ્ચીસ હજારના જાગીરદારની વાટ જોવાતી હતી, જોવરાવવામાં આવતી હતી.

જોકે તલાટીએ તો આજકાલ કરતાં આઠ દિવસથી દૂધની તાંબડી ભરાવી રાખવા માંડી હતી. ‘બાપુનું ભલું પૂછવું. કઈ ઘડીએ આવતાક ને ઊભા રે’… ખાટલા, ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને બહારગામ ન જવાની હિદાયત કરી દેવામાં આવી હતી. રાવળિયા, ચમાર, નાઈ અને ગામના બે-ત્રણ ચોકિયાતો તો ચોવીસ કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર ખાવા જતા તે પણ બદલીમાં બીજાને મૂકીને.
જોકે તલાટીએ તો આજકાલ કરતાં આઠ દિવસથી દૂધની તાંબડી ભરાવી રાખવા માંડી હતી. ‘બાપુનું ભલું પૂછવું. કઈ ઘડીએ આવતાંક ને ઊભા રે’… ખાટલા, ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને બહારગામ ન જવાની હિદાયત કરી દેવામાં આવી હતી. રાવળિયા, ચમાર, નાઈ અને ગામના બે-ત્રણ ચોકિયાતો તો ચોવીસ કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર ખાવા જતા તે પણ બદલીમાં બીજાને મૂકીને.

પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોઈ, બે સિપાહી, ત્રણ ચાકર અને એમ રસાલો પણ ઢોર હડતાં પહેલાં આવી ચૂક્યો. કોણ જાણે કેમ ગામમાં એક જાતનો ‘હબાકો – દેકાર દેવાઈ ગયો.
પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોઈ, બે સિપાહી, ત્રણ ચાકર અને એમ રસાલો પણ ઢોર હડતાં પહેલાં આવી ચૂક્યો. કોણ જાણે કેમ ગામમાં એક જાતનો ‘હબાકો – દેકાર દેવાઈ ગયો.
Line 22: Line 22:
કટ દઈને આગળનું બારણું ઊઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઊતર્યા એ સાથે જ વાળથી ભરેલું, લાંબા લાંબા કાન અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઊતર્યા.
કટ દઈને આગળનું બારણું ઊઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઊતર્યા એ સાથે જ વાળથી ભરેલું, લાંબા લાંબા કાન અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઊતર્યા.

ઠાકોરની ઉમ્મર અઠ્ઠાવીસેકની હતી. કાઠું મજબૂત હતું. પરંતુ મોંનો. ઘાટ એટલો બધો સારો ન હતો. હા, કપડાં ‘અપ ટુ ડેટ’ – ‘અપ ટુ ડેટ’ એટલે કે કોટ, પાટલૂન, ટાઈ, હેટ, મોજાં, બૂટ, રિસ્ટવોચ, ચશમાં (શોખનાં) અને ટચલી આંગળીએ વેઢ. એક હાથમાં સોટી, બીજા હાથમાં સાંકળ જેવું કશુંક હતું… સ્ટીમરમાંથી જ સીધા ન ઊતરતા હોય!
ઠાકોરની ઉમ્મર અઠ્ઠાવીસેકની હતી. કાઠું મજબૂત હતું. પરંતુ મોંનો. ઘાટ એટલો બધો સારો ન હતો. હા, કપડાં ‘અપ ટુ ડેટ’ – ‘અપ ટુ ડેટ’ એટલે કે કોટ, પાટલૂન, ટાઈ, હેટ, મોજાં, બૂટ, રિસ્ટવોચ, ચશ્માં (શોખનાં) અને ટચલી આંગળીએ વેઢ. એક હાથમાં સોટી, બીજા હાથમાં સાંકળ જેવું કશુંક હતું… સ્ટીમરમાંથી જ સીધા ન ઊતરતા હોય!

પણ સાચું પૂછો તો એકઠાં થઈ ગયેલાં ગામનાં માણસોમાંથી કોઈનુંય ધ્યાન ઠાકોર તરફ ન હતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ રહેતી.
પણ સાચું પૂછો તો એકઠાં થઈ ગયેલાં ગામનાં માણસોમાંથી કોઈનુંય ધ્યાન ઠાકોર તરફ ન હતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ રહેતી.
Line 50: Line 50:
લોકોમાં વળી એક થરથરાટી ફરી વળી: ‘ઓ બાપ! શો જબરો એનો સાદ છે! જાણે વાઘ બોલ્યો…’
લોકોમાં વળી એક થરથરાટી ફરી વળી: ‘ઓ બાપ! શો જબરો એનો સાદ છે! જાણે વાઘ બોલ્યો…’

‘અરે શાના વાઘ!’ એક જુવાને વાંધો ઉઠાવ્યો. ‘આવવા દો જોઉં જરા ફળીનાં કૂતરાં ભેગો. ફાંફોડી ખાય છે કે મૂકે છે? એ તો બધાં રૂપનાં રૂડાં! આના કરતાં તો આપણાં પેલાં ચમારાનાં કૂતરાં – ને વણજારાનાં તો. વળી ભાળ્યા જ નથી ત્યારે..’
‘અરે શાના વાઘ!’ એક જુવાને વાંધો ઉઠાવ્યો. ‘આવવા દો જોઉં જરા ફળીનાં કૂતરાં ભેગો. ફાંફોડી ખાય છે કે મૂકે છે? એ તો બધાં રૂપનાં રૂડાં! આના કરતાં તો આપણાં પેલાં ચમારાનાં કૂતરાં – ને વણજારાનાં તો. વળી ભાળ્યાં જ નથી ત્યારે..’

ગામલોકો ઇચ્છી રહ્યા કે બાપુ જરા સીલુભાઈને વહેતો મૂકે ને આ શિયાળવાં સરખાં કૂતરાંને ચમત્કાર દેખાડે! અને તેથી જ તો ગામનાં પેલાં કૂતરાંને કોઈ હાંકતું ન હતું ને? કોઈએ પેલા જાનુમિયાંને પણ વીનવી જોયા: ‘જાનુભાઈ, જરા જવા દો તો ભલા માણસ; સીલુભાઈને જરા બા’ર તો નીકળવા દો. આ કૂતરાં તો એવા પગમાં પૂંછડી ઘાલીને નાસશે કે…જરા મઝા આવશે.’

Line 100: Line 100:
કેમ? તારી પછેડી સાફ કરવા? બાપુને સામે જ હસવું આવ્યું.
કેમ? તારી પછેડી સાફ કરવા? બાપુને સામે જ હસવું આવ્યું.

ક્ષણભર તો પેલા લોકો ને સમજ્યા પણ જ્યારે સમજ્યા ત્યારે પેલા ડોસાએ પણ ટીકા કરી: ‘તારી પછેડી કરતાં તો સીલુભાઈ ઊજળા છે.’ ત્યારે તો આખીય ચોપાડ પેલા જુવાન ઉપર હસી પડી.
ક્ષણભર તો પેલા લોકો સમજ્યા પણ જ્યારે સમજ્યા ત્યારે પેલા ડોસાએ પણ ટીકા કરી: ‘તારી પછેડી કરતાં તો સીલુભાઈ ઊજળા છે.’ ત્યારે તો આખીય ચોપાડ પેલા જુવાન ઉપર હસી પડી.

જુવાન છોભીલો પડી ગયો ને રીસેય ચઢીઃ ‘હવે ગમે તેવું ઊજળું તોય કૂતરું જ ને?–’
જુવાન છોભીલો પડી ગયો ને રીસેય ચઢીઃ ‘હવે ગમે તેવું ઊજળું તોય કૂતરું જ ને?–’
Line 112: Line 112:
એક ક્ષણ માટે લોકોની આંખોમાં, ‘આ ગોરા મલકનું કૂતરું ચા કેમ પીએ છે એ તો જોઈએ!’ એ સવાલ ઇન્તેજારી બનીને ઊભો રહ્યો.
એક ક્ષણ માટે લોકોની આંખોમાં, ‘આ ગોરા મલકનું કૂતરું ચા કેમ પીએ છે એ તો જોઈએ!’ એ સવાલ ઇન્તેજારી બનીને ઊભો રહ્યો.

મુખી બીજો ઢોલ મંગાવવાની વેતરણ કરવા લાગ્યા. નાયીને કહ્યું: ‘તું લાવને કપ મારા હાથમાં. ને જા કુબેર કટારાને ત્યાંથી ઢોલ લઈ આવ ને?’
મુખી બીજો ઢોલ મંગાવવાની વેતરણ કરવા લાગ્યા. નાયીને કહ્યું: ‘તું લાવને કપ મારા હાથમાં. ને જા કુબેર કટારાને ત્યાંથી ઢોલ લઈ આવને?’

બાપુ બોલી ઊઠ્યા: ‘અરે ગધેડો છે કે શું? એને શું કરવો છે ઢોલ? ને એ કંઈ આ કપરકાબીમાં ચા પીવાનો છે?’ ઠાકોરે બરાડો પાડ્યો: ક્યાં મરી ગયા પેલા ચાકર?–’
બાપુ બોલી ઊઠ્યા: ‘અરે ગધેડો છે કે શું? એને શું કરવો છે ઢોલ? ને એ કંઈ આ કપરકાબીમાં ચા પીવાનો છે?’ ઠાકોરે બરાડો પાડ્યો: ક્યાં મરી ગયા પેલા ચાકર?–’

અંદર ગરમાગરમ ચા પીતા બેઠેલા ચાકર અને સિપાહી બધાયને ફાળ પાડી… પણ એ લોકો અહીં આવી પહોંચે તે પહેલા બધું થાળે પડી ગયું હતું.
અંદર ગરમાગરમ ચા પીતા બેઠેલા ચાકર અને સિપાહી બધાયને ફાળ પડી… પણ એ લોકો અહીં આવી પહોંચે તે પહેલા બધું થાળે પડી ગયું હતું.

સીલુભાઈ માટે જમીન પર ગોદડું પણ પથરાઈ ચૂક્યું હતું અને થાળી પણ આવી લાગી હતી.
સીલુભાઈ માટે જમીન પર ગોદડું પણ પથરાઈ ચૂક્યું હતું અને થાળી પણ આવી લાગી હતી.
Line 128: Line 128:
વળી પાછી લોકોની ઇન્તેજારી વધી પડી. ત્યાં સુધી કે પેલા ચોકિયાતોએ પણ ગામનાં કૂતરાંને ખાસ ન હાંક્યાં. ઘણા તો વળી ઇચ્છવા લાગ્યા: ‘અમારી ફળીવાળો પેલો કાણિયો કૂતરો જો આવ્યો હોત! ને અમારી ફળીની પેલી કાબરી કૂતરી કમ છે કે…’

અને સીલુભાઈ ચા પી લે, બાપુ પેલી થઈ, બૂટ, મોજાં ઉતારે તે પહેલા કાણિયો ને કાબરી આવી લાગ્યાં હતાં…
અને સીલુભાઈ ચા પી લે, બાપુ બૂટ, મોજાં ઉતારે તે પહેલા કાણિયો ને કાબરી આવી લાગ્યાં હતાં…

બાપુ પૉલિશ કરેલા પટામાં ચાંદી સરખી ચકચકાટ કરતી સાંકળ ભરવવા એક છેડો હાથમાં લઈ ચોપાડ બહાર નીકળ્યા. લગભગ આખુંય ગામ જાણે કોઈ મદારીનો ખેલ થતો ન હોય તેમ આસપાસનાં મકાનોનાં નેવાંમાં ઠઠ વળ્યું.
બાપુ પૉલિશ કરેલા પટામાં ચાંદી સરખી ચકચકાટ કરતી સાંકળ ભરાવવા એક છેડો હાથમાં લઈ ચોપાડ બહાર નીકળ્યા. લગભગ આખુંય ગામ જાણે કોઈ મદારીનો ખેલ થતો ન હોય તેમ આસપાસનાં મકાનોનાં નેવાંમાં ઠઠ વળ્યું.

બાપુએ ગામના કૂતરાં આડે ફરતાં પેલા ગામલોકોને વાયો: આવવા દે ’લ્યા. એ બુથ્થડ. હટી જા તું એક બાજુ..’ અને સીલુને હુકમ કર્યો: ‘ગો ઓન, સલુ.
બાપુએ ગામનાં કૂતરાં આડે ફરતાં પેલાં ગામલોકોને વાર્યાં: આવવા દે ’લ્યા. એ બુથ્થડ. હટી જા તું એક બાજુ..’ અને સીલુને હુકમ કર્યો: ‘ગો ઓન, સલુ.

સીલુ, સામે ઊભી ઘુરકિયાં કરતા પેલા કાણિયા કૂતરા તરફ ધસ્યો. કાણિયો બે ડગ પાછો ભાગ્યો. બાપુ હસ્યા: ‘એમ ભાગે છે શું? આવને જરા સામે.’
સીલુ, સામે ઊભી ઘુરકિયાં કરતા પેલા કાણિયા કૂતરા તરફ ધસ્યો. કાણિયો બે ડગ પાછો ભાગ્યો. બાપુ હસ્યા: ‘એમ ભાગે છે શું? આવને જરા સામે.’
Line 140: Line 140:
એ જ ઘડીએ બૂમ સંભળાઈ, ‘બાપુ, પેલી કાબરી–’
એ જ ઘડીએ બૂમ સંભળાઈ, ‘બાપુ, પેલી કાબરી–’

પણ તે પહેલાં તો કાબરી બાપુના પગે બચકું ભરી પાછી પણ વળી ચૂકી હતી. બીધેલા બાપુના હાથમાંથી સીલુ પણ છૂટો થઈ ગયો. ગડબડ મચી ગઈ. ગભરાટ થઈ રહ્યો… કેટલાક જણા બાપુનો પગ જોવા મંડ્યા તો કેટલાક વળી ગામનાં કૂતરામાં ઘેરાઈ વળેલા સલુને બચાવવા લાગી ગયા. સીલને બચાવવાનું કામ ભારે થઈ પડ્યું હતું. ગામનાં લગભગ પચ્ચીસેક કૂતરાંમાં સીલુનો પત્તો જ નહોતો લાગતો. ઘણાય પથ્થર ફેંકાયા. અરે લગભગ વરસાદ વરસ્યો. કોઈ કોઈ તો વળીઓ તાણી લાવીને દોડ્યા, પરંતુ પેલાં કૂતરાં – અરે એક-બે તો તમ્મર ખાઈને પડ્યાં તો બે-ચાર ભાગ્યાં પણ ખરાં, પણ તોય સીલુના પેલા ઊડતા વાળ સિવાય કશું જ નહોતું દેખાતું… જ્યારે એના બરાડા તો કાન – અરે બાપુનું તો કાળજું પણ ફાડી નાખતા હતા. બાપુએ ઘાંટો પાડ્યો: ‘અરે ક્યાં મરી ગયા બધા? મારી બંદૂક લાવો.’
પણ તે પહેલાં તો કાબરી બાપુના પગે બચકું ભરી પાછી પણ વળી ચૂકી હતી. બીધેલા બાપુના હાથમાંથી સીલુ પણ છૂટો થઈ ગયો. ગડબડ મચી ગઈ. ગભરાટ થઈ રહ્યો… કેટલાક જણા બાપુનો પગ જોવા મંડ્યા તો કેટલાક વળી ગામનાં કૂતરામાં ઘેરાઈ વળેલા સીલુને બચાવવા લાગી ગયા. સીલુને બચાવવાનું કામ ભારે થઈ પડ્યું હતું. ગામનાં લગભગ પચ્ચીસેક કૂતરાંમાં સીલુનો પત્તો જ નહોતો લાગતો. ઘણાય પથ્થર ફેંકાયા. અરે લગભગ વરસાદ વરસ્યો. કોઈ કોઈ તો વળીઓ તાણી લાવીને દોડ્યા, પરંતુ પેલાં કૂતરાં – અરે એક-બે તો તમ્મર ખાઈને પડ્યાં તો બે-ચાર ભાગ્યાં પણ ખરાં, પણ તોય સીલુના પેલા ઊડતા વાળ સિવાય કશું જ નહોતું દેખાતું… જ્યારે એના બરાડા તો કાન – અરે બાપુનું તો કાળજું પણ ફાડી નાખતા હતા. બાપુએ ઘાંટો પાડ્યો: ‘અરે ક્યાં મરી ગયા બધા? મારી બંદૂક લાવો.’

લોકોમાં થરથરાટી બોલી ગઈ.
લોકોમાં થરથરાટી બોલી ગઈ.
Line 152: Line 152:
બાપુની બેનાળી બંદૂક કરતાંય પેલી ભૂખરી આંખો વધારે ભયંકર હતી. તો શાન્તિ તો વળી એથીય કારમી હતી અને એ શાન્તિ તોડતા મરણપંથે પડેલા પેલા બે-ચાર કૂતરાના આર્તનાદો તો વળી એટલી હદે ભય પમાડતા હતા કે આસપાસ ઊભેલાં ગામલોકો પણ છટકવા લાગ્યાં. બાપુની આસપાસ ઊભેલાં વીસ-પચ્ચીસ માણસો પણ છૂ થઈ જાત, પરંતુ એમને પગ ઉપાડવો – અરે હાલવું એ ઊભા રહેવા કરતાં વધારે જોખમભર્યું લાગતું હતું.

બાપુ બરાડી ઊઠ્યા: ‘શું ઊભા રહ્યા છો ઈડિયટ બધા? જાઓ, ને ગામમાંથી એકેએક કૂતરું સામેના પેલા નવેલા (બે ઘર વચ્ચેની જગ્યા) આગળ હાંકી લાવો. ને ગામમાં બધાંને કહી દો કે એ તરફ કોઈ ફરકે નહિ; ફરકશે ને મરી જશે તો એ જાણે. જાઓ જલદી કરો.’
બાપુ બરાડી ઊઠ્યા: ‘શું ઊભા રહ્યા છો ઈડિયટ બધા? જાઓ, ને ગામમાંથી એકેએક કૂતરું સામેના પેલા નવેળા (બે ઘર વચ્ચેની જગ્યા) આગળ હાંકી લાવો. ને ગામમાં બધાંને કહી દો કે એ તરફ કોઈ ફરકે નહિ; ફરકશે ને મરી જશે તો એ જાણે. જાઓ જલદી કરો.’

સૌ કોઈને જવામાં જ સલામતી લાગતી હતી. એક મિનિટમાં તો ત્યાં બાપુ સિવાય માનવી નામે કોઈ ન હતું.
સૌ કોઈને જવામાં જ સલામતી લાગતી હતી. એક મિનિટમાં તો ત્યાં બાપુ સિવાય માનવી નામે કોઈ ન હતું.
17,582

edits