કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૨. એક ને એક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 19: Line 19:
એક ને એક, એક થાય!
એક ને એક, એક થાય!


<small>૮ ડિસેમ્બર ’૬૭<br>મણિનગર</small>
<small>૮ ડિસેમ્બર ’૬૭<br>અડિસ અબાબા</small>
{{gap|8em}}<small>(સાયુજ્ય, પૃ. ૪૫)</small></poem>}}
{{gap|8em}}<small>(સાયુજ્ય, પૃ. ૪૫)</small></poem>}}



Latest revision as of 02:33, 15 September 2023


૨૨. એક ને એક

(જો બે થાય, તારું-મારું શું રંધાય?)
પહાડ ઊંચે આકાશ અડે તો —
એક ને એક, એક થાય;
ઝરણું નીચે ખીણ દડે તો —
એક ને એક, એક થાય;
જલ સ્થિર પર જો કમલ ખીલે તો —
એક ને એક, એક થાય;
ધરતી માનસ-તેજ ઝીલે તો—
એક ને એક, એક થાય;
સ્મરણે પથે જો તું આવે તો—
એક ને એક, એક થાય;
ઈશ મનવવા જગ ફાવે તો—
એક ને એક, એક થાય!

૮ ડિસેમ્બર ’૬૭
અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૪૫)