સાહિત્યિક સંરસન — ૩/કોશા રાવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 64: Line 64:
"કેમ?'
"કેમ?'
"તાવ જેવું લાગે છે.''
"તાવ જેવું લાગે છે.''
"સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો.
"સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો.


‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ.
‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ.
Line 109: Line 109:
"ઓ મૅમ, ક્યાં અટકી ગયાં?”
"ઓ મૅમ, ક્યાં અટકી ગયાં?”


"કદાચ અટકી ગઈ હતી ત્યાંથી આગળ વધુ છું" બોલતી વખતે એની આંખોમાં ચમક હતી.  
"કદાચ અટકી ગઈ હતી ત્યાંથી આગળ વધુ છું" બોલતી વખતે એની આંખોમાં ચમક હતી.  


દૂરથી ખળખળતો ધ્વનિ કાનને કલશોરથી ભરી દેતો હતો. વરસાદી પાણીનું ઝાડીની વચ્ચે રસ્તો કરતું, કૂદતું -રમતું, નાનું ઝરણું વ્હેતું હતું. નજીક જઈ બંનેએ ખોબે ખોબે પાણી પીધું. તરલનાં શર્ટ પર અડધું પાણી ઢોળાયું તોય એ મલકાતી હતી. એ ત્યાં જ પાણીમાં પગ ઝબકોળતી બેસી પડી. નિયોની નજર થોડે દૂર ઝાડીની વચ્ચે એક મોટાં વૃક્ષનાં થડ પર પડી. મોરપીંછ, નીલા રંગનાં પતંગિયાનાં ટોળાં જામ્યાં હતાં. એણે તરત જ તરલનાં શર્ટની બાંય હળવેકથી ખેંચી ચૂપ રહેવાનો ઇશારો કરતા, પતંગિયાઓ તરફ આંગળી ચીંધી. તરલનું મોં ખુલ્લું અને આંખો ફાટેલી જ રહી ગઈ. મોરપીંછ રંગ પર કાળી છાંટવાળા ઊડતાં, ફરફરતાં રંગોનાં ટોળાં! વિચાર્યું પણ ન હોય એવી અદ્ભુત સૃષ્ટિનો એ પણ એક ભાગ હતી? એને માનવામાં નહોતું આવતું. અંદરથી એક જ અવાજ આવતો હતો. પ્રકૃતિ નું અનન્ય નૃત્ય! આંખો દૃશ્ય પીતી રહી  એ ઝરણું બની વહેતી રહી. અંદરથી ખાલી થતાં નવેસરથી  ભરાતી રહી. અસર એટલી ઘેરી હતી એ પાછા ફરતાં આખો રસ્તો બંને કશું બોલ્યાં નહિ. ઝાડ વચ્ચેથી રસ્તો કરતાં કિનારે બેસી પડ્યાં.
દૂરથી ખળખળતો ધ્વનિ કાનને કલશોરથી ભરી દેતો હતો. વરસાદી પાણીનું ઝાડીની વચ્ચે રસ્તો કરતું, કૂદતું -રમતું, નાનું ઝરણું વ્હેતું હતું. નજીક જઈ બંનેએ ખોબે ખોબે પાણી પીધું. તરલનાં શર્ટ પર અડધું પાણી ઢોળાયું તોય એ મલકાતી હતી. એ ત્યાં જ પાણીમાં પગ ઝબકોળતી બેસી પડી. નિયોની નજર થોડે દૂર ઝાડીની વચ્ચે એક મોટાં વૃક્ષનાં થડ પર પડી. મોરપીંછ, નીલા રંગનાં પતંગિયાનાં ટોળાં જામ્યાં હતાં. એણે તરત જ તરલનાં શર્ટની બાંય હળવેકથી ખેંચી ચૂપ રહેવાનો ઇશારો કરતા, પતંગિયાઓ તરફ આંગળી ચીંધી. તરલનું મોં ખુલ્લું અને આંખો ફાટેલી જ રહી ગઈ. મોરપીંછ રંગ પર કાળી છાંટવાળા ઊડતાં, ફરફરતાં રંગોનાં ટોળાં! વિચાર્યું પણ ન હોય એવી અદ્ભુત સૃષ્ટિનો એ પણ એક ભાગ હતી? એને માનવામાં નહોતું આવતું. અંદરથી એક જ અવાજ આવતો હતો. પ્રકૃતિ નું અનન્ય નૃત્ય! આંખો દૃશ્ય પીતી રહી  એ ઝરણું બની વહેતી રહી. અંદરથી ખાલી થતાં નવેસરથી  ભરાતી રહી. અસર એટલી ઘેરી હતી એ પાછા ફરતાં આખો રસ્તો બંને કશું બોલ્યાં નહિ. ઝાડ વચ્ચેથી રસ્તો કરતાં કિનારે બેસી પડ્યાં.


એ બોલી, ’'મોબાઇલ નથી, કેમેરો નથી, છતાં આ દૃશ્ય મારી અંદર હંમેશાં જીવતું રહેશે. જગતના અજ્ઞાત ખૂણે આ એક એવો સમય વહેતો હતો જેને ક્યારેય કોઇએ વાંચ્યો નહોતો, જોયો નહોતો.'’ એની આંખો દરિયાને જોવા છતાં ક્યાંક બીજે જોતી હોય એવી ભાસતી હતી.
એ બોલી, ’'મોબાઇલ નથી, કેમેરો નથી, છતાં આ દૃશ્ય મારી અંદર હંમેશાં જીવતું રહેશે. જગતના અજ્ઞાત ખૂણે આ એક એવો સમય વહેતો હતો જેને ક્યારેય કોઇએ વાંચ્યો નહોતો, જોયો નહોતો.'’ એની આંખો દરિયાને જોવા છતાં ક્યાંક બીજે જોતી હોય એવી ભાસતી હતી.
“મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો.
“મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો.
"તું જે ખવરાવ એ."
"તું જે ખવરાવ એ."
''ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?"
''ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?"

Revision as of 18:59, 16 October 2023


++ કોશા રાવલ ++


રૂપાન્તર —



તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લું આકાશ દેખાતું હતું. દરિયાના મોજાંનો અવાજ આવતો હતો. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો. જોયું તો અત્યારે એ દરિયાકિનારાની રેતી વચ્ચે હતી. માનવરહિત પટ પર દૂર સુધી ફેલાયેલાં નારિયેળીનાં ઘટાદાર ઝુંડ જોયાં. પછી પાછળ જોયું અને ચોંકી ગઈ. ત્યાં અડાબીડ જંગલ ફેલાયેલું હતું.

"કોઈ છે? કોઈ છે? મદદ કરો... હેલો... હેલો કોઈ છે?... હેલ્પ મીઇઇઇઇઇ...પ્લીઝ" 

સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી.

હાંફળા-ફાંફળા કાળા પડછાયા જેવી વ્યક્તિ દૂરથી ધસી આવતી જોઈને એ અજાણ્યા ડરથી ફફડી ઊઠી. પેલો ઓળો દૂરથી નજીક આવવા લાગ્યો એમ હવાની વચ્ચે ઝૂલતાં પીળાં પાંદડાની જેમ એ ફંગોળાતી કાંપતી રહી. પેલી વ્યક્તિ આકાર સાથે નજીક કળાતી ગઈ. એને કોઈક જાણીતો ચહેરો લાગ્યો. એ યાદ કરવા મથી...

આંદામાન ક્રૂઝનો યુનિફૉર્મ જોઈ એનાં મનમાં ઝબક્યું….એ પહોળું સફેદ શર્ટ અને બ્લૂ ડેનિમ સાથે બેફિકરાઇથી વાળ ઝટકાવતાં તરલે ડેકના એક ખૂણે નેટવર્ક પકડાતું હતું ત્યાં પહોંચી આંદામાન ક્રૂઝની સખીઓને સંદેશો મૂક્યો : ફ્રેન્ડ્સ, જોઇન મી ઓન ડેક, લેટ્સ હેવ એન સરપ્રાઇઝ પાર્ટી. એ ડેક પર આવી પણ હજુ સુધી એની કોઈ સખીઓ ડોકાઈ ન હતી. એ ડેક પર આંટા મારતી રહી. કેમ, બિયર એટલો મોડો લઇને આવ્યો, ઇડિયટ? એને યાદ આવ્યું, આ જ કાળિયો માથું નમાવી ચૂપચાપ એનો ગુસ્સો સાંભળતો હતો… ત્યાં... ત્યાં... એકાએક ધસમસતું સુનામી -ઝાંખુંપાંખું યાદ આવ્યું, એ વખતે કદાચ એ ડરથી જ બેભાન બની ગઈ હતી. એ પછી અત્યારે આંખ ખુલી.

પેલો નજીક આવ્યો. હબસી ઊંચો, ખડતલ, વાંકડિયા વાળવાળો હતો. મરુન રંગના આંદામાન ક્રૂઝની એમ્બ્રોઇડરી કરેલા ગણવેશ ઉપર એનું મોં કાળો કૂચડો ફેરવ્યો હોય એટલું ઘાટું હતું. માત્ર આંખની કીકી અને દાંત દેખાતાં હતાં. એ નજીક આવ્યો, સહેજ હસ્યો. તરલને હસવું ન આવ્યું. એને સમજાતું જ નહોતું કે આ ક્ષણે એણે શું કરવું જોઇએ. એણે મોં ફુલાવીને રોફથી પૂછ્યું,

"આપણે ક્યાં છીએ? શ્રુતિ, સિયાતાપ્તી, અનિતા એ બધાં ક્યાં છે, જે ક્રૂઝમાં મારી સાથે હતાં?

"આપણે મોટું મોજું આવ્યું ને... આપણે લાઇફબોટ આ... આ... આ – ક્રૂઝમાંથી... કૂદ્યાં. અ... મ... મ...” બોલતાં, અચકાટ સાથે એણે આંગળીના ઇશારાથી બોટ દેખાડી. દરિયાકિનારે એક નાનું, નાંગરેલું હોડકું ડોલા ખાઈ રહ્યું હતું. એ જોઈ એને યાદ આવ્યું, વિરાટ દૈત્ય જેવું મોજું સામેથી ધસી આવતું હતું, એલાર્મ જોશથી વાગવા લાગ્યો, ‘ઓ ભગવાન! એક ક્ષણ, બીજી ક્ષણ અને હવે મૃત્યુ.’ એ જ વખતે એનો હાથ કોઈએ ખેંચ્યો અને એ લાઇફબોટમાં કૂદી પડી...’ આ એ જ બોટ... અચ્છા અને...’ એને ચક્કર આવ્યા.

"મેમ, આ નારિયેળનું પાણી પીવો. સારું લાગશે" કાચલામાંનું ચાંગળુંક પાણી એ એક ઘૂંટડે પી ગઈ પછી એણે પેલા છોકરાના હાથ સામે જોયું, માટીવાળા ગંદા હાથ, નખનો મેલ જોયો. જાડા હોઠ, અઘોરી જેવા વાળ, કાળુંમેશ શરીર અને મેલાં કપડામાંથી ઊડતાં લીરાં– ‘ઉફ્ફ! એણે આ હાથથી લાવેલું પાણી પીધું. ઓહ નો!’ અચાનક એણે પોતાનાં કપડાં તરફ જોયું. બ્લૂ ડેનિમ ઉપરનું સફેદ શર્ટ અત્યારે મેલખાઉં રાખોડી રંગનું લાગતું હતું. હાથ પર દરિયાની રેતી, શેવાળ ચીપકેલી હતી. પરસેવા સાથે વાળ કપાળ પર ચોંટી ગયા હતા. એ માથું દબાવી ક્યાંય સુધી બેસી રહી. પેલો છોકરો એને બોટમાંથી નીકળેલાં બિસ્કિટ આપી ગયો. પણ એણે ધરાહાર ન અડ્યાં. સતત મોજાંનો અવાજ એને કાનમાં વાગતો હતો. એ સૂઈ ગઈ કે ભાન ભૂલી ગઈ એ ન સમજાયું, પણ જયારે એની આંખ ખુલી ત્યારે તમરાં અને કંસારી સાથે મોજાં અને બીજા કેટલાય એકધારા અવાજોની વચ્ચે અંધારામાં માત્ર બે ચમકતી આંખો જોઈ તરલે ચીસ પડી : "બચાવો બચાવો…"

“હું, હું - એ તો, હું છું મેડમ!'’

"હમ્મ!" એણે જોયું – એ પાથરેલાં પાંદડાંની પથારી પર સૂતી હતી. એમાંથી કેટલીય સળીઓ એને ખૂંચતી હતી. હાથે-પગે ખંજવાળ આવતી હતી. પી.ઓ.સી.ની છત, ઝુમ્મરો અને રોશની જોવા ટેવાયેલી એની આંખ સામે ખુલ્લું આકાશ દેખાતું હતું, ઝીણા ઝબૂકતા તારા અને ચાંદો જોયા. પડખું ફરતાં પાંદડાંના કિચૂડાટને લીધે એ જાગતી હતી અને સૂતી હતી એ બધું દરિયાના મોજાં જેમ આવનજાવન થતું રહ્યું. થોડે દૂર પેલો આદિવાસી છોકરો નિશ્ચિતપણે સૂતેલો જોતાં વારે વારે આંખો લૂછતી રહી.

‘... યૂ આર સો બ્યૂટીફૂલ! ના, ના, ન્યૂ યોર્ક નથી જવું, આ વખતે ફ્રાન્સ. આ નેકલેસ ક્યાંથી લીધો? બ્યૂટી… હા, હા હું સાચી છું, તું જ નથી સમજતો... મમા, તું તારી જિંદગી જીવે છે ને! તો મને મારી રીતે જીવવા દે. ડોન્ટ ઇન્ટર્ફિઅર ઇન માય પર્સનલ મેટર.. યૂ આર માય બેબી... કોને ત્યાં પાર્ટી છે? શોપિંગ કરું છું ત્યારે મને જિંદગી જીવવા જેવી લાગે છે. મને તો પેરિસ ગમે! બેબી, તને હવે હું કેમ નથી ગમતી?‘

એની આંખ અચાનક ખુલી ગઈ. અનુજ ક્યાં? દિયા ક્યાં? એ બેઠી થઈ ગઈ. પથ્થરને અઢેલી ચૂપચાપ બેસી રહી. પેલો હબસી જાગ્યો, એણે એની સામે જોઈ મોં મલકાવ્યું. એ ગંભીર મોં કરી બેસી રહી. પેલો ઊઠવા જતો હતો ત્યારે એ ચીસ પાડતી હોય એમ બોલી : "આપણને કોઈ લેવા આવશે કે નહિ? હું આ નરકમાં નહિ જીવી શકું.” બોલતી વખતે એની આંખમાં આંસુ તગતગતાં હતાં અને અવાજમાં રોષ!” શું નામ છે તારું હેં... બોલ.”

“હું નિયો છું. સાંભળો, આપણે આ અજાણ્યા ટાપુ પર ફસાઈ ગયાં છીએ.” તરલ કશું બોલ્યાં વિના નિયોને તાકતી રહી. થોડીવાર પછી નજર ઝુકાવી દીધી. "લ્યો આ બિસ્કિટ અને કૉક. કોઈ આવે નહિ ત્યાં સુધી... લ્યો ખાવ થોડું સારું લાગશે.”

"કેવી રીતે સારું લાગે? તું જોતો નથી મારાં કપડાં કેટલાં ગંદા છે. આ તીખો તડકો આંખમાં વાગે છે. ગરમી ઓહ્હ તરસ લાગી છે... હું... હું..." બોલતાં એનો અવાજ ગળાની બહાર નીકળતો અટકી ગયો. ઘરે જેમ ગુસ્સો આવતા બધી વસ્તુનો જેમ ફાવે તેમ ઘા કરતી, એમ કરવા ગઈ. બીજું કશું હાથમાં ન આવતાં રેતીનો મુઠ્ઠીમાં લઈ ઘા કર્યો જે એની પોતાની જ આંખમાં ભરાઈ ગઈ. એ આંખ ચોળતી રહી... તરલ બબડાટ કરતી રહી. બોલીને થાકી, ત્યારે નિયો દેખાતો ન હતો. એણે ઝટપટ બે-ત્રણ બિસ્કિટ ખાધાં અને કૉક પીધું. 'હાશ! જીવમાં જીવ આવ્યો' એ થોડું મોટેથી બબડી. ફરી એમ ને એમ બેસી રહી. સૂરજ માથા પર આવી ગયો હતો. દૂરથી દરિયાની રેતી સોનેરી બની તગતગતી હતી. આંખ અંજાય એવો પ્રકાશ હતો. મોજાં એકધારાં આવનજાવન કરતાં હતાં. પાછળના બીહડમાં રહસ્યમય શાંતિ હતી.

"મારાં નસીબમાં શાંતિ જ નથી!”

"વોટ્સ ધ હેલ, શાંતિ? આખરે તારે જોઈએ છે શું? આમ તો જયારે જુઓ ત્યારે ફરિયાદ કરતી હોય છે - હું એકલી પડી જાઉં છું, એકલી પડી જાઉં છું. એટલે તો તને કંપની આપવા આ બધાં - “શું?" તારી અવેજીમાં આ પી.ઓ., મેકઅપ આસિસ્ટન્ટ, ડાયેટ પ્લાનર, નોકરો - આ બધાં છે? “ઓહ ગ્રેટ!" એણે તાળી પાડતાં કહ્યું હતું.

"ત્રાસ છે યાર તારો. હું તારી સાથે 24/7 થોડો હોઉં? અને તારી પાસે કેટલી પ્રવૃત્તિ છે જો. આજે પાર્ટી, કાલે કોઈ ઉદ્ઘાટન, એના પછીના દિવસે એન.જી.ઓ. તું જ્યાં જાય ત્યાં તારી વાહ વાહ! તું જે કરે તેની વાહ વાહ! શું જોઇએ છે હવે તને?”

એ ઊભી થઈ આમથી તેમ ઝડપથી આંટા મારવા લાગી. થોડીવાર પછી એ રેતી પર થૂંકી. પછી પગથી બે ત્રણ લાતો મારી. હાંફતી હાંફતી નીચે બેસી ગઈ. છેક દૂર નિયો હોડકાંનું સમારકામ કરતો જોયો ત્યારે એને જંપ વળ્યો. નિયો નજીક આવ્યો. એના હાથમાં સમારકામનાં સાધનો, નાની બાલદી અને થોડાં ફૂડ પૅકેટ હતાં. બાલદીમાં પાણી ભરેલું હતું.

"મીઠું પાણી... ક્યાંથી મળ્યું?”

"થોડે દૂર એક નાનું ઝરણું છે ત્યાંથી" કહી એણે ઉમેર્યું: "આપણે જીવવા માટે જે કંઈ છે એ બચાવીને વાપરવું પડશે. ખબર નથી ક્યારે મદદ મળશે. હું તો ગમે તે ખાઈ લઈશ, તમે આ ફૂડ પૅકેટ તમારી માટે રાખો." કહેતાં એણે હાથમાંથી એ હાઈ કેલેરીવાળો ખોરાક તરલના પગ પાસે મૂક્યો. પહેલીવાર એણે ધારીને નિયોના મોં તરફ જોયું. એની આંખો ગમી. સહેજ મલકાઇને બોલી, "થેંક યૂ".

નિયો બોલ્યો : ”હું જંગલ તરફ જાઉં છું, કશું ખાવાનું મળે અને આગળ જવાનો રસ્તો મળે તો-”

બોટમાંથી મળેલો છરો અને હાથમાં લાકડી લઈ એ ચાલ્યો. આખો દિવસ તરલ અકળાતી રહી. ચામડી ચચરાતી હતી. પરસેવો રેબઝેબ કરી દેતો હતો. સુકાયેલાં આંસુની સફેદ છારી ગાલ પાર બાઝી ગઈ હતી. શર્ટની મેલી બાંય એ વારેવારે મોં પર લૂછ્યા કરતી હતી. એકવાર તો એણે લાહ્ય બળતા સૂરજ તરફ બરાડો પાડીને કહ્યું, "ખમૈયા કરો દેવ. સનસ્ક્રીન લોશન, ગોગલ્સ, એ.સી. વિના હું ગરમીમાં મરી જઇશ. નથી સહન થતું, ઉફ્ફ" બોલતાં બોલતાં એ પોતાની પર જ હસી પડી, સાથોસાથ પાંપણ બહાર એક આંસુ પણ સરી પડ્યું.

સાંજ થવા આવી. એ ડોક ઊંચી કરીને નિયો ગયો હતો, એ રસ્તો જોતી રહી. વાતાવરણ ઘેરું બની ગયું હતું. વૃક્ષો આમથી તેમ પવન સાથે એના મનની જેમ ડોલતાં હતાં. ઠંડી હવા પછી ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો એ જ વખતે દૂરથી નિયો દેખાયો. એ એના તરફ દોડી…

"તું ક્યાં જતો રહ્યો હતો?" બોલતાં બોલતાં એનું ગળું રુંધાઈ ગયું.

“ટાપુથી બહાર નીકળવાનો રસ્તો શોધતો દૂર નીકળી ગયો હતો. "હાથમાંનાં હોકાયંત્રને પહેરણનાં ખિસ્સામાં મૂકતાં એ બોલ્યો. વરસાદ એકધારો પાડવા લાગ્યો. મોટાં મોટાં ટીપાંથી બચવા બોટમાંથી પ્લાસ્ટિકનું એક રેઇનકોટ જેવું નીકળ્યું હતું એ માથા પર ઢાંકી બંને બેસી રહ્યાં. વરસાદ બંધ થયો પછી પણ ભીનાં કપડાં અને ભેંકાર રાત એને લાંબાં લાગ્યાં.

“નિયો કોઈ દવા હશે?" "કેમ?' "તાવ જેવું લાગે છે. "સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો.

‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ.

‘’ગુડ મોર્નિંગ નિયો" ‘’યસ ગુડ મોર્નિંગ. આજે સ્વસ્થ લાગો છો.” "તારી આંખ તો જો લાલચોળ થઇ ગઈ છે, સૂતો નથી ને? તું તો મને ઓળખાતો પણ નથી છતાં આટલી કાળજી -" એનો અવાજ રુંધાઈ ગયો. “તાવ નથી લાગતો ને?” “ના ના સારું છે, પણ હું આ રીતે રહેવા ટેવાયેલી નથી, એટલે. જોકે, હજી મને તો એ નવાઈ લાગે છે કે અહીં ગાદલું નથી, એ .સી. નથી, ઘર નથી, લોકો નથી, છતાં હું કેવી રીતે જીવું છું!” ‘નથી'-ની યાદી સામે ‘છે'-ની કોઈ યાદી બનાવી છે કે નહિ?" નિયો હસીને બોલ્યો. “અહીં છે શું યાદી બનાવવા જેવું? ફક્ત તકલીફો છે, ડર છે, એકલતા છે અને - એ અટકી, કદાચ કોઈ બચાવવા ન આવે તો મૃત્યુ. મોટેથી વિચારી વધારે ડરી ગઈ હોય તેમ મુઠ્ઠી વાળી ચૂપ થઈ ગઈ. લ્યો કરો વાત! આ દરિયો છે, આકાશ છે, માથે ઉપરવાળાનું છત્ર છે.” સાવ કોલસા જેવો કાળિયો, વેઇટરનું મામૂલી કામ કરતો છોકરો જ આ બોલતો હતો! તરલ એકીટશે એને જોઈ રહી, જાણે એ અવાજ અને એ વ્યક્તિ વચ્ચેની કોઈ ખાઈ પૂરવા માંગતી હોય. થોડી વાર સુધી રેતી તાકતી બેસી રહી પછી માથું ધુણાવ્યું. થોડીવાર પછી બોલી :

“દરિયામાં નાહવા જાઉં છું.”

એ દૂર દૂર નિયોની નજરમાં ટપકું બની જાય એટલે દૂર ચાલતી રહી. મોજાંની થપાટો એને વાગતી રહી. એ ભીંજાતી રહી. અંદરની બળતરા પર છાલકો વાગતી રહી, ચચરાટ થતો રહ્યો. એ ફીણમાં ફેલાતી, અથડાતી, ડૂબતી તરતી રહી. પૂરેપૂરી થાકી ગઈ છતાં એ પાણીમાં જ બેસી રહી. મોજાંની થપાટો જાણે એના મન-મસ્તિષ્ક પર વાગી રહી હોય એવું લાગ્યું. પહેલીવાર એને લાગ્યું કે એ જે જિંદગી જીવતી હતી એમાં કશી તકલીફ તો ન હતી. પાણી માગ્યે દૂધ મળી જતું હતું, પણ તો ય કંઇક ખૂટતું હતું. એ ખૂટતું શું છે એ એને ક્યારેય સમજાતું નહોતું. એનાથી બચવા એ અવનવા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. રસ ન પડે તેમાં પણ પોતાને અવ્વલ સાબિત કરવા મથતી રહેતી હતી. એને થોડા દિવસ પહેલાનું જ દૃશ્ય યાદ આવ્યું :

તરૂ બેબી, એકાએક દસ દિવસ ટુર પર જવાનું થયું છે. સોરી. ટેક કેર, આ વખતે ક્રૂઝમાં તું તારી ફ્રેન્ડ્સ જોડે જ જઈ આવ હં, નેક્સટ ટાઇમ... બસ પ્રોમિસ.”

પહેલીવાર એને લાગ્યું કે એ જે જિંદગી જીવતી હતી એમાં કશી તકલીફ તો ન હતી. પાણી માગ્યે દૂધ મળી જતું હતું, પણ તો ય કંઇક ખૂટતું હતું. એ ખૂટતું શું છે એ એને ક્યારેય સમજાતું નહોતું. એનાથી બચવા એ અવનવા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. રસ ન પડે તેમાં પણ પોતાને અવ્વલ સાબિત કરવા મથતી રહેતી હતી.” ++ તરૂ બેબી, એકાએક દસ દિવસ ટુર પર જવાનું થયું છે. સોરી. ટેક કેર, આ વખતે ક્રૂઝમાં તું તારી ફ્રેન્ડ્સ જોડે જ જઈ આવ હં, નેક્સટ ટાઇમ... બસ પ્રોમિસ.”

પાછું આ વખતે પણ. કેટલાં વર્ષોથી મને આવાં ખોટાં પ્રોમિસ આપે છે?"

"બેબી જવું પડશે. એ કહે, કમાઉં છું કોના માટે? " "પણ ક્યારેક કમાવાની સાથે મારી સાથે જીવ તો ખરો! "યા યા...સ્યોર ડાર્લિંગ, વીલ ટ્રાઈ" કહેતો એ બેગ લઈ આ વખતે પણ જતો રહ્યો હતો. એ ક્યારેય ઝગડતો નહિ પણ, પણ કંઇક ખૂટતું હતું ! એણે માથું ખંજવાળ્યું. એ વિચારતી રહી. આમ તો બધું ભર્યું ભર્યું હતુ. છતાં સાવ ખાલી! આજે આવા વિચાર કેમ આવે છે? આજે કેમ અચાનક બધું ખૂંચે છે?‘ એણે બંને લમણાં દબાવ્યાં.વાળ ખંખેર્યા. મોજાં મોટાં થતાં ગયાં. એ ઊંડે પહોંચી ગઈ હતી. મોજાં જયારે પાસે આવતાં હતાં ત્યારે એને સાવ ધમરોળી નાખતાં હતાં.

"બહાર આવો, બીમાર પડી જશો." દોડતા, હાંફતા, એની તરફ આવતા નિયોની બૂમે એને ઝપકાવી દીધી. એ નિયો તરફ થોડું મલકાતાં ઊભી થઈ. 'તમે હસતાં હો ત્યારે સુંદર દેખાઓ છો." બધી વાત પછી નિયો, કકડીને ભૂખ લાગી છે.” કપડાં પરની રેતી ખંખેરતા એ બોલી. 'મેડમ શું લેશો? બિસ્કિટ્સ, પાણી અને ...." એ દાઢીને આંગળીથી ખંજવાળતા હસવા લાગ્યો. થૂંક ગળે ઉતારતાં બોલી: "બે બિસ્કિટ્સ ફટાફટ." "આ ખલાસ થઈ જશે પછી?" એક બટકું મોંમાં મૂકતાં સાવ નાની છોકરી પૂછતી હોય તેમ એણે પૂછ્યું. નિયોએ આંખ બંધ કરી આકાશ તરફ બે હાથ લંબાવ્યા પછી એ ઊભો થઈ કિનારા તરફ ચાલવા લાગ્યો. એ પણ ચૂપચાપ સાથે ચાલવા લાગી. કેટલીય વાર પછી નિયો તરલ સામે જોઈ બોલ્યો: "હું કાલે ગયો હતો ને એ ઝરણું, ચાલો, તમને દેખાડું. "અચ્છા, કઈ બાજુ જવાનું છે? "આમ નાકની દાંડીએ ઝાડવાં છે ને ત્યાં અંદર, પછી ત્યાંથી ડાબી તરફ - ત્યાંથી જમણી તરફ- ફરી ડાબી, પછી સીધા જઈ .... 'ઓકે ઓકે સમજાઈ ગયું પોતાના જ માથા પર ટપલી મારતાં એનાથી હસી પડાયું.

લાકડી ઠપકારતો નિયો આગળ ચાલવા લાગ્યો. ફર્ન, ઓર્ચિડના ઝુંડ અને અનેક વનવેલાંઓને વીંધતાં એનામાં રોમાંચ ભરાઈ ગયો.

"નિઈઈઈઈયો, જો તો! આ વેલ તો જો! આટલી જાડી ને પાછી ઝાડનું ગળું દબાવવું હોય એમ વીંટળાઈ પડી છે. હા હા હા! અરે, અજગર તો નથી ને? ના ના …ઓ ભગવાન! આ ઝાડ તો જો કેટલું ઊંચું! ઝાડની વચ્ચેથી જાણે સૂરજ કિરણોનો વરસાદ વરસાવતો હોય, એવું નથી લાગતું! એ બોલતી હતી ત્યાં જ બે ડાળીઓ વચ્ચે એનો પગ ફસાઈ ગયો. નિયો" ભયથી એ ચીસ પાડી ઊઠી. પાછું ફરી, નિયોએ પેન્ટમાં ભરાવેલ ચપ્પુ બહાર કાઢ્યું. થોડી ડાળીઓ કાપી, પકડ ઢીલી કરી. એનો હાથ ખેંચી બહાર કાઢી. "મૅડમ, નીચે જોઇને ચાલો... અમમમ, પાછાં વળી જવું છે?" "ના ના ગમે છે.

ચાલતાં ચાલતાં એના હાથ પગ છોલાતાં રહ્યા. એ શર્ટની બાંયથી પરસેવાને લૂછતી રહી, ચાલતી રહી. લીલા કોહવાટની ગંધ, પરસેવાની સાથે ભળી ગઈ હતી. પગલાંના અવાજો સિવાયના અવાજો ઝાડીની વચ્ચે ગૂમ થઈ ગયા હોય એવું એને લાગ્યું. એને લાગ્યું, હવા નથી. અવાજ પણ નથી. છાયા અને પ્રકાશના શેરડા વચ્ચે ડાળ અને પાંદડા છે. ખોવાઈ જવાય એવી ભુલભુલામણીની અંદર એ ઓગળી ગઈ છે. નિયો એનાથી ઘણો આગળ નીકળી ગયો હતો, એ અટકી ગઈ. છાતી ધમણની જેમ હાંફતી હતી. મોં લાલચોળ થઈ ગયું હતું. એક ઝાડનાં થડને ટેકે એ બેસી પડી. આંખ બંધ કરી થોડી વારે સ્થિર થઈ. આંખ ખોલી ત્યારે તડાકાનો એક લિસોટો એના હાથ પર પડતો હતો. ઊંચું જોયું તો આખું ય વૃક્ષ પાંદડાની ઝાડી વચ્ચે ઝગમગતું લાગ્યું. ઝાડની ડાળી અને પાંદડા વચ્ચેથી આ શું ઝરમરે છે? અહો! અદ્ભુત! આ અરણ્યની તૂરી મીઠી ગંધ, ઉપર ચળકતાં પાંદડા સાથે એની અંદર અને બહાર કશુંક ન સમજાય એવું ઝગમગતું હતું. એ શું હશે? એવું વિચારતાં એણે આંખ બંધ કરી. જે બહાર હતું એ જ આંખની અંદર પણ હતું. એક ઊંડો શ્વાસ બધું એકરૂપ કરી દેતો હતો.

"ઓ મૅમ, ક્યાં અટકી ગયાં?”

"કદાચ અટકી ગઈ હતી ત્યાંથી આગળ વધુ છું" બોલતી વખતે એની આંખોમાં ચમક હતી.

દૂરથી ખળખળતો ધ્વનિ કાનને કલશોરથી ભરી દેતો હતો. વરસાદી પાણીનું ઝાડીની વચ્ચે રસ્તો કરતું, કૂદતું -રમતું, નાનું ઝરણું વ્હેતું હતું. નજીક જઈ બંનેએ ખોબે ખોબે પાણી પીધું. તરલનાં શર્ટ પર અડધું પાણી ઢોળાયું તોય એ મલકાતી હતી. એ ત્યાં જ પાણીમાં પગ ઝબકોળતી બેસી પડી. નિયોની નજર થોડે દૂર ઝાડીની વચ્ચે એક મોટાં વૃક્ષનાં થડ પર પડી. મોરપીંછ, નીલા રંગનાં પતંગિયાનાં ટોળાં જામ્યાં હતાં. એણે તરત જ તરલનાં શર્ટની બાંય હળવેકથી ખેંચી ચૂપ રહેવાનો ઇશારો કરતા, પતંગિયાઓ તરફ આંગળી ચીંધી. તરલનું મોં ખુલ્લું અને આંખો ફાટેલી જ રહી ગઈ. મોરપીંછ રંગ પર કાળી છાંટવાળા ઊડતાં, ફરફરતાં રંગોનાં ટોળાં! વિચાર્યું પણ ન હોય એવી અદ્ભુત સૃષ્ટિનો એ પણ એક ભાગ હતી? એને માનવામાં નહોતું આવતું. અંદરથી એક જ અવાજ આવતો હતો. પ્રકૃતિ નું અનન્ય નૃત્ય! આંખો દૃશ્ય પીતી રહી એ ઝરણું બની વહેતી રહી. અંદરથી ખાલી થતાં નવેસરથી ભરાતી રહી. અસર એટલી ઘેરી હતી એ પાછા ફરતાં આખો રસ્તો બંને કશું બોલ્યાં નહિ. ઝાડ વચ્ચેથી રસ્તો કરતાં કિનારે બેસી પડ્યાં.

એ બોલી, ’'મોબાઇલ નથી, કેમેરો નથી, છતાં આ દૃશ્ય મારી અંદર હંમેશાં જીવતું રહેશે. જગતના અજ્ઞાત ખૂણે આ એક એવો સમય વહેતો હતો જેને ક્યારેય કોઇએ વાંચ્યો નહોતો, જોયો નહોતો.'’ એની આંખો દરિયાને જોવા છતાં ક્યાંક બીજે જોતી હોય એવી ભાસતી હતી. “મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો. "તું જે ખવરાવ એ." ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?" "ના, હું વેગન છું, છેલ્લાં ત્રણ વર્ષથી." "શું?" "કશું નહિ. ખાઇશ.” નિયો અગ્નિ પેટાવવા પથ્થર ઘસતો રહ્યો. સાંજનો ભીનો પવન એની આરપાર જતો રહ્યો. એ પગ પર માથું ટેકવી બેસી રહી. પવન વાળને એવી જ રીતે ઉડાડતો હતો, જેવી રીતે નિયોના તાપણાંની અગ્નિશિખા આડીઅવળી ઊડતી હતી.

રાત ઢળવા લાગી. આકાશમાં ચંદ્ર સરસ ખીલ્યો હતો. રેતીમાં સૂતાં સૂતાં એ નિયોને કહેવા લાગી, "મને સાચ્ચું નથી લાગતું આ એ જ હું છું? મુંબઇમાં હું સેલિબ્રિટી છું. હું શું પહેરું છું, શું ખાઉં છું, કોની સાથે ફરું છું એ હંમેશાં ટોક ઑફ ધી ટાઉન રહ્યું છે. લોકોની નજરમાં હું હંમેશ ખુશ, સુખી અને સુંદર દેખાઈ છું. એ મારો નશો હતો. એટલે મારી સુંદરતાની, મારાં સુખની લોકો વાતો ન કરે ત્યારે મને બહુ બહુ એકલું લાગવા માંડતું. અત્યારે એવું લાગે છે કે હું શું બધાં આગળ ખુશ દેખાવા માટે જ જીવતી હતી? નિયો, ભાઈ - આવો આનંદ પણ હોય એ મને ખબર જ ન હતી.

"નિયો, તારી વાત કર ને, તું ઇંગ્લિશ તો સરસ બોલે છે.” "હા મૅમ, આ બાબુલોક પાસેથી જ શીખ્યો છું. બાકી મા-બાપ ખેતરમાં મજૂર હતાં, પણ મારે તો બાબુલોક જેવું બનવું'તું. એટલે ક્રૂઝમાં નોકરી લીધી. બાબુઓ સાથે રહીને તમારા લોકોની જેમ બધું શીખ્યો, અમારા ગામડે મારી જેવું અંગ્રેજી કોઈ ન બોલી શકે. બાબુઓની મૅમસાહેબોની વાત કરું તો ગામડે બધાં મારી સામે એવી રીતે જુએ ને કે મજા પડી જાય. ત્યાં ગામડે ઘરવાળી છે. એક વર્ષનો છોકરો ય છે.”

"ઓયે હોયે તું પરણેલો છે? હજુ તો મારી દિયા જેવડો જ નાનકડો લાગે છે, મને તો તું!" એ ફક્ત હસ્યો અને દૂર કિનારાની ધારે ચાલવા જતો રહ્યો. એને અનુજ, દિયા, એની બહેન, એનું ઘર, એનો કૂતરો-રોબિન, એની સહેલીઓ બધાં આંખો સામે તરવરવાં લાગ્યાં. ’હું જીવું છું એ એમને ખબર પણ નહિ હોય. મારી ફ્રેન્ડ્સની જેમ એ લોકોએ પણ મને ડૂબેલી માની લીધી હશે. કોઈ નહિ આવે તો શું કરીશ?.’ દિવસભર એ ચૂપચાપ પાંદડાની પથારીમાં થોડે દૂર સૂતી રહી. નિયો કયાંક નીકળી ગયો, એની ખબર નહોતી. એને ખાવાની ઇચ્છા ન થઈ. રડવાની પણ નહિ. કેટલીય વાર એ નારિયેળનું કાચલું હાથમાં રમાડતી રહી. એનું ધ્યાન હાથની વીંટી પર ગયું. હાથની ડાયમંડવાળી વીંટી જોતાં એને અનુજ યાદ આવી ગયો.

‘'આટલી મોંઘી વીંટી! ઓહ્હ્હ અનુજ લવ યુ” એ વળગી પડી હતી. વીંટી તરફ જોતાં એ વિચારવા લાગી એને ખરેખર વીંટી ગમી હતી કે એ કિંમતી હતી એ વાત ગમી હતી? એ વીંટી પર આંગળી ફેરવતી રહી. નીચેની ચામડી આળી થઈ ગઈ હતી.

"તું બહુ ઠંડી છે.” "તું કેટલું માથું ખાય છે, મમા, યૂ આર સો બોરિંગ!"

આ કોણ બોલ્યું કે પછી વર્ષોથી આ બધું સાંભળીને એ ટેવાઈ ગઈ છે. એણે પરસેવો બાંયથી લૂછ્યો. તરલ એટલે સુંદર દેખાવા મથતી સ્ત્રી જ! ફિટનેસ, બ્યૂટી અને પાર્ટીથી એ એવું કશુંક ખૂટતું પૂરવા માંગતી હતી જે ખુદ જ સાવ પોલું હતું। એ રડતી રહી, રડતી રહી, રડતી જ રહી. એના સવાલો અગણિત હતા પણ ઉત્તરો નિરુત્તર હતા. બધું જ શક્યતાઓવાળું ડરામણું હતું. એ તપતી રહી. વિચારો અટકતા નહોતા. અંદર ઊંડે જવાથી વધારે ઘવાતી રહી.

ટાપુ પર આજે એમની દસમી સવાર હતી. એ ગીત ગણગણતી ઊઠી. સવાર ખીલું ખીલું થતી કળી જેવી મોહક હતી. "નિઇઇઇયો, હું ઝરણે નાહવા જાઉં છું." એ વાળની વચ્ચે આંગળી સહેલાવતાં બોલી.

"ઊભા રહો, જુઓ તો સામે!”

ભૂરું, શાંત પાણી હતું. તડકાની ઝાંય તરંગો લહેરાવતી હતી. સામે જળકાચબો, કાચબી એના ત્રણ-ચાર બચ્ચાં સાથે કુમળા તડકામાં સહેલ કરવા નીકળ્યાં હતાં. એ રેતીમાં બેસી ગઈ. એણે જોયું, તડકો એમની ભૂખરી પીઠ પર ચમકતો હતો. નાનાં બચ્ચાં ધીમે ધીમે ચાલતાં હતાં. એ ખુશીમાં ઊછળી પડી. પોતે સાક્ષી હોય કે ન હોય જીવનની લીલા તો ચાલતી જ રહે છે. એને એ હળવીફૂલ લાગી. ઘટાઓમાં નાના પક્ષીઓ ગુંજતાં હતાં. મોજાં કિનારા સાથે પકડમપકડી રમતાં હતાં. એ ડોલતી, કૂદતી ઝરણાં તરફ વળી. માટી ચોળી-ચોળીને ઝરણાનાં પાણીમાં છબછબિયાં કરતી રહી. એણે પોતાના હાથ પગ પાણીમાં જોયા. પછી ઝાડની ડાળીઓ જોઈ. નવી ફૂટેલી પોપટી પત્તી પાછળના આછાં ઘેરાં ઘેઘૂર વૃક્ષોનું આ ઝુંડ, બધું અત્યારે જાણીતું લાગતું હતું. રસ્તે ચાલતાં એ વિચારતી હતી, આ દરિયા સુધી ફેલાયેલું આકાશ એનું છે. આ તમરાનું સંગીત, આ અગિયાઓનું રાત્રિ નૃત્ય એના છે! આ કલનાદ એની અંદરનું ગીત છે. આ રેતી, આ નિરભ્ર આકાશ એના મન જેવું સ્વચ્છ છે... આ લહેરાતું પાણી, આ દિવસરાત પલટાતી પ્રકૃતિ એનો જ એક ભાગ છે.

"તમે આજે બહુ સુંદર દેખાવ છો.”

"કોઈ મેકઅપ નહિ, છતાં પહેલીવાર મને પણ લાગે છે હું સુંદર છું. એટલી સુંદર જેટલી આ પ્રકૃતિ સુંદર છે." એણે ખુશીથી નિયોના માથે ટપલી મારતાં કહ્યું.

નિયોએ ખુશ થઈ ગીત ઉપાડ્યું:

રારે રારે રારે રારે રારે રા રા રા રેરે રારે રારે રારે અંદમાનીયા ગુવાવે નીવુ ઈઢુકુ અલીજીનાવે નીવુઉ માનુસુરાલા ગુવાવે નીનું ઇવારું અંનારે રારે રા રા રા રે રારે રારે રારે રારે રારે રા રા રા રેરે રારે રારે રારે

ગાતાં ગાતાં જ નિયોએ એની હથેળી ઝાલી, હાથ ઉપર નીચે કરતા, પગ ઝૂલાવતા હીંચ લેતા હોય એમ નાચવા માંડ્યું. ગીતના શબ્દો તાલવાળા હતા. એ ડોલતી રહી. ખડખડાટ હસતી, નાચતી રહી.

રારે રારે રારે રારે રારે રા રા રા રેરે રારે રારે રારે અંદમાનીયા ગુવાવે નીવુ ઈઢુકુ અલીજીનાવે …

ગીત આગળ વધવા જતું હતું ત્યાં તો આકાશમાં દૂરથી ઘરેરાટી સંભળાઈ. એના અને નિયોના કાન ચમક્યા, નિયો દોડીને કીટમાંથી અરીસો કાઢી ઊડતાં હેલિકૉપ્ટર તરફ પોતે અહીં ફસાયા હોવાનો સંદેશો આપવા લાગ્યો. થોડીવારમાં હેલિકૉપ્ટર કિનારાની રેતી પર નીચે ઊતરવા લાગ્યું. અનુજ ખુદ દૂરથી ઊતરતો દેખાયો. એ જોઇને એ ખુશીથી ઊછળી પડી.

પછી અંદરથી અચાનક ધક્કો વાગ્યો. ફરી એ દુનિયામાં! આ બધું છોડીને? આ નિયો ફરી ક્યારેય નહિ મળે? ઓહ્હ એણે પાછું જવું જ પડશે? એ જ- દુનિયામાં? આટલી સરસ પ્રકૃતિને છોડીને? જેણે ખરા અર્થમાં એને અંદરથી સુંદર બનાવી હતી. એ નક્કી ન કરી શકી એણે શું કરવું છે. એની અને નિયોની આંખ પરસ્પર મળી, એનો શ્વાસ અટકી ગયો હોય એવું લાગ્યું. કેટલી અનુકંપા હતી! કેવું ઊંડાણ હતું! એના સિવાય કોઈ ન સમજી શકે. કોઈ ન અનુભવી શકે. એ ખમચાઇને આગળ વધી, અનુજ તરફ જવા જતાં ગડથોલિ યું ખાઈ ગઈ અને એણે ગભરાઇને નિયોનો હાથ ઝાલી લીધો.



તન્ત્રીનૉંધ :

દામ્પત્યજીવનમાં સુખ હોય પણ સંતુષ્ટિ ન હોય કેમકે પતિ વ્યવસાયમાં વ્યસ્ત રહેતો હોય, એ વિષયવસ્તુની અનેક રચનાઓ લખાઈ છે. આ વાર્તાની પાર્શ્વભૂમિકામાં એની થોડીક રેખાઓ છે, પણ વાર્તાકથક પત્ની તરલને એની વાર્તા નથી કરવી. આ વાર્તા છે, પોતે દુર્ઘટનાનો શિકાર બની અને ટાપુ પર વસવું પડ્યું તેની. જોકે તરલના એ દસ દિવસ નિયોના સથવારે પસાર થઈ ગયા, અને પ્રકૃતિ સાથેના સંસર્ગથી એ સથવારો પ્રસનન્તા અને સંતોષથી સુખદ બની ગયો, એની છે આ વાર્તા. દસ દિવસનો વીગતે હિસાબ આપતી આ રચના નિયો અને પ્રકૃતિથી ખીલી ઊઠેલા તરલના સંવેદનોની એક દીર્ઘ કથની છે. એ સંવેદનોની અભિવ્યક્તિમાં તરલની જાત-સચ્ચાઇ અને વફાદારી વ્યક્ત થઈ છે. એનું વાર્તાગત કારણ એ છે કે વાર્તા તરલના પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી કહેવાઈ છેે.

એ અભિવ્યક્તિનાં કેટલાંક ઉદાહરણો : કાચબી અને એનાં ત્રણ-ચાર બચ્ચાં કુમળા તડકામાં સહેલ કરતાં દેખાય છે ત્યારે તરલ ખુશીથી ઊછળી પડે છે. એને થાય છે કે ‘પોતે સાક્ષી હોય કે ન હોય જીવનની લીલા તો ચાલતી જ રહે છે’. બીજાં ઉદાહરણો : પવનની ડમરી રેતીને આમતેમ વીંઝતી હતી. સૂરજ ડૂબતો જતો હતો. પાણી લાલ, કેસરી, પીળામાંથી ધીમે ધીમે ઘેરા નિસ્તેજ રંગમાં પલટાતું ગયું. નારિયેળીના પાનમાંથી હૂઉઉઉઉઉઉ અવાજ કરતો પવન વીંઝાતો હતો : આ ઝાડ તો જો કેટલું ઊંચું! ઝાડની વચ્ચેથી જાણે સૂરજ કિરણોનો વરસાદ વરસાવતો હોય : ઊંચું જોયું તો આખું ય વૃક્ષ પાંદડાની ઝાડી વચ્ચે ઝગમગતું લાગ્યું. ઝાડની ડાળી અને પાંદડા વચ્ચેથી આ શું ઝરમરે છે? અહો ! અદ્ભુત ! આ અરણ્યની તૂરી મીઠી ગંધ, ઉપર ચળકતાં પાંદડા સાથે એની અંદર અને બહાર કશુંક ન સમજાય એવું ઝગમગતું હતું. એ શું હશે : એવું વિચારતાં તરલ આંખ બંધ કરી દે છે, એને થાય છે, જે બહાર હતું એ જ આંખની અંદર પણ હતું. એને એક ઊંડો શ્વાસ બધું એકરૂપ કરી દેતો લાગે છે.

આશ્ચર્યની વાત એ છે કે નિયો ગુજરાતી જાણે છે, અને આવું શણગારેલું ગુજરાતી બોલી શકે છે - ‘નથી'ની યાદી સામે ‘છે'-ની કોઈ યાદી બનાવી છે કે નહિ? : લ્યો કરો વાત ! આ દરિયો છે, આકાશ છે, માથે ઉપરવાળાનું છત્ર છે. વગેરે.

છેલ્લે, તરલ કહે છે એમ, પ્રકૃતિએ એને ખરા અર્થમાં અંદરથી સુન્દર બનાવેલી, પણ પરિસ્થતિ સાનુકૂળ થતાં, જવાનું થાય છે. પતિ અનુજ તરફ તરલ જવા જતાં ગડથોલિ યું ખાઈ જાય છે અને ગભરાઇને નિયોનો હાથ ઝાલી લે છે. એ અન્તિમ ક્ષણથી ટૂંકીવાર્તામાં ચોટ નહીં પણ એક કલાસંગત સમાપન સિદ્ધ થયું છે.

આખો દિવસ તરલ અકળાતી રહી. ચામડી ચચરાતી હતી. પરસેવો રેબઝેબ કરી દેતો હતો. સુકાયેલાં આંસુની સફેદ છારી ગાલ પાર બાઝી ગઈ હતી. શર્ટની મેલી બાંય એ વારેવારે મોં પર લૂછ્યા કરતી હતી. એકવાર તો એણે લાહ્ય બળતા સૂરજ તરફ બરાડો પાડીને કહ્યું, "ખમૈયા કરો દેવ. સનસ્ક્રીન લોશન, ગોગલ્સ, એ.સી. વિના હું ગરમીમાં મરી જઇશ. નથી સહન થતું, ઉફ્ફ" બોલતાં બોલતાં એ પોતાની પર જ હસી પડી, સાથોસાથ પાંપણ બહાર એક આંસુ પણ સરી પડ્યું.