કાવ્યમંગલા/ભંગડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 5: Line 5:
બામણા ગામની ભંગડી રે,
બામણા ગામની ભંગડી રે,
:::: એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ,
:::: એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ,
લીલા કાચની બંગડી રે,  
લીલા કાચની બંગડી રે,  
::::ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ.
::::ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ.


ઘમ્મર ઘેરો ઘાઘરો રે,
ઘમ્મર ઘેરો ઘાઘરો રે,
:::: એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ,
:::: એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ,
ડોકમાં રૂપા હાંસડી રે,
ડોકમાં રૂપા હાંસડી રે,
Line 14: Line 14:


નાકમાં પીતળ નથણી રે,
નાકમાં પીતળ નથણી રે,
::::એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર,
::::એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર, ૧૦
મુખમાં ચૂંગી શોભતી રે,
મુખમાં ચૂંગી શોભતી રે,
:::: એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર.
:::: એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર.
Line 36: Line 36:
:::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
:::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
ભંગડી પહેરે ચુંદડી રે,
ભંગડી પહેરે ચુંદડી રે,
:::: રંગ ચુંદડી રે, જયારે નીકળે છૈયાની જાન.
:::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન.


(૫ જૂન, ૧૯૩૨)
(૫ જૂન, ૧૯૩૨)

Latest revision as of 02:16, 23 November 2023

ભંગડી

બામણા ગામની ભંગડી રે,
એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ,
લીલા કાચની બંગડી રે,
ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ.

ઘમ્મર ઘેરો ઘાઘરો રે,
એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ,
ડોકમાં રૂપા હાંસડી રે,
એક હાંસડી રે; એના તાણી ગૂંથેલ કેશ.

નાકમાં પીતળ નથણી રે,
એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર, ૧૦
મુખમાં ચૂંગી શોભતી રે,
એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર.

ખેમલો એનો દીકરો રે,
એક દીકરો રે, એની ઉઘલાવી છે જાન,
ભંગડી પહેરે ઝૂમણાં રે,
સૌ ઝૂમણાં રે, આજ હરખે ભૂલે ભાન.

આઠ દહાડા પર ગામમાં રે,
આ ગામમાં રે, એક નીકળી બીજી જાન,
ગામનું આખું માનવી રે,
સૌ માનવી રે, જૈ ભેગું થયું સમશાન.

ગામના શેઠની સુન્દરી રે,
રૂપસુન્દરી રે, ત્યાં પોઢી અગન સાથ,
હીરાની નવરંગ ચુંદડી રે,
રંગ ચુંદડી રે, ત્યાં ભંગીને આવી હાથ.

શેઠાણી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
ભંગડી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન.

(૫ જૂન, ૧૯૩૨)