ગાતાં ઝરણાં/મારી યુવાની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 5: Line 5:


{{Block center|<poem>
{{Block center|<poem>
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
ન રડ દિલ! હશે એ જ મરજી ખુદાની.
ન રડ દિલ! હશે એ જ મરજી ખુદાની.

Latest revision as of 16:58, 13 February 2024


મારી યુવાની


તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
ન રડ દિલ! હશે એ જ મરજી ખુદાની.

મહોબ્બત હતી દિલમાં એક વાત છાની,
ચઢી લોક-જીભે બની ગઈ કહાની

હતાં રાહમાં ખૂબસૂરત લૂંટારાં,
જવાની હતી એ જ રસ્તે જવાની.

ખરેખર વિકટ પંથ છે જિંદગીનો,
પડે છે ફરજ સૌને પાછા જવાની.

ફરી યાદ તોફાનની, સાદ દે છે :
‘અહીં નાવને લાવ પાછી સુકાની!’

જીવન-હાટમાં બુધ્ધિનો હાથ છોડી-
જવાનીને છે ટેવ દોડી જવાની.

‘ગની’, આજ એ રીત ગુમ થઈ જવું છે,
રહી જાય જોતી ખુદાઈ ખુદાની!

                      ૨૫-૮-૧૯૪૯