સિગ્નેચર પોયમ્સ/કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<poem>
<poem>
<center><big><big>'''કેવડિયાનો કાંટો''</big></big>
<center><big><big>'''કેવડિયાનો કાંટો'''</big></big>
'''રાજેન્દ્ર શાહ''
'''રાજેન્દ્ર શાહ'''
{{Block center|
{{Block center|
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
{{gap|4em}}બાવળિયાની શૂળ હોય તો
 
{{gap|5em}}ખણી કાઢીએ મૂળ,  
{{gap|3em}}બાવળિયાની શૂળ હોય તો
{{gap|4em}}કેર–થોરના કાંટા અમને
{{gap|4em}}ખણી કાઢીએ મૂળ,  
{{gap|5em}}કાંકરિયાળી ધૂળ;
{{gap|3em}}કેર–થોરના કાંટા અમને
{{gap|4em}}કાંકરિયાળી ધૂળ;
 
આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે;
આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે;
કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
{{gap|4em}}તાવ હોય જો કડો ટાઢિયો
 
{{gap|5em}}કવાથ કુલડી ભરીએ,
{{gap|3em}}તાવ હોય જો કડો ટાઢિયો
{{gap|4em}}વાંતરિયો વળગાડ હોય તો
{{gap|4em}}કવાથ કુલડી ભરીએ,
{{gap|5em}}ભૂવો કરી મંતરીએ;
{{gap|3em}}વાંતરિયો વળગાડ હોય તો
{{gap|4em}}ભૂવો કરી મંતરીએ;
 
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે.

Latest revision as of 01:54, 20 April 2024

કેવડિયાનો કાંટો

રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેર–થોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે;
કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે.