અનુનય/ગઝલ: Difference between revisions
Jump to navigation
Jump to search
ગઝલ
(+1) |
(+1) |
||
Line 24: | Line 24: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભૂલ કરે તે – | ||
|next = | |next = સંગમઘાટે | ||
}} | }} |
Latest revision as of 01:17, 27 April 2024
ઊંટ-પગલાંમાં રણો ચાલ્યા કરે
મૃગજળોમાં છાંયડા હાલ્યા કરે.
બંધ મુઠ્ઠીમાં પુરાયેલી ક્ષણો
હસ્તરેખાઓને પંપાળ્યા કરે.
જાગતાં ના પાંપણો ઊંચી કરે
બંધ આંખોથી ૫છી ભાળ્યા કરે!
પ્હોંચવા એને સીધો રસ્તો લઉં
એ જ મારા રાહને વાળ્યા કરે!
આંખથી આંસુ બની વરસે નહીં
લાગણીઓ આગ થૈ બાળ્યા કરે.
રાતદી જોયા વને બોલ્યા કરે
ક્હેવી છે તે વાતને ટાળ્યા કરે!
૨૫-૭-’૭૪