ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મોચી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 52: | Line 52: | ||
</center> | </center> | ||
<hr> | <hr> | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = મથુરાદાસ જેરામ | |previous = મથુરાદાસ જેરામ | ||
|next = અમરતલાલ | |next = અમરતલાલ | ||
}} | }} |
Revision as of 22:22, 3 May 2024
મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટોપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે
તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે
રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે
ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો?
પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે.
ઊંચે નજર કરી શકતો નથી
મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે
◼
મોચી • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼