કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/મૂળ એક: Difference between revisions
Jump to navigation
Jump to search
૮. મૂળ એક
(+1) |
No edit summary |
||
Line 27: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પરબનું | |previous = પરબનું પાણી | ||
|next = રોડવનારો રામ | |next = રોડવનારો રામ | ||
}} | }} |
Latest revision as of 00:59, 31 May 2024
મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
ધરતી જોડતી દાંડલી એક જ,
અગણ પુષ્પ-અભિષેક,
પાંખડી પાંખડીએ ચેતનમય
પૃથ્વીની પમરે મ્હેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
આભ આષાઢી ઘન-ગોરંભે
ઝૂકે લ્હેકં લ્હેક,
મોર બપૈયા ચાતક કેરી,
ભિન્ન અભિન્ન ગહેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
કોઈ વન પૂજે, કોઈ મન પૂજે,
તન પૂજે અતિરેક,
પૂજન-શબ્દ વિવિધ કિંતુ મહીં
અકલ એક અહાલેક રે;
ભાઈ, મૂળ એક, એનાં મુખ અનેક હો જી.
(રામરસ, પૃ. ૨૪)