કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વર્ષાની એક ક્ષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૫. વર્ષાની એક ક્ષણ
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
નેવાં હજી ટપકે છે. | નેવાં હજી ટપકે છે. | ||
કોરાં રહી ગયેલાં દાદીમા પર. | કોરાં રહી ગયેલાં દાદીમા પર. | ||
આ બાજુનાં ખેતરોએ ડૂબકી મારી છે | આ બાજુનાં ખેતરોએ ડૂબકી મારી છે | ||
સર્જાઈ રહેલા ક્ષણભંગુર સરોવરમાં. | સર્જાઈ રહેલા ક્ષણભંગુર સરોવરમાં. | ||
Line 13: | Line 14: | ||
ઠરીઠામ થઈ શક્યું નથી, | ઠરીઠામ થઈ શક્યું નથી, | ||
ભાંગતી લહર પર પવન મલકાય છે. | ભાંગતી લહર પર પવન મલકાય છે. | ||
સૂર્ય ડોકિયું કરે છે ત્યારે | સૂર્ય ડોકિયું કરે છે ત્યારે | ||
છાયાઓ વૃક્ષો વચ્ચેના જળને | છાયાઓ વૃક્ષો વચ્ચેના જળને | ||
વધુ બિલોરી બનાવે છે. | વધુ બિલોરી બનાવે છે. | ||
શિશુની આંખ શો સમય | શિશુની આંખ શો સમય | ||
જલથલનું દર્પણ બને છે. | જલથલનું દર્પણ બને છે. | ||
દાદીમા પગથિયે બેસી | દાદીમા પગથિયે બેસી | ||
કબૂતરના ઊડવાની રાહ જુએ છે. | કબૂતરના ઊડવાની રાહ જુએ છે. | ||
ત્યાં એમનાં અંગૂઠા જેવું દેડકું | ત્યાં એમનાં અંગૂઠા જેવું દેડકું | ||
એમને ઓળખવા મથે છે. | એમને ઓળખવા મથે છે. |
Latest revision as of 01:48, 2 June 2024
ગામેગામ ભીંજાઈ ગયાં છે,
નેવાં હજી ટપકે છે.
કોરાં રહી ગયેલાં દાદીમા પર.
આ બાજુનાં ખેતરોએ ડૂબકી મારી છે
સર્જાઈ રહેલા ક્ષણભંગુર સરોવરમાં.
ટેકરી પરના મંદિરની ધજાનું પ્રતિબિંબ
ઠરીઠામ થઈ શક્યું નથી,
ભાંગતી લહર પર પવન મલકાય છે.
સૂર્ય ડોકિયું કરે છે ત્યારે
છાયાઓ વૃક્ષો વચ્ચેના જળને
વધુ બિલોરી બનાવે છે.
શિશુની આંખ શો સમય
જલથલનું દર્પણ બને છે.
દાદીમા પગથિયે બેસી
કબૂતરના ઊડવાની રાહ જુએ છે.
ત્યાં એમનાં અંગૂઠા જેવું દેડકું
એમને ઓળખવા મથે છે.
કોણ છો? ક્યારનાં બેઠાં છો અહીં?
ઑક્ટોબર ૨૦૦૧
(પાદરનાં પંખી, ૩૦)