ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/દૃશ્યથી ધીમા સ્વરોને: Difference between revisions
Jump to navigation
Jump to search
દૃશ્યથી ધીમા સ્વરોને
દૃશ્યથી ધીમા સ્વરોને • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''દૃશ્યથી ધીમા સ્વરોને'''</big></big></center> | <center><big><big>'''દૃશ્યથી ધીમા સ્વરોને'''</big></big></center> | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2b/19_Udayan_Thakkar_drashyathi_dima.mp3 | |||
}} | |||
<br> | |||
દૃશ્યથી ધીમા સ્વરોને • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
<br> | |||
Latest revision as of 00:29, 4 June 2024
◼
દૃશ્યથી ધીમા સ્વરોને • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
દૃશ્યથી ધીમા સ્વરોને લાંબું અંતર પાર કરતાં, વાર તો લાગે જ ને!
આ ગઝલ વંચાઈ ગઈ, પણ આંસુઓને કાને પડતાં વાર તો લાગે જ ને!
રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે?
બોજ ઝાકળનો લઈને, પાંખડીઓને ઊઘડતાં વાર તો લાગે જ ને!
પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું
જે છુપાવે મોં તિમિરથી, એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને!
ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં
ડોકિયું કાઢીને કૂંપળ એમ કહેતી હસતાં હસતાં, ‘વાર તો લાગે જ ને!’
હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને!