|
|
Line 3: |
Line 3: |
| {{Heading|સર્જક-પરિચય}} | | {{Heading|સર્જક-પરિચય}} |
|
| |
|
| [[File:Harshad Trivedi 20.png|frameless|center]]<br> | | [[File:Harshad Trivedi.jpg|frameless|center]]<br> |
| {{Poem2Open}} | | {{Poem2Open}} |
| હર્ષદ ત્રિવેદીનો જન્મ તા. ૧૭/૭/૧૯૫૮ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં વતનનાં ગામ ખેરાળી મુકામે થયો. પિતા અમૃત ત્રિવેદી અને માતા શશીબાનાં આ બીજાં સંતાનને સાહિત્યનો વારસો ગળથૂથીમાંથી મળેલો. પિતાજી વ્યવસાયે પ્રથમ મૂળી તાલુકાનાં લીમલી ગામે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકમાંથી આગળ વધીને પછી કેળવણી નિરીક્ષક તરીકે નિવૃત્ત થયા પરંતુ એમનો આત્મા સાહિત્યકારનો. પિતાજી( જેમને હર્ષદ પ્રેમથી કાકા કહે છે.) ‘રફીક’ના ઉપનામથી છંદોબધ્ધ કવિતા અને ગ્રામજીવનની વાર્તાઓ લખતા. દંપતી અમૃત ત્રિવેદી અને શશીબાનું લીમલીનું ગ્રામજીવન આમતો શિક્ષણ ઉપરાંત ખેતી અને પશુપાલનમાં રચ્યુપચ્યું રહેતું. માતા પિતા, ચાર બાળકો ઉપરાંત વાર તહેવારે આવી ચડતા અભ્યાગતોને આ ઘેર રોટલો અને ઓટલો સાંપડી રહેતા. આ રીતે એમનું આતિથ્ય વખણાતું એટલે કવિ ‘મીનપિયાસી’, પ્રજારામ રાવલ, કલાધર વૈષ્ણવ, લાભશંકર રાવળ ‘શાયર’, કિરીટ ગઢવી, બચુભાઈ ગઢવી, બાપલભાઈ ગઢવી, પુષ્કર ચંદરવાકર, દિલીપ રાણપુરા અને એવા અનેક સાહિત્યકારોનાં આગમન, કાવ્યપાઠ અને ચર્ચાઓથી ઘરનું વાતાવરણ જીવંત રહેતું. વળી ઘરમાં એ વખતે ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ સામયિકો ‘કુમાર’, ‘કવિલોક’, ‘અખંડ આનંદ’, ‘દક્ષિણા’, ‘નવચેતન’, ‘મિલાપ’, ‘ચાંદની’, ‘સમર્પણ’, ‘આરામ’, ઊર્મિ નવરચના’, ‘નવનીત’, ‘પથિક’, ‘હિંદુ મિલનમંદિર’, ‘સોવિયેતલેન્ડ’ આવતાં જેનાથી કિશોરાવસ્થામાં જ હર્ષદમાં સાહિત્યના સંસ્કાર રસાયા. બધું જ સમજાઈ જાય એવું નહીં પણ ભવિષ્યમાં કવિ અને નીવડેલા સંપાદક થવાનો પાયો અહીંથી નંખાયો કેમકે ફક્ત લખાતા શબ્દમાં જ રસ પડે એવું નહીં પણ દરેક સામાયિકની રૂપસજ્જાની પણ સભાનતા આપોઆપ અચેતન મનમાં સંઘરાવા માંડી. સુરેન્દ્રનગર જિલ્લો પ્રકાશન ક્ષેત્રે આજે તો એનાં ચોપાનિયાં જેવાં ત્રીસ ચાલીસ અખબારોથી વધારે ઓળખાય છે પણ એ સમયે જિલ્લાનું પોતીકું કહેવાય એવું સાહિત્યિક સામાયિક 'પલાશ'નાં નામથી નીકળતું જેમાં એ સમયના દીગજ્જ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર તો સ્થાનિકે નવા નવા કવિપદને વરેલા એવા ‘મલય’ તખલ્લુસધારી અને આજના વિશ્વવિખ્યાત ચિત્રકાર કવિ ગુલામમોહમદ શેખનાં કાવ્યો છપાતાં. | | હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક, વિવેચક તરીકે સુખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તા. ૧૭.૭.૧૯૫૮ના રોજ જન્મેલા કેળવણીકાર પિતા અમૃત ત્રિવેદી અને માતા શશી બહેનના સંતાન હર્ષદ ત્રિવેદી છેલ્લા ચાર દાયકાથી સાહિત્યના એકાધિક સ્વરૂપોમાં સ્વૈરવિહાર કરતાં રહ્યાં છે પરંતુ તેમનો પ્રથમ પ્રેમ તો કવિતા જ. આ સર્જકે ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૮), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તરવેણી’ (૨૦૧૩), ‘તમે ખરા!’ (૨૦૧૭) અને સમગ્ર કવિતાનો સંચય ‘ઝાકળમાં ઘર’ (૨૦૧૭) એમ કુલ છ કાવ્યસંગ્રહ આપ્યાં છે. આ બધા સંગ્રહોમાંથી પ્રગટ થતી એમની કાવ્ય મુદ્રા એક રંગદર્શી કવિની છે. કોઈ યુગના સંદર્ભોમાં ન સમાતી તેમની સર્જકતા ઊર્મિના સદ્ય ઉભરાટની, એક મુગ્ધ કવિની છાપ ઉપસાવે છે. |
| આજે અછાંદસ કે ગઝલ લખતાં કવિઓને કાં તો છંદ આવડે જ નહીં અથવા તો અરુઝનું ખપ પુરતું જ્ઞાન હોય છે. પરંતુ વરસોમાં કવિતા ખરા અર્થમાં કાનની કળા હતી. પિતાજી છંદોબદ્ધ કવિતા લખતા એટલે પોતાને સ્ફૂરેલી પંક્તિ છંદમાં બેસે છે એની ખાતરી કરવા ખુરશી પર બેસીને સામેનાં ટેબલ પર પહેલા હાથથી તાલ આપી સસ્વરે ગાય અને કાગળ પર ટપકાવતા જાય. આ દ્રશ્ય આમ પણ કિશોરાવસ્થામાં પગરણ માંડી ચુકેલા હર્ષદને મન અનુકરણ કરવા યોગ્ય લાગે એતો આજે પણ એની પાસેથી સ્વનામધન્ય સાહીત્યકારોની વાકછટાઓ જેણે માણી છે એને તરત સમજાઈ જાય. એટલે કાકા બહાર જાય ત્યારે ટેબલ સામે ગોઠવાઈને એ મુદ્રાઓ દ્વારા કાવ્યનું સુખડ ઘસવામાં રત એવા આ કિશોરને પોતાના ભાલે કવિતાએ ક્યારે તિલક કરી દીધું એના ચોક્કસ દિવસ વાર તો પોતાને પણ યાદ નહીં હોય!
| | કાવ્યકળાના સર્વ કસબના જાણતલ આ સર્જક માનવમનના ઊંડાણોને તાગતા સજ્જ વાર્તાકાર છે તેની પ્રતિતિ તેમના બે વાર્તા સંગ્રહો ‘જાળિયું’ (૧૯૯૪) અને ‘મુકામ’ (૨૦૨૦)માંથી પસાર થતા થાય છે. સૌંદર્ય અને સદભાવ રમણીય ભાષામાં પ્રગટાવતા રેખાચિત્રો ‘સરોવરના સગડ’ (૨૦૧૮) અને લલિત નિબંધો ‘માંડવીની પોળના મોર’ (૨૦૨૦) તેમના મહત્વના ગદ્ય સંચય છે. ‘સોનાની દ્વારિકા’ (૨૦૧૭) એમની નવલકથા છે. વિવેચન સંગ્રહ ‘શબ્દાનુભવ’ (૨૦૦૭), લોકગીતોનો આસ્વાદ ગ્રંથ ‘કંકુ ચોખા’ (૨૦૧૭) અને ‘રાજેન્દ્ર શાહ’ (૨૦૨૪) લઘુ પુસ્તિકા (Monograph) તેમની સાહિત્યસુઝના પરિચાયક ગ્રંથ છે. |
| પણ એ વરસોમાં નરસિંહ મહેતાથી માંડીને રમણલાલ સોની સુધી અને મેઘાણીથી શરુ કરીને દાદીમાને કંઠે લોક રામાયણ અને મહાભારતનું આકંઠ પાન કરવાનું થયું. અને ખીજડીયા હનુમાનમાં થતા ડાયરાને સવારો સવાર સુધી માથું ડોલાવીને સાંભળતાં આ કિશોરમાં કાવ્યતત્વની પ્રશિષ્ટ સમજણની સાથે લોકનું સાહિત્ય પણ એટલું જ ઉજળું છે એ પ્રતીતિનાં બીજ નંખાયાં જે આજે ‘કંકુ ચોખા’ રૂપે સામે આવ્યાં છે. આમ કાન, નાક, સ્પર્શથી ઝીલેલાં જગતની છબી અને અર્ધ સ્વપ્ન અને અર્ધ જાગૃત અવસ્થાના વરસોમાં જે વાવો એ અંકુરિત થઈ ઉઠે એવી ભાવભૂમીમાં બીજ તો કાવ્યનાં જ પડેલાં હતાં જેને આજુબાજુનું વાતાવરણ મદદે આવ્યું. પોતે જેમાં લખ્યું છે એ મંદાક્રાન્તા છંદ કહેવાય એની સભાનતા વગર કોલેજિયન હર્ષદ ત્રિવેદીને કાવ્યપંક્તિઓ સ્ફુરે છે,
| | હર્ષદ ત્રિવેદી કુશળ સંપાદક છે. તેમનાં ૨૬ સંપાદન ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં બહોળી ચાહના અને સ્વીકૃતિ પામ્યાં છે. જેમાં મોરારી બાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વ વાકધારા’ ગ્રંથ ૧ થી ૨૦ (૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૮), ‘ગુજરાતી કવિતાચયન: ૧૯૯૧’ (૧૯૯૨), ‘સ્મરણરેખ’ (દિવંગત સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો) (૧૯૯૭), ‘ગઝલશતક’ (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯), ‘ગૂર્જર અદ્યતન નિબંધસંચય’ (ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯), ‘૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૯), ‘તપસીલ’ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી) (૧૯૯૯), ‘લાલિત્ય’ (ગુજરાતી નિબંધો) (૨૦૦૦), ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૧), ‘વેદના એ તો વેદ’ (કવિશ્રી ઉશનસ્-નાં ગીતો) (૨૦૦૧), ‘દલિતસાહિત્ય’ (૨૦૦૩), ‘અલંકૃતા’ (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી પુસ્તકો વિષયક લેખો) (૨૦૦૫), ‘કાવ્યાસ્વાદ’ (ગુજરાતી કવિતાઓના આસ્વાદ) (૨૦૦૬), ‘નવલકથા અને હું’ (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭), ‘રાજેન્દ્ર શાહનાં સોનેટ’ (૨૦૦૭), ‘ટૂંકીવાર્તા અને હું’ (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯), ‘પાંચ દાયકાનું પરિદર્શન’ (અભ્યાસલેખો) (૨૦૧૦), ‘Silver Glimpses from Shabdasrushti : Selections from Modern Gujaraati Prose’ (2013), ‘નાટક અને હું’ (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪), ‘કવિતા અને હું’ (કવિઓઓની કેફિયત) (૨૦૧૪), ‘નિબંધ અને હું’ (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪), ‘રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ’ ગ્રંથ ૧ થી ૩ (૨૦૧૮), ‘એતદ્ મંજૂષા : ૨૦૧૩’ (૨૦૨૩), ‘ઉશનસ્ : પ્રતિનિધિ કાવ્યો’ (૨૦૨૩) તેમના ઉત્કૃષ્ટ સંપાદનકર્મના નમુના છે. |
| કવિને તરત સમાનધર્મા મિત્રો મળે છે. એ દિવસોમાં પરસ્પરના શ્વાસપ્રાણ હતા એ જગદીશ વ્યાસ તો ખરા અને સાથે મુકેશ માલવણકર, એહમદ વડિયા, આર.એસ. દૂધરેજિયા, હરીશ દાસાણી, સદાશિવ વ્યાસ, વિનોદ વ્યાસ, વિનોદ મકવાણા. અહીં પહેલા ફકરાથી અહીં સુધી આવતા આટઆટલાં નામ લખવાનું કારણ એટલું જ છે કે આજે જાણે સાહિત્યપ્રવૃત્તિ અમદાવાદ, વડોદરા કે મુંબઈમાં જ કેન્દ્રિત થઇ ગઈ હોય એવું લાગે પણ એ વરસોમાં સુરેન્દ્રનગર જેવાં કસબાતી શહેરોમાં પણ સાહિત્યના તેજથી મઢેલા ટાપુઓ હતાં. એક ટાપુ કડીમાં હોય તો એક બારડોલીમાં હોય, એક ટાપુ અમરેલીમાં તો એક ટાપુ સુરેન્દ્રનગરમાં હતો. પછીથી જે નામો ગુજરાતીમાં બહુ ખ્યાત થયાં એમાંથી મોટા ભાગના આવા કસબાતી સાહિત્ય વર્તુળોમાં ઘડાયા છે. આવા જ એક શહેરમાંથી હર્ષદ એમ.એ. કરવા અમદાવાદ આવે છે ત્યારે હેવમોરમાં યુગપ્રવર્તક કવિઓ સાથે બેસીને કે ‘હોટેલ પોએટ્સ’નાં સર્જકો સાથે ખભેખભા મિલાવીને સર્જન કરવા છતાં ઝાલાવાડનું એક વાતાવરણ આ કવિમાં અક્ષુણ રહ્યું છે. ભલેને એ સમયે આધુનિકો જેવું ન લખવું એ એક મર્યાદા ગણાતી હોય તો પણ પિતા અમૃત ત્રિવેદી ‘રફીક’એ આપેલા કાવ્ય સંસ્કારોને અડગતાથી જાળવીને આ કવિએ પોતાને ઘરમાં જ મળેલી કાવ્યદીક્ષાથી ઉલટા ચાલીને ‘વખણાયું એટલે ફાવ્યું’ એવું ભાગ્યે જ લખ્યું છે. પિતાજી ઉપરાંત આ વલણ ટકાવી રાખવામાં ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી વિભાગમાં રમણલાલ જોશી કે ધીરુ પરીખ અને હિન્દી વિભાગના ભોળાભાઈ પટેલ અને રઘુવીર ચૌધરી જેવા અધ્યાપકોનું મૂંગું તપોબળ પણ ખરું. એટલે જ હર્ષદની ગઝલો ત્રીસ-પાંત્રીસ વરસ પહેલા લખાઈ ત્યારે જે સ્વકીય મુદ્રાથી ઝળહળતી હતી એટલી જ કહોને કે આજે જાણે એ દ્યુતિ વધારે પ્રકાશિત હોય એમ લાગ્યા વગર રહે નહીં. એટલે આ બધા શેર ઓજસ્વી અને અર્થગર્ભ લાગે છે,
| |
| અહીં એની ગઝલોની એક એક બારીકીઓ ગણી બતાવવાની મોકળાશ નથી પણ એક પ્રત્યે ખાસિયત તરફ ધ્યાન દોરું જેના સગડ ભાવકો હર્ષદની ગઝલોમાંથી શોધી કાઢશે. ગુજરાતી ગઝલમાં ‘ઘાયલ’ પછી આટલી ખૂબીથી તળપદા શબ્દો બીજા કોઈએ વાપર્યાનું મારી જાણમાં નથી.
| |
| હર્ષદ આપણા મોટા ગજાના સંપાદક છે. એના હાથમાં ‘શબ્દસૃષ્ટિ’ આવ્યા પછી એને એવી ટોચ પર પહોંચ્યાડ્યું કે ત્યાર પહેલા કે એ સ્થાન ફરીથી મેળવી શક્યું નથી. એ સમયે સત્વ અને સામગ્રીની રીતે એ ગુજરાતનું શ્રેષ્ઠ માસિક હતું. કોઈ સરકારી સંસ્થાનાં મુખપત્રે આટલા લાંબા સમય સુધી એનું ધોરણ જાળવી રાખ્યું હોય એવું પણ આ પહેલા ક્યારેય બન્યું નથી. ‘શબ્દસૃષ્ટિ’ માટેનો એનો ભાવ અપત્યપ્રીતિનો હતો. સામાન્ય સંજોગોમાં ઉપરી અધિકારી સાથે વિવેકથી વાત કરતી વખતે એમાં આ કવિતા કે લેખ ગુણવત્તાનાં ધોરણે નહીં પણ એનાં લેખક નામના કે કામના હોવાને લીધે છાપો એવું આછું સુચન થાય તો તે ક્ષણે જ હર્ષદમાં ઉમાશંકરીય રોષ ફાટી નીકળે એવા દ્રશ્યના સાક્ષી થવાનું અનેકવાર થયું છે. એના સંપાદનમાં એની કે બિંદુબેનની લખેલી એક લીટી નહીં છાપવાની એની ઝીદની સામે પોતાનાં પુસ્તકના ફ્લેપ પર પોતે લખી આપેલાં લખાણમાં પોતાને નવી કેડી કંડારી આપતા સર્જક તરીકે ઓળખાવનારી એક આખી પેઢી પણ મોજુદ છે! ગુજરાત સાહિત્ય અકાદમીમાં જોડાતા અગાઉ એની તાલીમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં જયંત કોઠારી જેવા નારિકેલ ફળ સમા સંશોધક અને વિવેચક પાસે થઈ એનો પૂરો હિસાબ એણે ‘શબ્દસૃષ્ટિ’ના માસિક અને દિવાળીના વાર્ષિક અંકો રૂપે આપ્યો છે. એટલે જ કોઈ પણ માસની છેલ્લી ત્રણ તારીખોમાં એને શોધવો હોય તો ચંદ્રિકા પ્રિન્ટરીમાં એ પ્રૂફ વાંચતો કે લે આઉટ માટે કોમ્પ્યુટર ઓપરેટર સાથે કલાકોની માથાકૂટ કરતો મળી આવે. રેંટીઆવાડની અખાદ્ય ચોળાફળી અને એવું બધું ખાઈને પણ એની પાછળ જ લાગેલો હોય. એનાં આ કાર્યની સુપેરે નોંધ લેવામાં એનામાં રહેલા ગીતકાર કે અછાંદસ કવિનું પ્રદાન નોંધવામાં ગુજરાત બેધ્યાન રહી ગયું છે. આ મારી અંગત પ્રતીતિ પણ છે કે ‘રહી છે વાત અધુરી’નાં ગીતો એ જુદાં જુદાં પિસ્તાલીસ ગીત નહીં પણ કોઈ એક કરુણ અનુભવના આઘાત રૂપે ઉતરી આવેલી એક ‘ગીતાંજલી’ જ છે. તો ‘મારી કામના’ નામના અછાંદસ માટે ચંદ્રકાંત ટોપીવાળા જેવા દુરારાધ્ય વિવેચક લખે કે ‘વળી અહીં અનુભવ, ખંડકોમાં વિભક્ત થવાને બદલે સંગીતમાં જેને મીંડ કહીએ છીએ એની જેમ પંક્તિઓથી પંક્તિઓ પર અનાયાસ સહબદ્ધ(Legato) આગળ વધે છે, અને એમ એ પોતાની સપ્રમાણતા, વ્યવસ્થા અને સંવાદિતાને જાળવે છે.’(‘અછાંદસમીમાંસા’, પૃ.૧૨૧) આ ચુસ્તી અને સુગઠિતતા એના પંચતત્વોનાં કાવ્યોમાં કે પિતાની સ્મૃતિમાં સંયત અવસાદથી લખાયેલું અને એમની રોજીંદી વસ્તુઓના સાહચર્યથી એમની હાજરી પ્રત્યક્ષ કરવા મથતું ‘અંદર-બહાર’ કે પછી દાંપત્ય જીવનનાં અમૂર્તને જુદાં જુદાં વસનોનાં ચાક્ષુષ અને સ્પર્શનાં અનુભવ સાહચર્યોથી સફળતાપૂર્વક ઘનીકરણ કરતું કાવ્ય ‘વસ્તર’ આ કવિની નીજી મુદ્રા ઉપસાવી આપતાં કાવ્યો તો છે જ પણ આ બધાં આપણી અછાંદસ કવિતાનું ઘરેણું પણ છે. ‘ઝીણું દળું તો ઊડી ઊડી જાય’ એવું થશે પણ અહીં એણે બીજાં સ્વરૂપોમાં પણ કરેલાં પ્રદાનની વાત કરી લઈએ.‘જાળિયું’ સંગ્રહની નામધારી વાર્તામાં કે ‘આઢ’માં તળની બોલી અને પાત્રાલેખન પરની એની હથોટી છતી કરે છે તો ‘અભિસાર’માં દામ્પત્યજીવનમાં કેદ એક સ્ત્રીની મનોમન આચરવામાં આવતી પરકીયાનું રૂઢ સત્યનારાયણની અને અન્ય કથાશૈલીઓની ઢબે થયેલું ચિત્રણ આવી શૈલી પરતેનું પ્રભુત્વ કેવું તો સચોટ છે એ માટે પણ માણવા જેવી છે.’પાણી કલર’ની બાળવાર્તાઓ મિત્રોનાં બાળકોની પ્રેકટિકલ પરીક્ષામાંથી પાર ઉતરેલી છે તો ‘શબ્દસૃષ્ટિ’માં રોજેરોજનાં પરોક્ષ વિવેચનમાંથી સમય ચોરીને કરેલા પ્રત્યક્ષ વિવેચનનું પુસ્તક ‘શબ્દનુભવ’ પણ ખરું. મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં દરવરસે યોજાતા ‘અસ્મિતાપર્વ’નાં વ્યાખ્યાનોનાં પંદર ગ્રંથો રૂપે શબ્સબધ્ધ કરવાના અવસરે રઘુવીર ચૌધરી જેવા મોટા ગજાના સંપાદકને પહેલા હર્ષદ યાદ આવે અને એમાં બાપુનો પણ રાજીપો હોય! આ કામ કેસેટો સાંભળીને કાગળ પર ઉતારી લેવા જેવી ચીલાચાલુ પધ્ધતિએ નહીં પણ જરૂર પડે તો આખો લેખ નવેસર લખાવ્યો હોય એવા પ્રસંગો પણ છે અને હર્ષદે આપેલું આ લેશન ‘ગુરુણામગુરુ’ નિરંજન ભગત સાહેબે પ્રેસમાં બેસીને છેલ્લી મિનિટોમાં કરી આપ્યાના વિરલ દાખલા જગબત્રીસીએ બહુ ચડ્યા નથી.
| |
| આટલી સર્જકતાથી છલોછલ એવા સર્જક એક દિવસ અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિનો નિર્ણય કરે ત્યારે એમનાં ખાતામાં રોજેરોજ રોકડા જમા થતા ચોવીસ કલાકનું નાણું એ રસ્તામાં અને સસ્તામાં વાવરી તો નહીં નાખેને એની ચિંતા બધાં હિતેછુંઓને થાય એ સ્વાભાવિક છે. જોકે આજે કુટુંબને એ પુરતો સમય આપતા થયા છે. જેમકે આ શેર કોરી કલ્પનામાંથી નહીં પણ સભર દામ્પત્યના પરિતોષમાંથી આવ્યો છે,
| |
| તો હર્ષદે પોતાના એકેએક દિવસનો હિસાબ આપતા હોય એ રીતે કટાક્ષગીતોનો સંગ્રહ ‘તમે ખરા...’, નવલકથા ‘સોનાની દ્વારિકા’, ‘કુમાર’માં હાલ શરુ અને આપણાં ચરિત્રસાહિત્યમાં અનોખી ભાત પાડતી શ્રેણી ‘સરોવરના સગડ’ જેવાં લખાણોથી અને આજે જે શ્રેણી માટે એને ‘કુમાર ચંદ્રક’ મળી રહ્યો છે એ ‘કંકુ ચોખા’ આપીને પોતાની સર્જકતાને અલગ અલગ રીતે તાગી જોઈ છે. અહીં એક કવિની ભાવયત્રી પ્રતિભા સુપેરે પ્રગટ થઇ છે. ઈ.સ.૧૯૯૦થી એનાં મનમાં બે વિચાર રમતા હતા. એક, ફિલ્મી ગીતોનું સાહિત્ય વિવેચનની પધ્ધતિએ રસદર્શન કરાવવું અને બીજું એવું જ રસદર્શન લોકગીતોનું કરાવવું. એમાંથી બીજો સંકલ્પ આજે પહેલા પૂર્ણ થાય છે. આપણાં લોકગીતોને શાસ્ત્રીય કે સહ્રદયતાથી રસદર્શન કરાવવામાં કોણ જાણે પણ કેમ આપણા વિદ્વાનોને બહુ રસ પડ્યો નથી. ‘કંકુ ચોખા’ની લેખમાળા આ બંને દ્રષ્ટીએ કેટલાક લોકજીભે રમતાં તો કેટલાક સાવ અંધારામાં રહી ગયેલાં લોકગીતોનું સહૃદય વિદ્વાને કરાવેલાં રસદર્શન છે. નરોત્તમ પલાણ સાહેબે એની પ્રસ્તાવના લખી છે એટલે મારાથી એ વિષે વધારે વાત ન કરાય પણ એમના ભાલે ‘કંકુ ચોખા’નું તિલક કરતાં આપણે પણ રળિયાત થયાંની લાગણી અનુભવીએ છીએ અથવા તો એમનો શેર ટાંકીને કહીએ તો,
| |
| ‘બેય બાજુથી મળ્યો છે ફાયદો હર્ષદ મને
| |
| ચાંદલો તમને કર્યો પણ આંગળી રાતી તો થઇ.’
| |
| બેય બાજુનો ફાયદો આપણી જેવાં ભાવકોનો જ છે એવી સ્પષ્ટતા કરવાની જરૂર ખરી? તો ‘કંકુચોખા’થી વિભૂષિત એવા ‘કુમાર ચંદ્રક’નું તેજ અલબત આજના દિવસે થોડું વધ્યું જ છે એ માટે હર્ષદ ત્રિવેદીને અભિનંદન.
| |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
|
| |
|
| {{Right|'''—કિરીટ દૂધાત'''}} | | {{Right|'''—સમીર ભટ્ટ'''}} |
|
| |
|
| <br> | | <br> |
સર્જક-પરિચય
હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક, વિવેચક તરીકે સુખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તા. ૧૭.૭.૧૯૫૮ના રોજ જન્મેલા કેળવણીકાર પિતા અમૃત ત્રિવેદી અને માતા શશી બહેનના સંતાન હર્ષદ ત્રિવેદી છેલ્લા ચાર દાયકાથી સાહિત્યના એકાધિક સ્વરૂપોમાં સ્વૈરવિહાર કરતાં રહ્યાં છે પરંતુ તેમનો પ્રથમ પ્રેમ તો કવિતા જ. આ સર્જકે ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૮), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તરવેણી’ (૨૦૧૩), ‘તમે ખરા!’ (૨૦૧૭) અને સમગ્ર કવિતાનો સંચય ‘ઝાકળમાં ઘર’ (૨૦૧૭) એમ કુલ છ કાવ્યસંગ્રહ આપ્યાં છે. આ બધા સંગ્રહોમાંથી પ્રગટ થતી એમની કાવ્ય મુદ્રા એક રંગદર્શી કવિની છે. કોઈ યુગના સંદર્ભોમાં ન સમાતી તેમની સર્જકતા ઊર્મિના સદ્ય ઉભરાટની, એક મુગ્ધ કવિની છાપ ઉપસાવે છે.
કાવ્યકળાના સર્વ કસબના જાણતલ આ સર્જક માનવમનના ઊંડાણોને તાગતા સજ્જ વાર્તાકાર છે તેની પ્રતિતિ તેમના બે વાર્તા સંગ્રહો ‘જાળિયું’ (૧૯૯૪) અને ‘મુકામ’ (૨૦૨૦)માંથી પસાર થતા થાય છે. સૌંદર્ય અને સદભાવ રમણીય ભાષામાં પ્રગટાવતા રેખાચિત્રો ‘સરોવરના સગડ’ (૨૦૧૮) અને લલિત નિબંધો ‘માંડવીની પોળના મોર’ (૨૦૨૦) તેમના મહત્વના ગદ્ય સંચય છે. ‘સોનાની દ્વારિકા’ (૨૦૧૭) એમની નવલકથા છે. વિવેચન સંગ્રહ ‘શબ્દાનુભવ’ (૨૦૦૭), લોકગીતોનો આસ્વાદ ગ્રંથ ‘કંકુ ચોખા’ (૨૦૧૭) અને ‘રાજેન્દ્ર શાહ’ (૨૦૨૪) લઘુ પુસ્તિકા (Monograph) તેમની સાહિત્યસુઝના પરિચાયક ગ્રંથ છે.
હર્ષદ ત્રિવેદી કુશળ સંપાદક છે. તેમનાં ૨૬ સંપાદન ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં બહોળી ચાહના અને સ્વીકૃતિ પામ્યાં છે. જેમાં મોરારી બાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વ વાકધારા’ ગ્રંથ ૧ થી ૨૦ (૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૮), ‘ગુજરાતી કવિતાચયન: ૧૯૯૧’ (૧૯૯૨), ‘સ્મરણરેખ’ (દિવંગત સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો) (૧૯૯૭), ‘ગઝલશતક’ (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯), ‘ગૂર્જર અદ્યતન નિબંધસંચય’ (ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯), ‘૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૯), ‘તપસીલ’ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી) (૧૯૯૯), ‘લાલિત્ય’ (ગુજરાતી નિબંધો) (૨૦૦૦), ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૧), ‘વેદના એ તો વેદ’ (કવિશ્રી ઉશનસ્-નાં ગીતો) (૨૦૦૧), ‘દલિતસાહિત્ય’ (૨૦૦૩), ‘અલંકૃતા’ (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી પુસ્તકો વિષયક લેખો) (૨૦૦૫), ‘કાવ્યાસ્વાદ’ (ગુજરાતી કવિતાઓના આસ્વાદ) (૨૦૦૬), ‘નવલકથા અને હું’ (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭), ‘રાજેન્દ્ર શાહનાં સોનેટ’ (૨૦૦૭), ‘ટૂંકીવાર્તા અને હું’ (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯), ‘પાંચ દાયકાનું પરિદર્શન’ (અભ્યાસલેખો) (૨૦૧૦), ‘Silver Glimpses from Shabdasrushti : Selections from Modern Gujaraati Prose’ (2013), ‘નાટક અને હું’ (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪), ‘કવિતા અને હું’ (કવિઓઓની કેફિયત) (૨૦૧૪), ‘નિબંધ અને હું’ (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪), ‘રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ’ ગ્રંથ ૧ થી ૩ (૨૦૧૮), ‘એતદ્ મંજૂષા : ૨૦૧૩’ (૨૦૨૩), ‘ઉશનસ્ : પ્રતિનિધિ કાવ્યો’ (૨૦૨૩) તેમના ઉત્કૃષ્ટ સંપાદનકર્મના નમુના છે.
—સમીર ભટ્ટ