કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨. ધ્રુવતારા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Created page with "{{SetTitle}} {{Heading|૨. ધ્રુવતારા| નિરંજન ભગત}} <poem> એ જ આભે એ જ તારા, એ જ સૌની એની એ જ..."
 
(No difference)

Revision as of 18:15, 8 July 2021

૨. ધ્રુવતારા

નિરંજન ભગત

એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ જ તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!

સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!


૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૧૨)