સંજ્ઞા: Difference between revisions

No edit summary
No edit summary
Line 18: Line 18:
|text =
|text =
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી પ્રજાના વિચારદારિદ્ર અને બુદ્ધિમાંદ્યને નિવારવાના સંકલ્પથી જ્યોતિષ જાનીએ ૧૯૬૬માં વડોદરાથી પ્રકાશિત કરેલું ત્રૈમાસિક.
૧૯૬૭માં જ્યોતિષ જાનીના તંત્રીપદે શરૂ થયેલું ત્રિમાસિક. આ સામયિકના અંકોમાં પ્રગટ થયેલી નોંધપાત્ર કૃતિઓએ ‘સંજ્ઞા’ને એ સમયનું ધ્યાનાર્હ સામયિક બનાવ્યું હતું. દોસ્તોએવ્સ્કીની પ્રસિદ્ધ કૃતિનો અનુવાદ ‘ભોંયતળિયાનો આદમી’ નામે સુરેશ જોષીએ કર્યો છે. હરિવલ્લભ ભાયાણીની પ્રતિરૂપ, કલ્પન, બિંબ અંગેની ચર્ચા, દિગીશ મહેતા, મધુ રાય અને નલિન રાવળની ટૂંકી વાર્તાઓ, પ્રબોધ પરીખ, મહેન્દ્ર દવે, સુરેશ જોષી, ઉશનસ્ અને સુન્દરમનાં કાવ્યો અહીં પ્રકાશિત થયાં છે. ‘સંજ્ઞા’માં પ્રગટ થયેલી સુરેશ જોષીની દીર્ઘ મુલાકાત, જયંત પારેખે લીધેલી નાટ્ય દિગ્દર્શક પ્રવીણ જોષીની મુલાકાત તેમજ ચન્દ્રકાન્ત બક્ષીની વિવાદી વાર્તા ‘કુત્તી’, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘જટાયુ’ કાવ્યકૃતિ, લાભશંકર ઠાકરનું એકાંકી ‘વૃક્ષ’ જેવી નોંધપાત્ર કૃતિઓનું પ્રકાશન અહીં થયું છે. ‘સંજ્ઞા’એ કવિતા, વાર્તા અને નાટક જેવા સ્વરૂપ વિષયક વિશેષાંકો આપ્યાં છે.
ગુજરાતી ભાષાના વિદ્વાનોની સમકાલીન ચાર પેઢીઓના પ્રતિનિધિરૂપ રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, સુન્દરમ્, યશવન્ત શુક્લ, સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, વિનોદ અધ્વર્યુ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ઉશનસ્, જયંત પાઠક, ચન્દ્રકાન્ત બક્ષી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઇવા ડેવ, રાવજી પટેલ, કિશોર જાદવ, સુમન શાહ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, લાભશંકર ઠાકર, પ્રમોદકુમાર પટેલ અને અચ્યુત યાજ્ઞિક વગેરે સર્જકો-વિવેચકોની કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ તથા સિદ્ધાન્ત-વિવેચન ઉપરાંત કૃતિ-આસ્વાદ, ગ્રન્થાવલોકન, સર્જકમુલાકાત અને પરિસંવાદ-અહેવાલ પ્રગટ કરનારા ‘સંજ્ઞા’એ અલ્પાયુમાં વિશિષ્ટ વાચકવર્ગમાં પ્રતિષ્ઠા મેળવી હતી.
{{Right |'''— કિશોર વ્યાસ'''
'''‘સામયિક કોશ’માંથી સાભાર'''}}

નાટક તથા વાર્તા-આસ્વાદના વિશેષાંકો તેમજ સાહિત્યિક સંજ્ઞાઓ અને ફિલ્મનિર્માણ વિષયક લેખમાળાઓ ‘સંજ્ઞા’નું ગુજરાતી સાહિત્યને મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
{{Right |'''— રમેશ ર. દવે'''
'''‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩’માંથી સાભાર'''}}