હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચારે તરફથી એમ નજરને સમેટશું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું


સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એના કેશને
સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એનો કેશભાર
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું


Line 13: Line 13:
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું


લંબાવી હાથ સ્પર્શશું વાદળની કોરને
લંબાવી હાથ સ્પર્શશું વાદળને કોરમોર
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું



Latest revision as of 07:59, 7 July 2024



ચારે તરફથી એમ નજર પાછી ખેંચશું
ના હોય ત્યાં ય એનો કમરબંધ દેખશું

સૂંઘીશું ગાઢ શ્વાસ ભરી એનો કેશભાર
વેણીની જેમ આપણે પણ બહુ મહેકશું

નિખરે છે એના ગૌર વરણથી બધા ય રંગ
એની ગલીમાં મેઘધનુ પર ટહેલશું

લંબાવી હાથ સ્પર્શશું વાદળને કોરમોર
પાલવ કિનાર સાથ ક્ષિતિજ લગ લહેરશું

છે મૌન એનું પૈઠણી વાણી ય પૈઠણી
શું તાણાવાણા આપણે એના ઉકેલશું

છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા