અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક ભોળો ભાભો| દલપતરામ}}
<poem>
<poem>
{{Center|''(મનહર છંદ)''}}
{{Center|''(મનહર છંદ)''}}

Revision as of 09:10, 9 July 2021

એક ભોળો ભાભો

દલપતરામ

(મનહર છંદ)


એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧