રમણીક સોમેશ્વરની કવિતા/કાંડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
કાંડી રે ચાંપીને કીધાં કેવા કમઠાણ
કાંડી રે ચાંપીને કીધાં કેવા કમઠાણ


રોળી કાયા રે અળાયા કેરી રાખ
રોળી કાચા રે અળાયા કેરી રાખ
{{gap|3em}}કેવાં રે સંધૂકણ કીધાં સામટાં
{{gap|3em}}કેવાં રે સંધૂકણ કીધાં સામટાં
{{gap|3em}}માગ્યો નેહ
{{gap|3em}}માગ્યો નેહ

Latest revision as of 16:00, 9 September 2024

૩૯ . કાંડી

બોલો ચતુર સુજાણ
કાંડી રે ચાંપીને કીધાં કેવા કમઠાણ

રોળી કાચા રે અળાયા કેરી રાખ
કેવાં રે સંધૂકણ કીધાં સામટાં
માગ્યો નેહ
ને ખડકલા કીધા ચેહના
કેવા રાતા રે નવાણે રેલા નીતર્યા
બધે તાણ તાણ તાણ
બોલો, ચતુર સુજાણ

કાંડી તો રાંધણિયાની આબરૂ
કાંડી ધીમો રે રવેશનો ઉજાસ
એમાં ભડભડ ભડકાઓ ક્યાંથી સાચવ્યા
આ રે રમત કેવી આદરી
ઊભાં કીધાં રમખાણ
બોલો, બોલો, ચતુર સુજાણ.