ગુજરાતી અંગત નિબંધો/પ્રણયભીનો માંડુ દુર્ગ: Difference between revisions
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૬
પ્રણયભીનો માંડૂ દુર્ગ -- ભારતી રાણે|}} | {{Heading|૨૬
પ્રણયભીનો માંડૂ દુર્ગ -- ભારતી રાણે|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c0/KRUSHNA_MAANDUDURG.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • પ્રણયભીનો માંડૂ દુર્ગ — ભારતી રાણે • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંજ ઢળતાં જ ખંડેરો સજીવ થઈ ઊઠે છે. સમય જાણે પારદર્શક બની જાય છે. સદીઓ પૂર્વે અહીંથી પસાર થઈ ગયેલા મુસાફરોના શ્વાસ, નિઃશ્વાસ અને અધૂરી આરજૂનાં ગીત પવન ધીમું-ધીમું ગણગણવા લાગે છે. વિંધ્યાચળની ઉપત્યકાઓ પવનવેગી અશ્વોના દાબડાથી ધડકી ઊઠે છે. પઠારની કરાડોમાં, માળવાનાં ઊંચાણો પર ને નિમાડની કંદરામાં પડઘા પડે છે રૂપમતી.... રૂપમતી.... રૂપમતી.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... પડઘા નીમાડ પર ડમરીની જેમ ઘુમરાય છે, ને પછી દૂર સામે વહેતી દેવી નર્મદાના જળમાં ડૂબી જાય છે. | સાંજ ઢળતાં જ ખંડેરો સજીવ થઈ ઊઠે છે. સમય જાણે પારદર્શક બની જાય છે. સદીઓ પૂર્વે અહીંથી પસાર થઈ ગયેલા મુસાફરોના શ્વાસ, નિઃશ્વાસ અને અધૂરી આરજૂનાં ગીત પવન ધીમું-ધીમું ગણગણવા લાગે છે. વિંધ્યાચળની ઉપત્યકાઓ પવનવેગી અશ્વોના દાબડાથી ધડકી ઊઠે છે. પઠારની કરાડોમાં, માળવાનાં ઊંચાણો પર ને નિમાડની કંદરામાં પડઘા પડે છે રૂપમતી.... રૂપમતી.... રૂપમતી.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... પડઘા નીમાડ પર ડમરીની જેમ ઘુમરાય છે, ને પછી દૂર સામે વહેતી દેવી નર્મદાના જળમાં ડૂબી જાય છે. |
Latest revision as of 16:35, 25 October 2024
પ્રણયભીનો માંડૂ દુર્ગ -- ભારતી રાણે

ગુજરાતી અંગત નિબંધો • પ્રણયભીનો માંડૂ દુર્ગ — ભારતી રાણે • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

સાંજ ઢળતાં જ ખંડેરો સજીવ થઈ ઊઠે છે. સમય જાણે પારદર્શક બની જાય છે. સદીઓ પૂર્વે અહીંથી પસાર થઈ ગયેલા મુસાફરોના શ્વાસ, નિઃશ્વાસ અને અધૂરી આરજૂનાં ગીત પવન ધીમું-ધીમું ગણગણવા લાગે છે. વિંધ્યાચળની ઉપત્યકાઓ પવનવેગી અશ્વોના દાબડાથી ધડકી ઊઠે છે. પઠારની કરાડોમાં, માળવાનાં ઊંચાણો પર ને નિમાડની કંદરામાં પડઘા પડે છે રૂપમતી.... રૂપમતી.... રૂપમતી.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... બાઝબહાદૂર.... પડઘા નીમાડ પર ડમરીની જેમ ઘુમરાય છે, ને પછી દૂર સામે વહેતી દેવી નર્મદાના જળમાં ડૂબી જાય છે. વિંધ્યાચળ પર્વતની અંતિમ શ્રૃંખલા મધ્યે હરિત મંડપ શા સોહતા માંડૂ દુર્ગની સસ્ય-શ્યામલા, ઉર્વર માટીમાં પ્રણયની ભીની-ભીની સુગંધ છે. એશિયા મહાદ્વીપના આ સર્વાધિક વિશાળ દુર્ગને પ્રખર અને સ્પષ્ટ સૂર્ય જેવો નહીં, અનંત સુધી વિખરાયેલા અગણિત તારલાઓ જેવો ટમટમતો ઈતિહાસ છે. પણ આ તારામંડળમાં ચંદ્રમા થઈને ચમકે છે એક પ્રણયકથા – રાજા બાઝબહાદૂર અને રૂપમતીની સ્નેહગાથા. સંગીતના સૂરમાં જેમનાં અંતરના તાર મળી ગયા હતા તેવાં પ્રેમીઓની અમર કહાણી. માંડૂના કણકણમાં મારું મન રૂપમતીને શોધ્યા કરે છે. ગાઈડની વાણી અવિરત ચાલી રહી છે, ‘આ છે, હીંડોળા મહેલ.... ’ ગાઈડ બતાવે છે તે નિશાનીઓમાં મન લાગતું નથી. થાય છે, ક્યાં છે હીંડોળે ઝૂલતી રૂપમતી? પાછળ મુંજસાગરને તીરે ઊગેલાં વૃક્ષોની કેડી ઉપરથી સૂર્ય અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યો છે. મુંજસાગરમાં થોડું પાણી, થોડાં કમળ ને ઘણો કાદવ છે. ડાબી તરફ જહાજમહેલના ઝરૂખા દેખાય છે. ચંપાબાવડીના ઊંડાણમાં થોડુંક પાણી છે, જે સૂર્યનાં અંતિમ કિરણોમાં જરાક ઝળકી રહ્યું છે. મહેલની નીચે ભોંયરામાં બે મજલા છે, પ્રથમ ભૂગર્ભ મજલામાં ગાઢ અંધકારનું ને તેનાથીય ઊંડા દ્વિતીય મજલામાં ઊંધે માથે લટકતાં ચામાચિડિયાંનું સામ્રાજ્ય છે. તળાવમાંથી રેંટ વાટે પાણી ખેંચીને દિવાલો વચ્ચે રચેલી નલિકાઓ મારફત જહાજમહલના પ્રથમ મજલા પર બાંધેલ હોજમાં લવાતું. કુંડનાં પાણી ને સમગ્ર શાહી ક્ષેત્રમાં રેલાતી શીતળતા હવે વીતેલા સમયની જેમ અદૃશ્ય થઈ ગયાં છે. ગાઈડ કહેતો જાય છે...‘આ છે થિયેટર હોલ, શાહી રંગમંચ. ને બંને કોર બાંધેલા છે વેશસજાવટ માટેના કક્ષ. ત્યાં થોડે દૂર છે ટર્કીશ બાથ – તુર્ક પદ્ધતિનો શાહી હમામ. વરાળના ફુવારા-નલિકાઓ, ઉષ્ણ-શીતળ જળના કુંડ, અને પ્રકાશ-હવાની આવન-જાવનની ખૂબીઓ ધરાવતો શાહી હમામ....’ રૂપમતી આ શાહી મહેલમાં રહેતી હશે. સામે જળમહેલની અટારી પર રાજા બાજબહાદુર દીપક રાગ છેડતા હશે, ને શાહી સંકુલ દીવડાઓથી ઝળહળી ઊઠતું હશે, ને પછી ગુંજતો હશે રૂપમતીનો મધુર કંઠ. એ ક્યારેક બસંતબહાર તો ક્યારેક મેઘમલ્હાર ગાતી હશે, ને ત્યારે વિંધ્યાચળ પર ઘનઘોર વાદળ ઊમટી પડતાં હશે ને એના વરસી પડતા જળમાં દીવાઓ બુઝાઈ જતા હશે; ત્યારે પ્રણયમાં એકતાન થયેલાં પ્રેમીઓના પ્રેમની રાતરાણી મઘમઘી ઊઠતી હશે... હવા જરા થંભી જાય છે. દૃશ્યો ઓઝલ થઈ જાય છે. હવે અહીં વારંવાર ગુંજી ઊઠતા લડાઈના શંખનાદ નથી. અંગ્રેજોની વિદાયને પણ એક અરસો વીતી ગયો. અને આજે હું આ ખંડેરોને પૂછયા કરું છું, ‘ક્યાં છે રૂપમતીનો મંડપ?’ ગાઈડ શાંતિથી દૂર ઊંચી ટેકરી પર ઊભેલા બે છત્રીઓ જેવા પથ્થરના ઝરૂખા દેખાડે છે. ‘વો રહા રૂપમતીકા મંડપ. કરીબ સાત મીલકી દૂરી પર હોગા. અબ તો રાત ઢલને લગી હૈ, વર્હાં કુછ દેખના સંભવ નહીં હોગા...’ ના, ના, અહીં સુધી આવીને રૂપમતીને મળ્યા વિના કેમ જવાય? ઉતાવળે પગલે અમે જહાજમહેલનાં પગથિયાં ઊતરી જઈએ છીએ. અંધારાને અવગણીને પણ રૂપમતીને મળવા રેવાક્ષેત્ર તરફ ગાડી હાંકી મૂકીએ છીએ. આછા અંધકારમાં માંડવગઢની આસપાસનાં સૂનાં સ્થળોને વટાવતાં અમે સ્થિર ગતિથી રૂપમતીની છત્રી તરફ આગળ વધી રહ્યાં છીએ. ગાઈડ બતાવ્યા કરે છે, ‘આ છે દાઈનો મહેલ. પે...લા પથરા પાસેથી બૂમ પાડો તો છેક મહેલમાં પડઘા પડે. જુઓ આમ, દાઈમા - દાઈમા, ફેલ પાસ?’ પડઘો પડે છે ‘પાસ... પાસ... પાસ...’ હવે તો આ ઈકો પોઈન્ટ માત્ર એક રમત બની ગયું છે, પણ ત્યારે નિશ્ચિત અંતરે રચેલી મઢૂલીઓની દીવાલોમાં પડઘાતા-પડઘાતા સંદેશા અહીંથી છેક ધારાનગરી સુધી પહોંચતા! હું ‘ઈકો પોઈન્ટ’ પર ઊભી રહી બૂમ પાડુ છું, રૂપમતી... રૂપમતી... અને મારો જ અવાજ મારો ઉપહાસ કરતો હોય એવું લાગે છે. જાણે કહી રહ્યો છે, કે આ પથ્થરોની દુનિયામાં પડઘા પહેરીને રૂપમતીને ન મળી શકાય. એને તો અંતરથી આત્મસાત્ કરવી પડે –એકલાં, નિઃશબ્દ. હવે અંતર ઘટી રહ્યું છે. લગાતાર પસાર થતાં માંડૂનાં સ્થળો દેખાય છે, છતાં દેખાતાં નથી. ‘આ રેવાકુંડ. રૂપમતીની પ્રતિજ્ઞા ન તૂટે એ માટે દેવી નર્મદા અહીંથી સાક્ષાત પ્રગટ થયેલાં. એટલે આજે પણ નર્મદા-પરિક્રમા આ રેવાકુંડ ફરતે ચકરાવો માર્યા વિના પૂરી થતી નથી.’ હાસ્યાસ્પદ લોકવાયકાઓ. બાઝબહાદુરે રૂપમતી ભૂખી-તરસી બેસી ન રહે તે માટે અહીં આ કુંડ બનાવી એનું મન બહેલાવ્યું હશે! ગાઈડ વાર્તા કરી રહ્યો છે, પણ હું આ કાળી રાત જેવો મૃત્યુનો ઘૂંઘટ ઓઢીને બેઠેલી રૂપમતીનો ચહેરો આકાશમાં કંડાર્યા કરું છું, ને એના ઘૂંઘટની રૂપેરી કોર જેવો ભાઈબીજનો ચંદ્ર મારી આંખોમાં ઝૂલ્યા કરે છે. ઊંચી ટેકરી પર આવેલા રૂપમતીના મંડપ પાસે પહોંચ્યાં. અગાશીની બંને કોર રૂપકડી છત્રીઓ રચેલી હતી. આ તો રૂપમતીનો મંડપ, જ્યાંથી પ્રાતઃકાળે રોજ રૂપમતી દેવી નર્મદાનાં દર્શન કરતી, ને પછી જ એની દિનચર્યા શરૂ થતી. ધરમપુરીના રાજપૂત જમીનદાર થાનસિંહની લાડલી, બુદ્ધિમાન, સૌંદર્યવતી અને સુસંસ્કૃત પુત્રી રૂપમતી. દેવી નર્મદાને અનન્ય પ્રેમથી ચાહતી, નર્મદાની ઉપાસક રૂપમતી. અને આ તો મુસ્લિમ રાજા બાઝબહાદુર – કેમ મળી ગયાં હશે એમનાં મન? આજે પણ ઈતિહાસ બાઝબહાદુરને રાજવી કરતાં તો વધુ ઉચ્ચકોટીના સંગીતમર્મજ્ઞ અને ગાયક તરીકે નોંધે છે, અને તેથીય વિશેષ તો એ અમર થઈ ગયો છે, રૂપમતીના પ્રિયતમ તરીકે. ‘આ પશ્ચિમે ગુજરાતની સરહદ અને તેની જરાક ઉપર રાજસ્થાન. પેલી કોર જરાક દક્ષિણે મહારાષ્ટ્ર લાગે અને પણે દૂર ધામનોદ ગામની રોશની દેખાય છે? બસ, ત્યાંથી જરાક આગળ નજર કરો તો નર્મદા દેખાય દિવસે દેખાય છે : પાતળી ચમકતી રેખા જેવી!...’ બસ ત્યાં, એને કિનારે એક દિવસ આવી હશે ચંદેરી નરેશની વાગ્દત્તા રૂપમતી વસંતોત્સવ ઊજવવા! ત્યાં જ મળી ગયાં હશે સંગીતના સૂરમાં બંનેનાં મન! રૂપમતી માટે ખેલાયેલા સંગ્રામમાં વિશાળ મોગલ સેના સામે ટક્કર લેવા અસમર્થ બાઝબહાદુર રણમેદાનમાંથી ભાગી ગયો કે કાલીસિંઘના મેદાન પર હણાયો – કોને ખબર! પરંતુ આદમખાં-ની બૂરી નજરથી બચવા બાઝબહાદુરના વિરહમાં તડપતી રૂપમતીએ નવોઢાના શણગાર સજીને પોતાની જીવનજ્યોતિ જાતે જ બુઝાવી દીધી, ત્યારે એના જીવનના છેલ્લા કિરણ સાથે જ જાણે માંડૂમાં હંમેશ માટે સૂર્યાસ્ત થઈ ગયો. ત્યારબાદ આત્મા વિનાના ખોળિયા જેવાં આ રાજભવનોનું તેજ ઉત્તરોત્તર ઓસરતું જ ગયું. રૂપમતી-મંડપની અગાશી પર હું એકલી ફરી રહી છું. બાકી સૌ છત્રીમાં બેસી ગાઈડની ચટપટી વાતો સાંભળી રહ્યાં છે. રૂપમતીનાં ઝાંઝર મારા મનમાં રણઝણી ઊઠે છે. મનમાં એક કમળપુષ્પ જેવી સુંદરીની છબી ઊપસે છે. ઉદીયમાન સૂર્યની કિરણાવલીમાં આલોકિત સદ્યસ્નાતા રૂપમતી, દેવી નર્મદાનાં દર્શન કરી ભાવપૂર્વક પોતાના બાળપણને સ્મરતી રૂપમતી, સંગીતમાં મનના તાર સંધાયા પછી રાજા બાઝબહાદુરના પ્રેમમાં ડૂબેલી રૂપમતી, અલૌકિક તાન છેડીને સૃષ્ટિને ડોલાવતી રૂપમતી, રાજગાયિકાનું સન્માન પ્રાપ્ત કરી હિંડોળમહેલમાં રહેવા આવતી રૂપમતી, મોગલ બાદશાહ અકબરનું ઈજન ઠુકરાવતી રૂપમતી. અનાદરથી ધુંધવાયેલા સમ્રાટ અકબરે મોકલેલ આઝમખાં સાથે લડવા જતા પ્રિયતમને વિદાય દેતાં જીવ્યા-મૂવાના જુહાર કરતી રૂપમતી, બાઝબહાદુરના વિરહમાં આક્રંદ કરતી, હૃદયના તાપ શમાવવા અફાટ રુદન કરતી રૂપમતી, દેવી નર્મદાની સાખે લાચાર આંસુ વહાવીને પછી ઝેરનો પ્યાલો ગટગટાવતી પ્રેમિકા રૂપમતી, સોળે શણગાર સજીને મૃત્યુને વહાલું કરતી રૂપમતી, શાન્ત થતા જતા શ્વાસની ભૂરી ચાદર ઓઢીને મજારમાં ધરબાઈ જતી રૂપમતી, વિયોગની ક્યારેય પૂરી ન શકાય તેવી ખાઈમાં પડતું મૂકીને ધુમ્મસમાં ઓગળી જતી રૂપમતી... આવી અનેકરૂપા રૂપમતી મારા મનમાં સિસક્યા કરે છે. હીબકે ચડી ગયેલી રૂપમતીને હું કોઈ સાંત્વન આપી શકતી નથી, માત્ર રિક્ત નજરે દૂર સુધી દેખાતા માંડવગઢમાં વિખેરાયેલાં ખંડેરોને જોયા કરું છું.
[રજતપર્વ ગદ્યવિશેષાંક, શબ્દસૃષ્ટિ, ૨૦૦૮]