17,624
edits
(+1) |
No edit summary |
||
Line 72: | Line 72: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામનારાયણ પ્રકૃતિ ને માનવભાવોનો પરસ્પરના ઉત્કર્ષના સંદર્ભમાં જે રીતે વિનિયોગ કરે છે તે તેમની સૌન્દર્યરસિકતાનો, તેમની કવિતાની ધ્વન્યાત્મક રસસમૃદ્ધિનો જ આહ્લાદક પરિચય કરાવી રહે છે. ‘ગોવાલણની ગરબી’માં જે રીતે પૂર્ણિમાની રાત્રિનું અને તે સમયના આકાશ અને અંતરીક્ષનું સ્ત્રીરૂપે વર્ણન છે તેમાં ‘શેષ’નો એક આગવો નિરૂપણનો મરોડ પણ વરતાય છે. | રામનારાયણ પ્રકૃતિ ને માનવભાવોનો પરસ્પરના ઉત્કર્ષના સંદર્ભમાં જે રીતે વિનિયોગ કરે છે તે તેમની સૌન્દર્યરસિકતાનો, તેમની કવિતાની ધ્વન્યાત્મક રસસમૃદ્ધિનો જ આહ્લાદક પરિચય કરાવી રહે છે. ‘ગોવાલણની ગરબી’માં જે રીતે પૂર્ણિમાની રાત્રિનું અને તે સમયના આકાશ અને અંતરીક્ષનું સ્ત્રીરૂપે વર્ણન છે તેમાં ‘શેષ’નો એક આગવો નિરૂપણનો મરોડ પણ વરતાય છે. | ||
રામનારાયણે ‘રાણકદેવી’, ‘બુદ્ધનું નિર્વાણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ જેવાં જે કાવ્યો આપ્યાં છે તે તેમના જીવનદર્શનનાં તેમ એ દર્શનને માર્મિક રીતે સ્ફુટ કરનારા કાવ્યકૌશલ્યનાંયે દ્યોતક છે. ‘રાણકદેવી’ જેવું એમનું આરંભનું કાવ્ય, બ. ક. ઠાકોરને ઐતિહાસિક વિચારણાની દૃષ્ટિએ અનુકૂળ ન જણાયેલું એવું કાવ્ય, પણ નિરૂપણકલાની દૃષ્ટિએ તો ઠીક ઠીક સંગીન જણાય છે. ‘બુદ્ધ’નું પ્રબુદ્ધપણું ઉપસાવવાની સૂક્ષ્મ કલા ‘બુદ્ધનું નિર્વાણ’ કાવ્યમાં શાંત રસની કમનીય ભાવસૃષ્ટિ રચે છે; તો એ જ સૃષ્ટિ ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્યમાં અભિનવ ઉઘાડ સાથે પ્રગટ થઈ, લોકોત્તર આહ્લાદ બક્ષે છે. તુકારામની પત્નીની કાવ્યમાં રજૂઆત એક કલાત્મક પરિમાણ ઉપસાવી, કાવ્યગત ભાવના-દર્શનને સંસાર-જીવનનું વાસ્તવિક એવું ત્રીજું પરિણામ બક્ષી આસ્વાદ્ય સઘનતા સમર્પે છે. રામનારાયણમાં ઘટનાઓને આકર્ષક રીતે રજૂ કરવાની—એ ઘટનાઓનો પદ્યમાં યોગ્ય રીતે નિર્વાહ કરી રસોત્કર્ષ સિદ્ધ કરવાની અનોખી ફાવટ છે. એ ફાવટ કોઈ મહાકવિમાં હોય તેવી છે. એ ફાવટ મિશ્રોપજાતિ, અનુષ્ટુપ આદિ છંદોની તથા ખંડકાવ્યગત સ્વરૂપ-યોજનાની માવજતમાં, હળવી-ગંભીર ભાવાવસ્થાઓના સુરેખ ચિત્રણમાં રજૂ થાય છે. મહાકવિમાં આવશ્યક એવું વસ્તુલક્ષી નિરૂપણનું કૌશલ રામનારાયણમાં ઉત્કૃષ્ટ કોટિનું હતું એમ સમજાય છે. એમણે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્ય-પ્રકારોમાં જે કંઈ સિદ્ધિ દાખવી છે તેથીયે ઘણું વધારે દાખવી શકે એવી ક્ષમતાનો અણસાર તો આપ્યો જ છે. ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્ય પણ એનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. | |||
રામનારાયણની કવિતામાં ચિંતન, ઊર્મિ અને કલ્પનાનું રસાયણ થયેલું અનેક વાર કળાય છે; ને એનું સ્પષ્ટ કારણ તો, રસિકલાલ પરીખ કહે છે તેમ<ref>૧૫. વિશેષ કાવ્યો, ૧૯૫૯; પુરોવચન, પૃ. ૪૮.</ref>, આ કવિ-ફિલસૂફે-ફિલસૂફ-કવિએ જીવનના અનુભવો, વિચાર, તર્ક, બોધ, દર્શનને પચાવીને એનું જે રસાયણ કર્યું તેમાંથી એમની કવિતા જન્મી એ છે. રામનારાયણની કવિતામાં ચિંતનની કામગીરી ધ્યાનાર્હ જરૂર છે, પણ એ ચિંતન ચિંતન હોવાને કારણે જ કવિતાવિરોધી થતું નથી. એમનું કાવ્યગત ચિંતન કાવ્યાર્થસાધક ચિંતન જ વિશેષે છે. એ ચિંતને એમની કવિતાને સંયમપૂત કરી તેની રસલક્ષિતાને જ વધુ તો મદદ કરી છે. વળી અન્ય કારણોએ કાવ્યમાં આવી જતી ટાઢાશ કે શુષ્કતા માટે ચિંતનને હમેશાં જવાબદાર લેખવું ઠીક નથી. વસ્તુતઃ ચિંતક રામનારાયણ કવિ રામનારાયણના વિશેષ ભાવે સંનિષ્ઠ ને સુસજ્જ સહાયક થઈ રહેલા જણાય છે. રામનારાયણની ચિંતનનિષ્ઠા ને સંયમનિષ્ઠા રસિકતાની વિરોધી નહિ પણ સદૈવ અનુરોધી જ રહી છે. રામનારાયણનું ઊર્મિ-ચિંતનનું બળ એમની કલ્પના સાથે સહકાર સાધતાં કેવું તો સુભગ પરિણામ લાવે છે તે એમની ઉપમા-ચિત્રોથી ખચિત નિરૂપણશૈલીનો જાદુપ્રભાવ જોતાં અનુભવાય છે. રામનારાયણની કલ્પનાશક્તિનું, એમના કવિસામર્થ્યનું એક રમણીય પ્રમાણ એમની ઉપમાઓ — ઉપમાચિત્રાવલી છે. અહીં માત્ર તેમનો પંક્તિનિર્દેશ જ કર્યો છે, જે જે તે કાવ્યભાવના સંદર્ભમાં કેટલી આસ્વાદ્ય છે તે ભાવકો પોતે જ પ્રતીત કરશે : | રામનારાયણની કવિતામાં ચિંતન, ઊર્મિ અને કલ્પનાનું રસાયણ થયેલું અનેક વાર કળાય છે; ને એનું સ્પષ્ટ કારણ તો, રસિકલાલ પરીખ કહે છે તેમ<ref>૧૫. વિશેષ કાવ્યો, ૧૯૫૯; પુરોવચન, પૃ. ૪૮.</ref>, આ કવિ-ફિલસૂફે-ફિલસૂફ-કવિએ જીવનના અનુભવો, વિચાર, તર્ક, બોધ, દર્શનને પચાવીને એનું જે રસાયણ કર્યું તેમાંથી એમની કવિતા જન્મી એ છે. રામનારાયણની કવિતામાં ચિંતનની કામગીરી ધ્યાનાર્હ જરૂર છે, પણ એ ચિંતન ચિંતન હોવાને કારણે જ કવિતાવિરોધી થતું નથી. એમનું કાવ્યગત ચિંતન કાવ્યાર્થસાધક ચિંતન જ વિશેષે છે. એ ચિંતને એમની કવિતાને સંયમપૂત કરી તેની રસલક્ષિતાને જ વધુ તો મદદ કરી છે. વળી અન્ય કારણોએ કાવ્યમાં આવી જતી ટાઢાશ કે શુષ્કતા માટે ચિંતનને હમેશાં જવાબદાર લેખવું ઠીક નથી. વસ્તુતઃ ચિંતક રામનારાયણ કવિ રામનારાયણના વિશેષ ભાવે સંનિષ્ઠ ને સુસજ્જ સહાયક થઈ રહેલા જણાય છે. રામનારાયણની ચિંતનનિષ્ઠા ને સંયમનિષ્ઠા રસિકતાની વિરોધી નહિ પણ સદૈવ અનુરોધી જ રહી છે. રામનારાયણનું ઊર્મિ-ચિંતનનું બળ એમની કલ્પના સાથે સહકાર સાધતાં કેવું તો સુભગ પરિણામ લાવે છે તે એમની ઉપમા-ચિત્રોથી ખચિત નિરૂપણશૈલીનો જાદુપ્રભાવ જોતાં અનુભવાય છે. રામનારાયણની કલ્પનાશક્તિનું, એમના કવિસામર્થ્યનું એક રમણીય પ્રમાણ એમની ઉપમાઓ — ઉપમાચિત્રાવલી છે. અહીં માત્ર તેમનો પંક્તિનિર્દેશ જ કર્યો છે, જે જે તે કાવ્યભાવના સંદર્ભમાં કેટલી આસ્વાદ્ય છે તે ભાવકો પોતે જ પ્રતીત કરશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સમાય બીનસ્વર જેમ બીને, | {{Block center|'''<poem>સમાય બીનસ્વર જેમ બીને, | ||
તેવો શમ્યો માતની ગોદમાં એ. | તેવો શમ્યો માતની ગોદમાં એ. | ||
{{right|(‘મંગલ ત્રિકોણ’)}}</poem>}} | {{right|(‘મંગલ ત્રિકોણ’)}}</poem>'''}} | ||
{{Block center|'''<poem>ને તેહની પાછળ બાળ, તેના | {{Block center|'''<poem>ને તેહની પાછળ બાળ, તેના | ||
Line 109: | Line 109: | ||
વળી ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના-’, ‘નવવરવધૂ’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘નર્મદાને આરે’, ‘મને કૈં પૂછો ના’, ‘જ્યારે આ આયખું ખૂટે’, ‘ઉસ્તાદને’, ‘જતો ’તો સૂવા ત્યાં–’ જેવાં કાવ્યોમાં ઉપમાનગત કલ્પનાલીલાનાં વ્યાપ ને ગહનતા, સૂક્ષ્મતા ને સઘનતા સહૃદયો પ્રતીત કરશે જ. ડોલરરાય માંકડે રામનારાયણનાં ઉપમાચિત્રોનું ઝીણવટભર્યું સુંદર નિરીક્ષણ-વિશ્લેષણ ‘શેષનાં ઉપમાચિત્રો’ લેખમાં આપેલું છે.<ref>૧૬. કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૦૧-૧૧૪.</ref> ડોલરરાયે ‘શેષ’ની ઉપમા-શક્તિના સાક્ષાત્કાર બાદ જ એમની કાવ્યસેવા બાબત એક મહત્ત્વનું વિધાન કરતાં લખ્યું છે : | વળી ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના-’, ‘નવવરવધૂ’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘નર્મદાને આરે’, ‘મને કૈં પૂછો ના’, ‘જ્યારે આ આયખું ખૂટે’, ‘ઉસ્તાદને’, ‘જતો ’તો સૂવા ત્યાં–’ જેવાં કાવ્યોમાં ઉપમાનગત કલ્પનાલીલાનાં વ્યાપ ને ગહનતા, સૂક્ષ્મતા ને સઘનતા સહૃદયો પ્રતીત કરશે જ. ડોલરરાય માંકડે રામનારાયણનાં ઉપમાચિત્રોનું ઝીણવટભર્યું સુંદર નિરીક્ષણ-વિશ્લેષણ ‘શેષનાં ઉપમાચિત્રો’ લેખમાં આપેલું છે.<ref>૧૬. કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૦૧-૧૧૪.</ref> ડોલરરાયે ‘શેષ’ની ઉપમા-શક્તિના સાક્ષાત્કાર બાદ જ એમની કાવ્યસેવા બાબત એક મહત્ત્વનું વિધાન કરતાં લખ્યું છે : | ||
“આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિધ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્નો ઘણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યોગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું ક્લેવર ઘડવાને એ યોગ્ય બને એવી કરવાના પ્રયત્નો તો ગોવર્ધનરામ અને બલવન્તરાય પછી શેષે જ કર્યા છે. ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં કેટલેક સ્થળે દેખાતી ઘનીભૂત ચિત્રણશૈલી ઘણે ભાગે રૂપકાત્મક છે તો શેષની ઉપર કહી તે શૈલી ઉપમાત્મક છે : પણ બંનેની અન્તર્ગત શક્તિમત્તા બહુ ઘણી છે.” | “આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિધ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્નો ઘણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યોગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું ક્લેવર ઘડવાને એ યોગ્ય બને એવી કરવાના પ્રયત્નો તો ગોવર્ધનરામ અને બલવન્તરાય પછી શેષે જ કર્યા છે. ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં કેટલેક સ્થળે દેખાતી ઘનીભૂત ચિત્રણશૈલી ઘણે ભાગે રૂપકાત્મક છે તો શેષની ઉપર કહી તે શૈલી ઉપમાત્મક છે : પણ બંનેની અન્તર્ગત શક્તિમત્તા બહુ ઘણી છે.” | ||
{{right|(કાવ્યવિવેચન, પૃ. ૧૧૩)} | {{right|(કાવ્યવિવેચન, પૃ. ૧૧૩)}}<br> | ||
ડોલરરાય ‘ઉપમાનું એક સ્વતંત્ર વિશિષ્ટ રૂપ તેમ જ મહાકાવ્યની વ્યક્તિમાં અનિવાર્ય અને ઉપકારક થઈ પડે એવું વ્યક્તિ-સ્વરૂપ લગભગ પહેલી જ વાર ગુજરાત સમક્ષ મૂકવાને માટે’<ref>૧૭. કાવ્યવિવેચન, પૃ. ૧૧૪.</ref> રામનારાયણનો ઋણભાવે ઉલ્લેખ કરે છે. | ડોલરરાય ‘ઉપમાનું એક સ્વતંત્ર વિશિષ્ટ રૂપ તેમ જ મહાકાવ્યની વ્યક્તિમાં અનિવાર્ય અને ઉપકારક થઈ પડે એવું વ્યક્તિ-સ્વરૂપ લગભગ પહેલી જ વાર ગુજરાત સમક્ષ મૂકવાને માટે’<ref>૧૭. કાવ્યવિવેચન, પૃ. ૧૧૪.</ref> રામનારાયણનો ઋણભાવે ઉલ્લેખ કરે છે. | ||
રામનારાયણની કલાનિપુણતા, રસિકલાલ પરીખ કહે છે તેમ, તેમણે જે જુદા જુદા કાવ્યપ્રકારે સાધ્યા છે એમાં દેખાય છે. ‘છૂટા દૂહા કે સોરઠાનાં ચોસલાં, ઢાળો, ગરબા, ભજનો, જોડકણાં સમસ્યાપૂર્તિઓ, ઠઠ્ઠા-મશ્કરી, મહેણાં, મરમવાક્યો અને મુશાયરીથી માંડી કાવ્યકથાનકો, લિરિકો અને મનોભાવોનાં મૌક્તિકો સુધીના વિવિધ પ્રકારો’ એમણે ખેડ્યા છે અને એ દરેકમાં ‘વિશેષતા પકડતો અધ્યાપકનો અભ્યાસ, વિવેચકનો સૌન્દર્ય-વિવેક અને કવિનું રસનિષ્પાદન’ રસિકલાલને યોગ્ય રીતે જ જણાયાં છે.<ref>૧૮. વિશેષ કાવ્યો; પુરોવચન, પૃ. ૧૬.</ref> રામનારાયણે પ્રાચીન, મધ્યકાલીન તેમ જ અર્વાચીન અનેક કાવ્યસ્વરૂપો પર હાથ અજમાવ્યો છે, ને એમાં સ્વાભાવિક રીતે જ લઘુ કાવ્યસ્વરૂપો પર મુખ્યત્વે નજર સામે રહ્યાં છે. રામનારાયણ જે તે કાવ્યસ્વરૂપની સંસિદ્ધિ માટે વસ્તુ, ભાવ, છંદ, શબ્દ—આ સર્વની પસંદગીમાં નરસિંહરાવની જેમ ભારે સભાનતા ને ચીવટ દાખવે છે; પરંતુ રામનારાયણમાં નરસિંહરાવની તુલનામાં વધુ પ્રબળ સર્જકતા ને વધુ મુક્ત અને સાથે ઉત્કટતર એવી રસિકતા-રુચિ જણાય છે. | રામનારાયણની કલાનિપુણતા, રસિકલાલ પરીખ કહે છે તેમ, તેમણે જે જુદા જુદા કાવ્યપ્રકારે સાધ્યા છે એમાં દેખાય છે. ‘છૂટા દૂહા કે સોરઠાનાં ચોસલાં, ઢાળો, ગરબા, ભજનો, જોડકણાં સમસ્યાપૂર્તિઓ, ઠઠ્ઠા-મશ્કરી, મહેણાં, મરમવાક્યો અને મુશાયરીથી માંડી કાવ્યકથાનકો, લિરિકો અને મનોભાવોનાં મૌક્તિકો સુધીના વિવિધ પ્રકારો’ એમણે ખેડ્યા છે અને એ દરેકમાં ‘વિશેષતા પકડતો અધ્યાપકનો અભ્યાસ, વિવેચકનો સૌન્દર્ય-વિવેક અને કવિનું રસનિષ્પાદન’ રસિકલાલને યોગ્ય રીતે જ જણાયાં છે.<ref>૧૮. વિશેષ કાવ્યો; પુરોવચન, પૃ. ૧૬.</ref> રામનારાયણે પ્રાચીન, મધ્યકાલીન તેમ જ અર્વાચીન અનેક કાવ્યસ્વરૂપો પર હાથ અજમાવ્યો છે, ને એમાં સ્વાભાવિક રીતે જ લઘુ કાવ્યસ્વરૂપો પર મુખ્યત્વે નજર સામે રહ્યાં છે. રામનારાયણ જે તે કાવ્યસ્વરૂપની સંસિદ્ધિ માટે વસ્તુ, ભાવ, છંદ, શબ્દ—આ સર્વની પસંદગીમાં નરસિંહરાવની જેમ ભારે સભાનતા ને ચીવટ દાખવે છે; પરંતુ રામનારાયણમાં નરસિંહરાવની તુલનામાં વધુ પ્રબળ સર્જકતા ને વધુ મુક્ત અને સાથે ઉત્કટતર એવી રસિકતા-રુચિ જણાય છે. |
edits