કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ઝીણી તરડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં?
સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં?
વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં?
વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં?
કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી.
કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી.
ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી.
ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી.
હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી
હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી
પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી!
પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી!
કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે :  
કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે :  
દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે :
દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે :
અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે :  
અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે :  
પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે !
પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે !
બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું :
બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું :
ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું !  
ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું !  

Latest revision as of 00:54, 13 November 2024

૮. ઝીણી તરડ

ખર્યાં પર્ણો, બિંદુ ઝરમર ઝર્યું : એ કરુણના!
પૂછી જોયું ધીમે કદિ પવનને કેમ તૃણના
સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં?
વ્યથા એની કેવી અરવ ઉરના ક્રંદનમહીં?

કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી.
ચિરાયેલા મેલા સઢ પવનને જાય ભરખી.
હવે તો આ આંખો અગર અમથા હોઠ હરખી
પડે તો બ્હીએ છે : શીતલ તળિયે આગ બળતી!

કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે :
દિલાસાઓ જુઠ્ઠા હૃદયમનને ર્ હૈ રહી દહે :
અહીં દૃષ્ટિ સામે અગન ઝરતાં વાદળ સરે :
પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે !

બધા સંબંધોનું સ્વરૂપ કથળી જાય ગરવું :
ક્ષણોના ભાંગેલા પરિચય લઈને રઝળવું !

૧૯૬૩ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૩)