બાળ કાવ્ય સંપદા/ગમે છે !: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ગમે છે !|લેખક : કરસનદાસ લુહાર<br>(1942)}} | {{Heading|ગમે છે !|લેખક : કરસનદાસ લુહાર<br>(1942)}} | ||
{{center|<poem> | {{Block center|<poem> | ||
અમને લીલાં ઝાડ ગમે છે ! | અમને લીલાં ઝાડ ગમે છે ! | ||
ભીના ભીના પહાડ ગમે છે ! | ભીના ભીના પહાડ ગમે છે ! | ||
Latest revision as of 14:54, 20 February 2025
ગમે છે !
લેખક : કરસનદાસ લુહાર
(1942)
અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !
આકાશોની આડ ગમે છે !
વાદળિયાંની વાડ ગમે છે !
નદી ખળકતી નાડ ગમે છે !
પાણીપોચાં હાડ ગમે છે !
દરિયો નાખે ત્રાડ ગમે છે !
મોજાં કરતાં લાડ ગમે છે !
ચાંદાની મોંફાડ ગમે છે !
સૂરજનો ઉઘાડ ગમે છે !
ઊંચાં ઊંચાં તાડ ગમે છે !
જળમાં વહેતાં ઝાડ ગમે છે !
અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !